ઉત્સવ

આક્વા વિદા

મધુ રાયની વાર્તા -મધુ રાય

(૧)
તેની અદેખી બહેનપણીઓ મજાક કરતી કે જેનિફર કશીક મેલી વિદ્યા જાણે છે, કેમકે ચાલીસની થઈ છતાં જેનિફર છવ્વીસની લાગતી હતી; અને જેનિફર હસી પડતી. પણ જેનિફરને આજે તે ખુશામદની રમૂજ થતી નહોતી. ગયા અઠવાડિયે તેનો વર જોનાથન તેનાથી પંદર વર્ષ નાની સેક્રેટરીની સાથે ઓફિસ સેક્સ કરતાં પકડાયો હતો. તેની ઉપર એક મિલિયન ડોલરની નુકસાનીનો દાવો કરેલો તેની સેક્રેટરીએ. એ વાતો યાદ કરવી ગમતી નહોતી પણ સતત આંખ સામે ચકરાવા લેતા પારદર્શક આકારોની જેમ તે બાબત તેના મગજમાં તરતી રહેતી હતી.

જેનિફરે ઇશારાથી બાર ટેન્ડરને કહ્યું, આક્વા વિદા. તેને અહીં આવવું નહોતું. પણ તેની બોસ ડાયાનાએ ફરજિયાત વેકેશન લેવડાવ્યું હતું, કેમકે જોનાથનના સ્કેન્ડલના કારણે જેનિફરના કામ ઉપર અસર થતી હતી. તેની બોસ ડાયના બારબેડોસની બ્લેક, જાડી પાડી, સ્પિન્સટર બાઈ હતી, વળી ફેમિનિસ્ટ હતી. બારબેડોસ ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે એક ટાપુ છે જેનિફરને એટલી જ ખબર હતી. એ લોકોની કંપનીએ ત્યાં એક રિઝોર્ટ ખરીદી લીધો હતો થોડા મહિના પહેલાં. ડાયનાએ તેને પ્લેનની ટિકિટ કરાવી આપેલી, તેમ જ બારબેડોસમાં કંપનીની માલિકીની લક્ઝરી રિઝોર્ટ હોટેલમાં તેને માટે કોટેજ એકોમોડેશનની વ્યવસ્થા કરી આપેલી. તારે દરિયાકિનારે દારૂ પીને પડ્યા રહેવાનું. ડાયેનાએ જણાવેલું. પછી આગિયાના ચમકારાની જેમ ડાયનાની આંખમાં જેનિફરે કદી ન જોયેલું તોફાન ફરકી ગયેલું. હું દારૂ પીતી નથી, જેનિફરે રડમસ અવાજે કહ્યું. તો હવે લોકલ પઠ્ઠાઓ સાથે પીજે. ને જલસા કરજે. તેની ડાબી પાંપણે પતંગિયાની પાંખની જેમ ઝપકી મારેલી.

પ્લેનની સફર દરમિયાન તે સતત રડતી રહેલી. જોનાથન સિવાય કોઈપણ પુરુષ સાથે યૌનસંબધના તે વિચારથી જ તેને ઊબકા આવતા. ખરેખર તો જોનાથનની અદમ્ય યૌનલાલસાથી પણ તેને અકળામણ થતી. સવારે ઊઠવું, બત્રીસ લસરકાથી બ્રશ કરવું, દૈનિક કાર્યો પછી જૂસ, ટોસ્ટ, ટ્રેડમિલ ઉપર વર્કઆઉટ. પછી માથે શાવર કેપ પહેરી સ્નાન, પછી તૈયાર થવું, નિયમિત, અચૂક ક્લોકવર્કની માફક.

કામ ઉપર તેની છાપ આઇસ ક્વીનની હતી. એકદમ ક્લીન, ઓર્ગેનાઇઝડ તેના કામનું ટેબલ, કમ્પ્યુટર કાયમ સ્વચ્છ, સ્વચ્છ. વાતવાતમાં કોઈ તેના હાથ ઉપર હાથ મૂકે તો તે વિચલિત થઈ ઊઠતી. જર્મ્સ! જર્મ્સ! બધી છોકરીઓ એકબીજાનાં લંચ આપસમાં શેર કરે પણ જેનિફરને કોઈનું લાવેલું ખાવાની સૂગ હતી. અને સતત સેક્સની ગુસપુસમાં શો રસ પડે છે તેમને, તેની કલ્પના
જેનિફરને આવતી નહોતી. એમાં નાગા થવાનું ને હઠ્, જેનિફર કમકમી જતી. જેનિફર કદાચ લેસ્બિયન હશે? ડાયેના સાથે તેને સજાતીય સંબંધ હશે? કે જેનિફર તદ્દન ફ્રિજિડ બાઈ હશે? એવી ફુસફુસાહટ તેના કાને પડતી અને કશીય અસર વિના ઓસરી જતી. અને હવે બારબેડોસના લોકલ લઠ્ઠાઓ સાથે જલસો? છિ:. એ કાળા લોકલ લોકો બ્રશ કરતા હશે? નહાતા હશે રોજ?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…