ઉત્સવ

એક અનેરું વ્યક્તિત્વ,દુબઈમાં દબદબો અકબંધ છે

અનિલ ધાનક

મુંબઈ સમાચાર ટીમ
દુબઈ પર્યટકો માટે આકર્ષણ ધરાવતો દેશ છે. ડાલામથ્થા ગુજરાતીઓ દુબઈની ગોલ્ડ માર્કેટમાં રાજ કરે છે. દુબઈ ગોલ્ડ સૂકમાં એક આખો દિવસ પર્યટકો ખરીદી માટે અચૂક સમય ફાળવે છે. અને પર્યટકોને ટુર ગાઈડ એક જગ્યા પર લઈ જઈ અને સુચના આપે કે ’બે કલાક માર્કેટમાં ફરવા માટેનો સમય છે. ફરીથી આ મોટી વીંટી વાળા શોરૂમ એ ભેગા થવું. આ મોટી વીંટી વાળો શોરૂમ એટલે “કંઝ જ્વેલર્સ. અને એ શોરૂમના માલિક એટલે અનિલ ધાનક.

સવારથી લઇ અને રાત સુધી પોતાના ૧૦ શોરૂમ વચ્ચે શૂટેડ બૂટેડ, પ્રતિભાશાળી, જાજરમાન વ્યક્તિ સતત ગ્રાહકો અને સ્ટાફ વચ્ચે હૂંફાળી કડીરૂપ કાર્યરત જોવા મળે.

મૂળ સૌરાષ્ટ્રના બગસરા ગામના અને લગભગ અડધી સદીથી દુબઈ ગોલ્ડ જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા સોની પરિવારના બિઝનેસ ટાયકૂન અનિલભાઈના મૂળિયા દુબઈમાં ખૂબ મજબૂત છે કોઈપણ ગુજરાતી ક્યારેય પણ મૂંઝાય તો પહેલો સહારો અનિલભાઈનો હોય દુબઈ ગવર્મેન્ટ સાથે પણ ખૂબ જ સારા સંબંધો ધરાવતા અનિલભાઈ કોઈપણ પ્રશ્ર્નનું નિરાકરણ લાવી શકે છે.

સતત કાર્યરત રહેતા અનિલ ધાનક ગોલ્ડ સૂકના પ્રવેશદ્વાર પાસે જ કોર્નર પર મોટો શોરૂમ ધરાવે છે અને તેમના ડિસ્પ્લેમાં પડેલ મોટી સોનાની વીંટી અંદાજિત ૮૫ કિલો સોનું અને તેમાં જડિત સાડા પાંચ કિલોનો ડાયમંડ તેમના શોરૂમની એક ઓળખ છે. કંઝ જ્વેલર્સમાં પગ મુકતા જ અભિભૂત થઈ જવાય એટલી ડિઝાઇનની જ્વેલરી ઉપલબ્ધ છે. નાના મોટા સૌ કોઈને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓની જ્વેલરી ખૂબ સુંદર અને અકલ્પનીય ડિઝાઇનમાં છતાં એકદમ વ્યાજબી કિંમતમાં અહીં મળી રહે છે. એકદમ વિનયી અને વિવેકી સ્ટાફ જ્યારે તમારી સાથે ડીલ કરે ત્યારે તમને પોતાને પોતીકાપણું લાગે. અનિલભાઈને ગુજરાતીઓ પ્રત્યે અનેરો સ્નેહ છે.અંગત રીતે દરેક ગ્રાહકો પર ધ્યાન દેવાય તેવા તેમના પ્રયત્નો હોય છે. વિશેષ કહું તો અનિલભાઈ તેમની મહેમાનગતિ, આગતા સ્વાગતા,ગોલ્ડ ક્વોલિટી, રિઝનેબલ રેટ, ડિઝાઇનિંગ, વગેરે માટે વધુ વિખ્યાત છે. હાલ અનિલભાઈના દીકરા પણ બિઝનેસમાં ખભે ખભા મેળવી અને મહેનત કરે છે અનિલભાઈની ઘણી ખરી જવાબદારીઓ પોતાના ખબે ઉપાડી અને પિતાના પગલે ધંધાનો વિકાસ કરી રહ્યા છે. ભાગ્યે જ એવો કોઈ ગુજરાતી હશે જેણે તેમના શોરૂમ પાસે ઊભા રહી અને ફોટો પડાવી સોશિયલ મીડિયામાં અપલોડ નહીં કર્યો હોય.ફોટો અપલોડ કર્યા પછી કશું કહેવાનું રહેતું નથી કે આપ ક્યાં ફરીને આવ્યા છો.એ દુબઈ જ હોઈ શકે.

અનિલ ધાનક દિવસ આખો બિઝનેસમાં વ્યસ્ત રહે છે. હાર્ડકોર બિઝનેસમેન પાછળ એક સોફ્ટ હાર્ટેડ અનિલભાઈને માણવા જેવા છે. જીવનમાં બહુ ઓછી વ્યક્તિઓથી પ્રભાવિત થવાય પરંતુ તેમની જીવન જીવવાની ફિલોસોફી, બીજા વ્યક્તિ સાથેના વ્યવહારની ફિલોસોફી, સમાજ માટે શું કરવું જોઈએની વાતો… તમે સાંભળો એટલે અર્થસભર અસ્ખલિત શબ્દોના પ્રવાહમાં તમે તણાતા જ જાવ અને એક અહોભાવની લાગણી જન્મે.

અનિલભાઈનું મિત્ર વર્તુળ પણ સિલેક્ટેડ અને ‘એ’ ક્લાસ છે. બોલીવૂડની ભાગ્યે જ એવી કોઈ સેલિબ્રિટી હશે જે અનિલભાઈના અંગત વર્તુળમાં નહીં હોય. અનેક હિન્દી ફિલ્મોમાં પણ તમે આ શોરૂમ નિહાળ્યો હશે. બોલીવૂડની સેલિબ્રિટી પરિવારના સભ્ય તરીકે અવારનવાર કંઝ જ્વેલર્સની મુલાકાત લેતા હોય છે. વાર તહેવારે પરિવાર સાથે અનિલભાઈની મુલાકાત લેતા હોય છે.
સમાજ માટે, સંસ્કૃતિની જાળવણી માટે બનતા પ્રયત્નો કરવાના પણ પ્રસિદ્ધિથી દૂર રહેવાનું.કાર્ય કરતા જવાનું ફળ ઉપરવાળો આપે જ છે તેવી તેમની પોતાની ફિલોસોફી છે.

દુબઈ ફરવા જાવ અને કંઝ જ્વેલર્સની મુલાકાત નહીં લો તો સંપૂર્ણ દુબઈ તમે નથી જોયું તેવું હું ખાતરીપૂર્વક કહી શકું.

મૂળ સૌરાષ્ટ્રના બગસરા ગામના અને લગભગ અડધી સદીથી દુબઈ ગોલ્ડ જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા સોની પરિવારના બિઝનેસ ટાયકૂન અનિલભાઈના મૂળિયા દુબઈમાં ખૂબ મજબૂત છે કોઈપણ ગુજરાતી ક્યારેય પણ મૂંઝાય તો પહેલો સહારો અનિલભાઈનો હોય દુબઈ ગવર્મેન્ટ સાથે પણ ખૂબ જ સારા સંબંધો ધરાવતા અનિલભાઈ કોઈપણ પ્રશ્ર્નનું નિરાકરણ લાવી

શકે છે.

યંગ જનેરેશનનો નાયાબ ડાયમંડ
અર્જુન અનિલભાઇ ધાનક એટલે ગોલ્ડ સુક દુબઈનો જ્વેલરી માર્કેટમાં યંગ જનરેશનનો નાયાબ ડાયમંડ. કંઝ જ્વેલર્સના તમામ રિટેલ હોલસેલ બિઝનેસને પોતાના પિતાના અનુભવને ધ્યાનમાં લઈને અનુસરીને સંભાળી લીધો છે. એક વાત જાણીએ છીએ મહાભારતના અર્જુનની જેને લક્ષ્યમાં માત્ર પક્ષીની આંખ દેખાઈ હતી. આ વાત છે દુબઈના ગોલ્ડ સુકના ભાનક પરિવારના અર્જુનની, તેનું લક્ષ્ય પણ બહુ જ સ્પષ્ટ છે ગ્રાહકોનો સંતોષ, તેના હૃદયમાં સ્થાન અને નીતિપૂર્વક ગોલ્ડ જ્વેલરી બિઝનેસમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરવું.

ખૂબ જ ડાયનામિક પર્સનાલિટી, સાલસ સ્વભાવ અને ગ્રાહકો સાથેનું ડિલિંગ. આ ત્રિવેણી સંગમને કારણે કંઝ જ્વેલર્સ નંબર વન પર છે.

બે પેઢીની મહેનત અને ઊભું થયેલું સામ્રાજ્ય નવી પેઢીના હાથમાં આવે એટલે સ્વાભાવિક છે કે જૂની પેઢીને થોડી ચિંતા રહે પરંતુ પિતાના નક્ષે કદમ પર ચાલતા અર્જુનને બિઝનેસ કરતા જુઓ એટલે નિશ્ર્ચિત થઈ જવાય.

અત્યારે નવી નવી ડિઝાઈન માર્કેટમાં મૂકવી આવશ્યક છે અને તે મોનોપોલી જળવાઈ રહેવી જોઈએ. અર્જુન ધાનક અંગત રીતે ધ્યાન દઈ અને લોકોની અપેક્ષા કરતાં પણ વિશેષ ડિઝાઇન પોતાના શોરૂમ માટે ડિઝાઇન કરે છે.

અર્જુનને બચપણથી જ ધર્મ અને નીતિનું જ્ઞાન મળ્યું છે.ધર્મ અને નીતિ જ્યારે બિઝનેસ સાથે જોડાય ત્યારે તે ધંધાને ચાર ચાંદ લાગે છે.સ્વભાવે શાંત અને નિખાલસ અર્જુન સવારથી રાત સુધી પોતાના બિઝનેસમાં સખત અને સતત મહેનત કરે છે. બિઝનેસમાં પિતાની ઘણી ખરી જવાબદારી અર્જુને બખૂબી ઉપાડી લીધી છે.

આવનારા વર્ષોમાં અર્જુન ધાનક ગોલ્ડ જ્વેલરી બિઝનેસને દુબઈ તથા અન્ય ક્ધટ્રીમાં ટોપ ઉપર લઈ જવા માંગે છે. કંઝ જ્વેલરમાં જ્યારે તમે પગ મૂકો ત્યારે ખૂબ બધા ગ્રાહક ગ્રાહકોથી ઘેરાયેલા અર્જુન ધાનકને શાંત રીતે અને તમામ ગ્રાહકોને સંતોષ મળે તે રીતે ડીલ કરતા જોતા ભવિષ્યના મોટા ગોલ્ડ જ્વેલરી ડીલર ડિસ્ટ્રિબ્યુટરને જોયાની પ્રતીતિ થાય. ખૂબ ઉજજવળ ભવિષ્ય સાથે કંઝ જ્વેલર્સને નવા આયામ સર કરતા આપણે જોઈ શકીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button