ઉત્સવ

અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૫: ચન્દ્રકાંત શાહ

આજે આટલું જ -શોભિત દેસાઈ

ટોટલ એક્વિટી. નેટ વર્થ અને વંકાતા રસ્તાનો ટ્રાયેન્ગલ
આપણું હતું, એ બધું ખોવાનું આટલું ગણિત અને એ જ એનો એંગલ
Cruising on a Scenic road now…
રીઅર વ્યુ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલે કે
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું…
આપણે હતાં
ને હતું ટુ-કાર ગરાજ હોમ
પા એકર લૉન
પેઇવ્ડ ડ્રાઇવ-વે
Living room_ family room
તથા
ડિઝાઇનર કિચન

કિચનમાં ઇન્ડિયાથી લાવેલી
સોળ આની શુદ્ધ. એક જાણીતી માનીતી.
કોરી ને કટ્ટ, સાવ પેટીપૅક, બ્રાન્ડ ન્યુ પત્ની
આપણે લઇ આવ્યા’તા પત્ની
પણ પિયરથી પત્ની લઇ આવી’તી
એક આખ્ખે આખ્ખો માણસ એના પર બેસે ત્યારે માંડમાંડ બંધ થાય એવી દડા જેવી, ઠાંસોઠાંસ
બબ્બે બેગો

જેમાં
સેલાં ને સાડીઓ
ને ચણિયાની નાડીઓનું બંડલ
પોન્ડ્સ કીમની બોટલ
માથાની મહેંદી ને પગનાં ઝાંઝરિયાં
એક ડઝન બટવા અને બે ડઝન સેન્ડલ

તથા
ખખડે નહીં ખાસ એટલે
છાપાની પસ્તીમાં વીંટેલાં
વેલણ પાટલો
સાણસી દસ્તો
કથરોટ કડાઇ,
તવેથો ખાંડણી
મસાલાનો ડબ્બો ને રોટલીનો ડટ્ટો
અથાણાની બરણી ને ચા માટે ગરણી
ઇડલીની જાળી ને ઢોકળાંની થાળી
અને ભજિયાં ને ગોટા ઉતારવાનો ઝારો
તથા
એક પ્રેસર કુકર અને કુકરની એકસ્ટ્રા રિંગ્સ, વાલ્વ્ઝ,
અને વ્હીસલ્સ

ગણેશની નાનકડી મૂર્તિ
માતાજીની છબી
અને
દહીં માટે મેળવણની ડબી

આપણે લઇ આવ્યા’તા પત્ની. નવોઢા, અર્ધાંગના
પણusના Custorns through આ અર્ધાંગના લઇ
આવી‘તી
ગોદરેજનો આખેઆખો કબાટ
અને પિયરનું અડધે અડધું રસોડું

આપણો ય પોતાનો મારિયો હતો
ને હતા ક્યાંક ક્યાંક મારિયો બ્રધર્સ
કોઇક કોઇક મારિયોને સિસ્ટર હતી
તો હતી ક્યાંક ક્યાંક મારિયો સિસ્ટર્સ.

લામાઝ ક્લાસથી શરૂ થયેલી
મા બનવાની રોમાંચક

ourney Play school સુધી
Full speed પકડે છે
જ્યારે Mom બને છે જ

Soccer Mom
with a special T shirt-
I don’t have a life- my son plays soccer
Sports

અને soccerનિું તો હતું જ American વરદાન
ઉપરથી આપણને દેશી હોવાનો પણ શ્રાપ
-એટલે

Math Class
Bharat Natyam
Spelling Bee
Art Class
PathShala
Sunday School


શિશુભારતી ગુજરાતી
અને એમ કરતાં કરતાં
Soccer Mom Taxi Mom
ધીરેધીરે બની જતી

Hovering around Helicopter
Mom

અને પછી –

College applications scholarships
India માં ભણવા જતા ત્યારે બાપાને
collegeનું નામ પણ ખબર નહોતી
પણ અહીં
Multiple States_Multiple Campus visits
પછી The college moving Weekend
અડધી જિંદગી Hustle Hustleકરી જેને પાંખો બનાવી
આપી
એ તો ફડડડડડ ફડડાક! કરી ઊડી ગયા

પછી ઊપડયા’તા આપણે.

પંદરેક વરસ જૂની

station wagon“p Rear-view
Mirror મિાં
પાછળનો દશયૂ બ્લોક થઇ જાય એમ boxes ‘f boxes
ભરીને
Kids college ગયાના excitementમિાંં
ઘેર પાછા ફરતા અચાનક Realize થતું-

AND YOU COULD NEVER REMEMBER
which box you packed your heart in! !હજુ તો એનું સેમિસ્ટર શરૂ પણ નથી થયું અને
આપણી ખખડધજ ટોયોટા કેમરી પર લાગી જતું
ફલાણી ફલાણી Universityનું sticker

રીઅર વ્યુ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલું કે–
આપણું હતું જે બધું,
એ હવેથી આપણું ન હોવાનું..

વધુ આવતા રવિવારે
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો