ઉત્સવ

એઆઈ ટુલ્સ: આઈએ આપકા ઇન્તજાર થા…

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

Android એપ્લિકેશનની દુનિયામાં ઘણા બધા અપડેટ્સ બાદ ટેકનોલોજી હવે એક નવા મીડિયા પર ધીમે ધીમે સ્વીચ થઈ રહી છે જેનું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જેમ જેમ નવી શોધ અને રિસર્ચ બાદ પરિણામોથી દરરોજ નું જીવન ટેકનોલોજી આધારિત બનતું ગયું એમ હવે યુગ ઓટોમેશન ટેકનોલોજી આવે એ વાત તો નથી છે. એક હકીકત એ પણ સ્વીકારી પડે કે એ ટેકનોલોજી ને મેન્યુપુલેટ કરવા માણસની જ જરૂર પડવાની છે. કામ ભલે ઓટોમેટિક થશે પણ ઇનપુટ માટે તો કાયમી ધોરણે માણસની જરૂરિયાત રહેવાની. બીજી તરફ ડેટા ક્રિએટિવિટી અને મેનેજમેન્ટ બાબતે ટેકનોલોજી હજી એટલી વ્યવસ્થિત નથી જેટલું એક વ્યક્તિ દૈનિક ધોરણે આઉટપુટ આપી શકે છે. ઓનલાઇન ફાઈલ બનાવી સહેલી છે, પરંતુ ઓફલાઈન કોઈના ફાઈલ ફોલ્ડર સાચવવા એ કોઈ રોબોટનું કામ નથી. તેમ છતાં ચેટ જીપીટી અને એઆઈ બાર્ડ થકી ઘણી બધી સામગ્રી કેટલાય અંશ સુધી પરિવર્તિત થઈ ગઈ. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી કેટલાક એવા ટુલ્સ વિશે માહિતી મેળવીએ જે ખરા અર્થમાં દૈનિક ધોરણનું કામકાજ સરળ બનાવી આપે છે.

 ચેટ જીપીટીમાં લોગીન થયા બાદ જે પ્રશ્ર્ન પૂછો એના સટાસટ જવાબ આપે એ ટાઈપનું આખું ઓટોમેશન મશીન તો આપણે સ્ક્રીન સમક્ષ જોયું છે. ઓનલાઇન ચેટ જીપીટી પછી એમાં પૂછવામાં આવતા દરેક સવાલ જવાબ ઘણી લાંબા વિષય લક્ષી માહિતીનો મહાસાગર સ્ક્રીન ઉપર છલકાઈ જાય એ હદ સુધીનું કામકાજ અહીં થયું છે. જ્યારે ગૂગલ ટીવીમાં એવી ઘણી બધી એપ્લિકેશન જે માણસનું કામકાજ ઘણું આસાન કરી આપે છે. આ પછી બીજા ક્રમે આવે છે ડેલ ઈ ટુ. જેમાં ઇનપુટ તરીકે ટેક્સ્ટ નાખ્યા બાદ સરળતાથી ઈમેજ જનરેટ કરી શકાય છે. ખાસ વાત એ નોંધવા જેવી છે કે એમાં પેઇડ એપ્લિકેશન હોવાથી ખીસું થોડું ખાલી કરવું પડી શકે છે. બાકી જનરેટ થયેલી ઈમેજને યુઝ કરી શકાય છે. તૈયાર એપ્લિકેશન ઇમેજમાં ક્યાં યુઝ કરી શકાય એ ડેટા પર નિર્ભર કરે છે. રાઇટિંગને ક્રિએટિવ બનાવવા માટે તેમજ એરર ફ્રી કરવા માટે આમ તો વર્ડ ડોક્યુમેન્ટ અત્યાર સુધી જાણીતું હતું. પણ હવે બેસ્ટ કોન્ટેન્ટ ક્રિએટ કરવા માટે ચેટ ફ્યુલ વાં ઘણું સારું ટુલ્સ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ઘણો સમય પણ બચાવી શકે છે.

કોમન મેસેજ અને જરૂરી પ્રાથમિક માહિતીને વારંવાર ટાઈપ કરવા કરતાં ફ્યુઅલમાં સેટ કરીને રાખવાથી એક સારો બોટ બની શકે છે. જેમાં એક વખત અપડેટ કર્યા બાદ તે જે તે યુઝર સુધી એક જ પ્રકારની ઇન્ફોર્મેશન જે તે સમયે ગણતરીના સેક્ધડમાં આપી શકે છે. આ એક એવું ટુલ્સ છે જેમાં સામેની વ્યક્તિને એવું લાગે છે કે એપ્લિકેશન યુઝ કરનાર પોતે એની સાથે ચેટ કરી રહ્યો છે પરંતુ પ્રોગ્રામ બેઝ એપ્લિકેશન હોવાથી તેમાં અગાઉથી ફિટ કરવામાં આવેલો ડેટા જ વારંવાર ચેક થકી માહિતીનું આદાન-પ્રદાન કરે છે. ટૂંકમાં જેટલું લેસન અહીં સ્ટોર કરવામાં આવ્યું હોય એટલા માટે જવાબ આપશે. કોર્ષ બહારના પ્રશ્ર્નો કરશો તો ગૂંચવાઈ જશે. ઈમેજ પરની ક્રિએટિવિટીના અવકાશ નહીં, પરંતુ અનોખા દ્વાર ઉગાડતી વેબસાઈટ એટલે વીજેન એઆઈ. જેમાં તૈયાર થીમને ઉપાડી ડાયરેક્ટ એડિટ કરી બેસ્ટ વસ્તુ બનાવી શકાય છે. ડિજિટલની દુનિયામાં કંઈક અલગ રીતે અને ફંકી કહી શકાય એવું ટુલ્સ હોય તો ઈમેજ ક્રિએટિવિટી માટે દશલયક્ષ બેસ્ટ છે. જુદા જુદા નેચરલ રિસોર્સિસ પાછળ અને નેચરની ફોટોગ્રાફીમાં થોડું ઘણું એડિટ કરીને બેસ્ટ બનાવવાની તૈયારી હોય તો ફોટોર ધી બેસ્ટ એપ્લિકેશન છે. પણ આના માટે પણ થોડા પૈસા ખર્ચવા પડશે આ એપ્લિકેશન કોઈ કાળે ફ્રી નથી.

કોઈપણ બિઝનેસ નામ અને લોગો વગર અધૂરો છે આમ તો પ્રાથમિક જરૂરિયાત કોઈપણ બિઝનેસના પાયામાં પૈસા અને મૂડીરોકાણ હોય છે પણ જે રીતે માર્કેટમાં બ્રાન્ડ બનવી જોઈએ એ માટે પહેલા નામ અને લોગોની જરૂરિયાત પડે આ નામ અને લોગો માટે બ્રાન્ડમાર્ક આઈઓ બેસ્ટ વેબસાઈટ છે જે જુદા જુદા આર્ટિસ્ટિક વેમાં લોગો બનાવી આપે છે. પ્રાથમિક નોલેજ હોય તો ઘર બેઠા લોગો બની શકે પણ મર્યાદા એ છે કે ઓરિજનલીટી માટે ઘણી મહેનત કરવી પડે જે આના તૈયાર ટુલ્સમાં ન મળી શકે. બ્રાન્ડ નેમ ને લઈને ઘણી બધી મૂંઝવણ ચાલી રહી છે મનમાં તો નેમલિંક્સ પર પહોંચો. જે માત્ર જે બિઝનેસ કરવો છે એનો એક વિષય લખી દેવાથી લાખોની સંખ્યામાં એવા નામ સજેસ્ટ કરશે જેનો કોઈ બીજી ભાષામાં પણ સારો અર્થ નીકળે છે, આ ઉપરાંત શબ્દો પણ એટલા ક્રિએટિવ આપશે કે ઓન સ્પોર્ટ લોકો બનાવવાનું મન થઈ જશે.

જોકે જુદા જુદા દેશમાં બોલાતી જુદી જુદી ભાષાઓમાં એ સબ્જેક્ટ ક્યાં કેવી રીતે કનેક્ટ થાય છે એ પણ જાણવા અને શીખવા જેવી વસ્તુ છે. આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે તે વિષય વસ્તુનું તેમ જ સર્વિસનો એટલો મોટો મહાસાગર છે કે જે તે વિષયમાં એની યાદી તૈયાર કરીએ તો કેટલીય વેબસાઈટની ડિરેક્ટરી બનાવી શકાય. જેમાં જે તે વિષયને સંબંધિત ટુલ્સ તૈયાર મળી રહે અને કોઈ જ પ્રકારના વોટરમાર્ક કે લોગો વગર ડાયરેક્ટ યુઝ કરી શકાય.
પ્રાથમિક વાત એ પણ જાણી લેવા જેવી છે કે આ દરેક સર્વિસમાં તે મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી પૂછશે એટલે ધ્યાન રાખીને આનો યુઝ કરવા જેવો છે બીજી પણ એક વાત છે કે એવી કોઈ ઇન્ફોર્મેશન અહીંયા શૅર ન કરીએ જેના કારણે પછીથી મુશ્કેલીમાં મૂકવાનો વારો આવે.
આઉટ ઓફ ધ બોક્સ
હવે તો સરળતાથી કોઈ પણ ભાષાનો અનુવાદ કરી શકાય છે, પરંતુ ભાવનાઓનું ટ્રાન્સલેશન થઈ શકે એવું ટુલ્સ તો ગૂગલ ને પણ નથી મળતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button