ઉત્સવ

કલાત્મક અભિરૂચિનો પરિચય કરાવતા કચ્છનાં કલાત્મક લોકમેળા

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

ખમાં મુંજે કચ્છ કે, ભિલે કચ્છડો !
ડુંગરેંજી હાર મથે, ટિલે કચ્છડો,
સમધરજી લે૨મેં, ઝુલે કચ્છડો – ખમાં…
ફુલડેજી ફોરમેં, ફુલે કચ્છડો,
કંઢેજી પથારી મથે, ખિલે કચ્છડો – ખમાં…
માન સે મેમાન કે, મિલે કચ્છડો,
હિંયડે જે હેતસેં, છિલે કચ્છડો – ખમાં…

હિન શ્રાવણ મેણેજી રોનક ત કિઁક અલગ જ વિઇ, કુલા ક હિન વરેજો મીં મિણીકે પેલેથી રાજી કરી ડિને આય. ઓગષ્ટ ભલે કોરો વ્યો પ ગાટા-ગાટા તરા પેલેથી ભરાઇ વ્યા ઐં, ઇતરે ખુશી
અનેરી આય નેં ઇતરે ત મથે રજૂ કરલ દુલેરાય કારાણી બાપાજો ગીત મન ભરેને ગાતેજો મન થિએતો. અનાં ભદરેજા મેડ઼ા ત બાકી જ આય!!

જિન વરે મીં ખાસો પે હુન વરે પ્રડેસ બારા વસઁધલ કે પ પિંઢજે ડેસ અચેજી નિડારી ખુશી હોયતી, નેં પ્રડેસજા મિડ઼ે તે’વાર પ જુદી ઉમિધસે ઉજવેમેં અચેતા. ખાસ ત ચોમાસે પૂંઠીયા, મેડ઼ા નેં તહેવારેંજી મોસમ અચીંધી હોયતી. ખાસે મીં ભેરી તે’વારેજી પ સરુઆત થિઇ આય તડે લેખ લખેજો હિરખ પ સમાય નતો. હેવર અનાં સાતમ – આઠમજો ભુજજે હમીરસરતે મેડ઼ો ભરાણો હો. આહિર નેં રબારી કોમ જુકો જન્માષ્ટ્મીજી ઉજણી કિઈ હુ ત ન્યારેલાયક હુઇ નેં ગામડેમેં ત મુંભઇ નેં બિઇ મિણી ઠેકાણે વસંધલ માડુએંજી આવ પ્રડેસકે ગચ રાજી કરી ડિનો. સચો ચાં ત હિન વખતે ઇનીજે ચેરેજી રોનક કિઁક અલગ જ હુઇ, રાજીપો ત ઇનીજે ધિલ મિંજાનું ઝર્ધો વો. લોકજીયણમેં આનંદ નેં ઉલ્લાસ પ્રગટાઇંધલ માનવ મે’રાણજા મિલન સમારોહ ઇતરે પાંજા લોકમેડ઼ા. રોજજે જીયણમેં થકાવટ, કંટાડો નેં નિરસતાસે પરાં ઉમંગ, ઉત્સાહ નેં સારસતાજા સરજક ઇતરે પાંજા મેડ઼ા.

એકરસતામાંથી મુક્તિ અપાવી નવોન્મેષ-આહ્લાદથી ભરી દેતાં લોકજીવનનાં આ પર્વમાં વ્યક્તિ ગીતો ગાય, નૃત્ય કરે, પ્રવાસે જાય, નાટક-સિનેમા જુએ ત્યારે એક બાજુ તે નવીનતા અને ઉત્સાહ અનુભવે છે તો બીજી બાજુ તેનાથી જ સંસ્કૃતિ કે પ્રથાનું જતન
એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે. તેજોન્મેષની એ
અનુભૂતિ આ સામાજિક પ્રાણીને અનેકવિધ રૂપે સમાજ સાથે સહસંબંધમાં ઉપયોગી નિવડે છે. તે સમાજનું એક અંગ છે. તેની સંવેદના વ્યાપક રૂપ ધારણ કરી સમાજની સંવેદના બની જાય છે અને વિભિન્ન રૂપે અભિવ્યક્તિ પામે છે. તેમાંની એક અભિવ્યક્તિ છે મેળા.

ઉગમણે કચ્છજા મેડ઼ા જકા, રવજો રવેચીજો મેડ઼ો, વોંધજે રામાપીરજો મેડ઼ો, સાંગવારી માતાજીજો મેડ઼ો હી મિડ઼ે ઓગસ્ટ નેં સપ્ટેમ્બરજા વિશિષ્ટ મેડ઼ા ઐ, મિણીંકે તેમેં પ ખાસ કરીને ફોટોગ્રાફરેંલા માણેલાયક મેડ઼ા ઐ. આથમણે કચ્છમેં જુકો કચ્છ્જો મિની તરણેતર’ આય હી જખડાડાજો મેડ઼ો, હાજીપીરજો મેડ઼ો, મતિયા દેવજો મેડ઼ો, માઇજો મેડ઼ો ખાસ આય. ઓતરે ભરાં ધ્રંગજો મેડ઼ો, દત્ત ભગવાન (કારે ડુંગર)જો મેડ઼ો, ધિણોધર ડાડાજો મેડ઼ો, ફુલપીરજો મેડ઼ો ખાસ હોય તો. ડખણે પાસે શિતલા માતાજી, રુકનસાપીર જેઙે ધાર્મિક મેઙેજો ઉત્સાહ વધુ ન્યારેલા મલેતો.

પાંજા પ્રવિણભા ડાંગેરા હિન પ્રડેસજા ભોમિયા ઐં. ભા હિની મેમાનેકે ખૂબસૂરત કચ્છ વતાયમેં પિંઢજા નેં ટૂરિસ્ટેંજા પગ ધ્રુબાઇ વધા ઐં. હી ચેતા ક, કલાકે સાંચવેજી નેં માંણેજી ઉમેધ ગુજરાતજે કચ્છતે ગચ વધારે આય. ભલે અજ આધુનિકતા પ્રસરી વિઇ આય ત પણ પ્રથાજી ઉજણી તે’વારેમેં ન્યારેજી મજા જ મંત્રમુગ્ધ કરી ડે તીં આય. હાણે વાગડમેં રવેચી માં નેં સાંગવારી માતાજીજો મેડ઼ો ભરાંધો. વોંધજા રામદેવપીરજા નોરતા પ ધામધૂમ સે ઉજવાઇંધા. જુકો મુંભઇવાસીકે કચ્છ કોરા કોઠી અચીંધા. હુંઇ હી પ્રડેશ કિઇક રીતે રમણીય ભાસેતો. રણ, ડુંગર નેં ધરિયેજી સુંદરતા હિતેજી ખાસિયતમેં વધારો કરેતો નેં ઇતરે જ હિત ઉજ્વાઇંધલ લોકમેઙેજી રંગત ટૂરિસ્ટજે સંશોધન ભેરો મોજણીજો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?