ઉત્સવ

લોકસભાની ચૂંટણીની ઈંતેજારી, ચૂંટણી પંચે પડદા પાછળ તૈયારીઓ કરી દીધી…

૨૦૧૯ની ચૂંટણીમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે ખર્ચની રકમમાં ધરખમ વધારો થઈ શકે…

વિશેષ -લોકમિત્ર ગૌતમ

દેશમાં લોકસભાની ચૂંટણી ક્યારે યોજાય તેની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે વહીવટી પ્રશાસન દ્વારા તેની તૈયારીઓ પૂરજોશમાં હાથમાં
ધરી દીધી છે. દેશમાં અઢારમી લોકસભાની ચૂંટણીની જાહેરાતને લઈને હવે દોઢ મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ચૂંટણીની તારીખ નજીક આવતા દેશના દરેક રાજકીય પક્ષોએ વિજય મેળવવાની તૈયારી એટલે કે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે.

રાજકીય પક્ષોની સાથે-સાથે અઢારમી લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચ પણ ગયા મહિનાથી દેશનાં રાજ્યોમાં તાબડતોડ મહત્ત્વની બેઠક સાથે ચૂંટણી મશીનરી સાથે બેઠક કરી રહ્યું છે, જેથી ચૂંટણી પહેલા દરેક વ્યવસ્થા અને તૈયારીઓ થઈ જાય.

માત્ર ઉત્તર પ્રદેશમાં જ ચૂંટણી પંચના અધિકારીઓએ છેલ્લા ચાર મહિનામાં ત્રણ કરતાં વધુ વખત ચૂંટણીને લઈને યાત્રા કરી હતી.

હાલમાં લોકસભાની ચૂંટણીની તારીખ ભલે જાહેર કરવામાં આવી ના હોય, પણ ચૂંટણીની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે એ વાત નિશ્ર્ચિત છે, કારણ પણ સમજી લો ભારતની લોકસભાની ચૂંટણી દુનિયાની સૌથી મોટી ચૂંટણી પૈકીની એક છે.

વર્ષ ૨૦૧૯માં ૧૭મી લોકસભાની ચૂંટણી વખતે દેશમાં કુલ ૯૧ કરોડ મતદાતા મતદાન કરવાને પાત્ર હતા, જ્યારે ૨૦૨૪માં આ સંખ્યા વધીને ૯૫ કરોડ થઈ ગઈ છે.

મતદાન કરવા માટે લોકો માંડ ૬૭-૬૮ ટકા લોકો જ મતદાન કરે છે તેમ છતાં ચૂંટણી પંચને કુલ મતદારની સંખ્યાના આધારે અન્ય તૈયારી કરવી પડે છે.

સાત તબક્કામાં સમાપ્ત થયેલી ૨૦૧૯ની ચૂંટણીમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન કેન્દ્રોની કુલ સંખ્યા ૧૦,૩૫,૯૧૯ હતી, પરંતુ હવે તેની સંખ્યા વધીને ૧૧ લાખની આસપાસ થવાની શક્યતા છે.

બીજી મહત્ત્વની બાબત એ છે કે જો મતદાન કેન્દ્ર પર સરકારી મશીનરી તરીકે ૧૦ લોકોને પણ નિમણૂક કરે તો ફક્ત મતદાન કેન્દ્રોમાં અંદાજે ૧,૧૦,૦૦,૦૦૦ મેનપાવરની જરૂર પડે. આ તો ફક્ત એ લોકોની સંખ્યા છે, જે ચૂંટણી પંચ તરફથી ચૂંટણીની કામગીરી પૂરી કરવા માટે ઉપયોગ થાય છે. એના સિવાય મતદાન કેન્દ્રોની સુરક્ષા અને મતદાન કેન્દ્રોની બહાર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા ૬૦થી ૭૦ લોકોની જરૂરત હોય છે.

ભારતમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવા માટે ઓછામાં ઓછા ચારથી પાંચ કરોડ લોકોની જરૂર હોય એ અલગ વાત છે, જ્યારે બીજી વાત ચૂંટણી અનેક તબક્કામાં થાય છે, જેમાં એક જ વ્યક્તિ અનેક વખત ચૂંટણીના કાર્યકર્તાની રીતે કામગીરી કરે છે, જેને કારણે દોઢથી બે કરોડ લોકો આ ચૂંટણીની કામગીરી પૂરી કરે છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે આટલા બધા માનવબળ સાથે મશીનરીનો ઉપયોગ પૂરી દુનિયાના કોઈપણ ખૂણે આટલી વિશાળ માનવ મશીનરીનો ઉપયોગ નથી થતો.

વાસ્તવમાં ભારતની ચૂંટણી એક લોકતંત્રની અજાયબી સમાન છે. અનેક દેશોની વસ્તી પણ હોતી નથી, તેનાથી વધારે લોકો ચૂંટણીની કામગીરી પૂરી કરવામાં વ્યસ્ત રહે છે. આ વાતથી એક વાતનો અંદાજ લગાવી શકો છો કે ભારતીય ચૂંટણી કેટલા મોટા પ્રમાણમાં થાય છે. આ પ્રમાણ માત્ર લોકોની કામગીરી પૂરતા મર્યાદિત નથી.
ખર્ચના મુદ્દે પણ ભારતની ચૂંટણી હવે અમેરિકામાં થતી રાષ્ટ્રપતિ ચૂંટણીની માત્ર તુલના કરતા નથી, પણ એક વાત નક્કી છે કે આ વર્ષે ભારતમાં થનારી લોકસભાની ચૂંટણીનો ખર્ચ અમેરિકાની ચૂંટણી (રાષ્ટ્રપતિ) કરતાં સવાથી દોઢ
ગણા વધુ રહેશો તો નવાઈ રહેશે નહીં.

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ મુજબ વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ૨૦૧૯માં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીની તમામ ચૂંટણી પૈકીની સૌથી મોંઘી ચૂંટણી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચની રકમ એટલી વધુ હતી કે દક્ષિણ આફ્રિકાના અન્ય દેશોના રાષ્ટ્રીય બજેટ પણ આ રકમથી ઓછા હોય છે. તમારી જાણ ખાતર જણાવીએ તો પડોશી દેશ નેપાળની વાર્ષિક યોજનાની કુલ રકમ પણ આનાથી ઓછી હોય છે.

જોકે, આ વર્ષની લોકસભા ચૂંટણીમાં ૧,૦૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. જોકે સરકારી અંદાજ બહુ ઓછો છે. આ અગાઉ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં ચૂંટણી સંબંધિત ખર્ચ માટે ૩,૧૪૭ કરોડ રૂપિયા અને ચૂંટણી પંચ માટે ૭૩.૬૭ કરોડ રૂપિયાના બજેટનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પણ આ ખર્ચ બહુ ઓછો હતો, કારણકે વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ઇવીએમની જાળવણી માટે ૨૫ કરોડના ભંડોળની જોગવાઈ કરી હતી, જ્યારે ૨૦૨૩-૨૪ના બજેટમાં ખર્ચની રકમ વધારીને ૧,૮૯૧.૮ કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી છે, તેથી
ભારતમાં લોકસભાની ચૂંટણીનું ફલક કેટલું મોટું છે એનો અંદાજ લગાવી શકો છો.

ભારત લોકસભાની ચૂંટણીને દુનિયાના અનેક દેશ ‘વંડર ઑફ ડેમોક્રેસી’ તરીકે માને છે અને એ વાત પણ સાચી છે, કારણકે આટલી મોટી ચૂંટણીની વ્યવસ્થા દુનિયામાં બીજા કોઈ દેશમાં ક્યાય જોવા મળતી નથી. ભારતના બંધારણના અનુચ્છેદ ૮૩માં દર પાંચ વર્ષ પછી ચૂંટણીની વ્યવસ્થા કરી છે. ૧૭મી લોકસભાનો કાર્યકાળ ૧૬ જૂન ૨૦૨૪ના પૂરો થયા પહેલા એક વાર ફરી ભારતીય મતદાતાઓને ૫૪૩ લોકસભાના સભ્યોની ચૂંટવાના છે, જેથી આપણું વિશાળ લોકતંત્ર સરળ રીતે ચાલતું રહે. હવે જોવાનું રહેશે કે દેશમાં ક્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે, જ્યારે સત્તાનું સુકાન કોણ સંભાળશે એની પણ સૌને ઈંતેજારી રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…