ઉત્સવ

બ્લોકચેનના લાભ – ગેરલાભ આપણે ગયા સપ્તાહમાં ‘બ્લોકચેન’ શું છે એની સાદી સમજણ મેળવી. હવે એના ચોક્કસ લાભ-ગેરલાભોને પણ સમજી લઈએ

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

બ્લોકચેન વિશે એક મહત્ત્વની વાત એ સમજવા જેવી છે કે તે જટિલ હોવા છતાં રેકોર્ડ સાચવવાના વિકેન્દ્રિત સ્વરૂપને કારણે તેની ક્ષમતા અસીમિત છે. યૂઝર વપરાશકર્તા માટે અધિક ગોપનીયતા અને સુરક્ષિતતા છે- પ્રોસેસિંગ ફી ઓછી  છે અને  ભૂલ  પણ નહીંવત થાય છે. જો કે આમાં અમુક ગેરફાયદા પણ છે.સૌપ્રથમ આપણે લાભ સમજીએ.

લાભ

  • એમાં સચોટતા કારણે વેરિફિકેશનમાં માનવ દરમિયાનગીરી દૂર થાય છે.
  • થર્ડ-પાર્ટી વેરિફિકેશનની આવશ્યક્તા નાબૂદ થવાથી ખર્ચ ઘટે છે.
  • વિકેન્દ્રીકરણને લીધે માહિતી સાથે છેડછાડ કરવાનું કઠિન છે.
  • સોદા સુરક્ષિત, ખાનગી અને કાર્યક્ષમ રહે છે.
  • પારદર્શક ટેક્નોલોજી છે.
  • અસ્થિર અને અવિકસિત સરકારવાળા દેશોના નાગરિકો માટે બૅંકિંગનો વિકલ્પ પૂરો પાડે છે અને એમની અંગત માહિતી સુરક્ષિત રહે છે.
    ગેરલાભ
  • કેટલાક બ્લોકચેન્સ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીનો ખર્ચ
  • પ્રતિ સેકંડ ઓછા વ્યવહાર થાય છે.
  • ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એનો ઉપયોગનો થાય છે, જેમ કે ડાર્ક વેબ પર…
  • અધિકારક્ષેત્ર અનુસાર નિયમન બદલાય છે અનિશ્ર્ચિતતા રહે છે.
  • ડેટા સ્ટોરેજમાં મર્યાદાની છે.

બ્લોકચેનની સચોટતા
બ્લોકચેન નેટવર્ક પરના વ્યવહારો હજારોની સંખ્યામાં કમ્પ્યુટરો અને ડિવાઈસિસ દ્વારા મંજૂરી પ્રાપ્ત હોય છે. આને લીધે વેરિફિકેશન પ્રોસેસમાંથી લગભગ તમામ માનવ હસ્તક્ષેપની સમસ્યા દૂર થાય છે. પરિણામે માનવ ભૂલની સંખ્યા ઓછી થાય છે અને માહિતીનો સચોટ રીતે રેકોર્ડ રાખી શકાય છે. ધારો કે નેટવર્ક પર કોઈ કમ્પ્યુટરે કોઈક ગણતરીમાં ભૂલ કરી હોય તો એ ભૂલ માત્ર બ્લોકચેનની કોઈ એક જ કોપી બનશે અને નેટવર્ક પર બાકીના ચેન્સ એનો સ્વીકાર નહીં કરે.

ખર્ચમાં ઘટાડો
સામાન્ય રીતે, ગ્રાહકોને કોઈ વ્યવહારને વેરિફાઈ કરવા માટે કે કોઈ દસ્તાવેજ પર નોટરી પાસે સહીસિક્કા કરાવવા માટે બેન્કને પૈસા ચૂકવવા પડે છે, પરંતુ બ્લોકચેનમાં થર્ડ-પાર્ટી વેરિફિકેશનની આવશ્યક્તા નાબૂદ થાય છે. તેથી એની સાથે સંકળાયેલો ખર્ચ ઘટે છે.

દાખલા તરીકે, ધંધાદારીઓ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સ્વીકારે છે ત્યારે એમને નાની રકમની ફી ચુકવણીનો ખર્ચ થાય છે, કારણ કે બૅંન્કો અને પેમેન્ટ-પ્રોસેસિંગ કંપનીઓને તે વ્યવહારોને પ્રોસેસ કરવા પડે છે. બીજી બાજુ, બિટકોઈનને કોઈ કેન્દ્રીય ઓથોરિટી જેવું હોતું નથી અને તેમાં મર્યાદિત રકમની ટ્રાન્ઝેક્શન ફી હોય છે.

વિકેન્દ્રીકરણ
બ્લોકચેન (વિતરિત અને અપરિવર્તનશીલ લેજર) કોઈ એક કેન્દ્રીય લોકેશનમાં તેની માહિતીનો સંગ્રહ કરતું નથી. એને બદલે તે કોપી થઈને અનેક કમ્પ્યુટરોવાળા નેટવર્ક પર ફેલાય છે. બ્લોકચેન પર જ્યારે કોઈ નવો બ્લોક ઉમેરાય ત્યારે નેટવર્ક પરનું દરેક કમ્પ્યુટર એના બ્લોકચેનને અપડેટ કરે છે અને ફેરફાર નોંધાય છે. માહિતીને કોઈ એક કેન્દ્રીય ડેટાબેઝમાં સ્ટોર કરવાને બદલે સમગ્ર નેટવર્ક પર ફેલાવી દેવાથી બ્લોકચેન સાથે છેડછાડ કરવાનું વધારે મુશ્કેલ બની જાય છે.

કાર્યક્ષમ વ્યવહાર
કોઈ કેન્દ્રીય ઓથોરિટી મારફત કરાતા વ્યવહારને સેટલ થવામાં અમુક દિવસો લાગી જાય છે. દાખલા તરીકે, જો તમે શુક્રવારે સાંજે કોઈ ચેક ડિપોઝિટ કરો તો પણ તમે સોમવાર સવાર સુધી તમારા ખાતામાં પૈસા જમા થયેલા જોઈ શકતા નથી. નાણાકીય સંસ્થાઓ તો બિઝનેસ કલાકો મુજબ જ કામ કરે છે એટલે કે અઠવાડિયાના પાંચ દિવસ. જ્યારે બ્લોકચેન તો ચોવીસ કલાક, અઠવાડિયાના સાતેય દિવસ અને વર્ષના ૩૬૫ દિવસ કામ કરે છે.

કેટલાક બ્લોકચેન પર વ્યવહારો અમુક મિનિટોમાં જ પૂરા થઈ શકે છે અને સુરક્ષિત પણ રહે છે. સરહદ પારના વેપાર સોદાઓ માટે આ વિશેષ કરીને ઉપયોગી છે, કારણ કે એવા સોદાઓમાં જુદા જુદા ટાઈમ ઝોનને કારણે વધારે લાંબો સમય લાગતો હોય છે અને બધી પાર્ટીઓએ પેમેન્ટ પ્રોસેસિંગને ક્ધફર્મ કરવું પડે છે.
ખાનગી વ્યવહાર
ઘણા બ્લોકચેન નેટવર્ક પબ્લિક ડેટાબેઝ તરીકે કામ કરે છે. આનો મતલબ એ કે જેની પાસે ઈન્ટરનેટ કનેક્શન હોય તે નેટવર્કની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીની યાદી જોઈ શકે છે. યૂઝર્સ સોદાઓની વિગતો એક્સેસ કરી શકે છે, પણ એ સોદાઓ કરનાર યૂઝર્સ વિશેની માહિતી મેળવી શકતા નથી. બિટકોઈન જેવા બ્લોકચેન નેટવર્ક્સ સંપૂર્ણપણે નનામા હોય છે એવી ગેરસમજ પ્રવર્તે છે. વાસ્તવમાં એ બધા ઉપનામી હોય છે.

સુરક્ષિત વ્યવહાર
વ્યવહારનો એકવાર રેકોર્ડ નોંધાઈ જાય તે પછી એની સચ્ચાઈને બ્લોકચેન નેટવર્ક દ્વારા વેરિફાઈ કરવામાં આવે છે. વ્યવહાર કાયદેસર બને તે પછી એ બ્લોકચેન બ્લોકમાં ઉમેરાઈ જાય છે. બ્લોકચેન પરના દરેક બ્લોકમાં યૂનિક હેશ હોય છે, એટલે વ્યવહારને નેટવર્ક ક્ધફર્મ કરે તે પછી બ્લોક્સમાં ફેરફાર કરી શકાતા નથી.

પારદર્શકતા
મોટા ભાગના બ્લોકચેન્સ સંપૂર્ણપણે ઓપન-સોર્સ સોફ્ટવેર હોય છે. મતલબ કે દરેક વ્યક્તિ એનો કોડ જોઈ શકે છે. જે ઓડિટર્સને બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીઓની સમીક્ષા કરવાની સવલત પૂરી પાડે છે. તેમ છતાં, આ તે પણ દર્શાવે છે કે બિટકોઈનના કોડનું નિયંત્રણ કોઈ એક ઓથોરિટીને હસ્તક હોતું નથી. આને લીધે કોઈ પણ વ્યક્તિ સિસ્ટમમાં ફેરફાર કે અપગ્રેડનું સૂચન કરી શકે છે. બહુમતી નેટવર્ક યૂઝર્સ કબૂલ થાય કે અપગ્રેડ કરેલા કોડનું નવું વર્ઝન સુરક્ષિત અને ઉપયોગી છે તો જ બિટકોઈનને અપડેટ કરી શકાય છે.

બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીનું સૌથી મોટું જમાપાસું એ છે કે તે કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. વર્લ્ડ બૅન્કના અભ્યાસ મુજબ, અંદાજે ૧.૩ અબજ પુખ્તવયના લોકોના બૅન્ક એકાઉન્ટ નથી કે એ લોકો એમનાં નાણાં કે સંપત્તિની સાચવણીનાં કોઈ સાધન ધરાવતા નથી. વધુમાં, આવા લોકો મોટાભાગના વિકાસશીલ યા અવિકસિત દેશોમાં રહે છે, જ્યાં અર્થતંત્ર હજી પૂરતું વિકસ્યું છે અને ત્યાં બધાં વ્યવહારો રોકડમાં થાય છે. આ લોકોને ચુકવણી ભૌતિક-ફિઝિકલ રોકડમાં જ કરવી પડે છે. તેથી એમને પૈસા એમનાં ઘરમાં કે કોઈ અન્ય જગ્યાએ ખાનગી જગ્યાએ સંતાડી/સંઘરી રાખવા પડે છે.

બ્લોકચેન્સ માત્ર સંપત્તિ સંગ્રહ માટે જ ઉપયોગી છે એવું નથી. તે મેડિકલ રેકોર્ડ્સના સંગ્રહ માટે, પ્રોપર્ટી રાઈટ્સ તથા બીજા કાનૂની કોન્ટ્રાક્ટ્સના સંગ્રહ માટે પણ ઉપયોગી છે.

બ્લોકચેન્સની ખામી
બ્લોકચેન ટ્રાન્ઝેક્શન ફી ઉપર યૂઝર્સના પૈસા બચાવી શકે છે તે ખરું, તે છતાં આ ટેક્નોલોજી સાવ મફત તો નથી જ. દાખલા તરીકે, બિટકોઈન નેટવર્કની પ્રૂફ-ઓફ-વર્ક સિસ્ટમ, જે વ્યવહારોને પ્રમાણિત કરે છે, તેમાં મોટા પાયે કમ્પ્યુટેશનલ પાવરની જરૂર પડે છે. પાકિસ્તાન એક દેશ તરીકે વર્ષેદહાડે જેટલી એનર્જીનો વપરાશ કરે છે તેટલી એનર્જી બિટકોઈન નેટવર્ક પરના કરોડો ડિવાઈસિસ વાપરે છે. આના ઉપાય શોધવામાં આવી રહ્યા છે, જેમ કે, સોલાર પાવરના ઉપયોગ માટે બિટકોઈન-માઈનિંગ ખેતરોની રચના, વિન્ડ ફાર્મ્સમાંથી એનર્જીનો વપરાશ વગેરે.

સ્પીડ ને ડેટાની ગતિ
બ્લોકચેનમાં સંભવિત અક્ષમતાઓ માટે બિટકોઈન પરફેક્ટ કેસ સ્ટડી છે. બિટકોઈનની સિસ્ટમ બ્લોકચેનમાં નવા બ્લોકના ઉમેરા માટે આશરે ૧૦ મિનિટનો સમય લે છે. આ દરના આધારે એવો અંદાજ લગાડવામાં આવે છે કે બ્લોકચેન નેટવર્ક પ્રતિ સેકંડ માત્ર ત્રણ વ્યવહારને જ સંચાલિત કરી શકે છે. જ્યારે ઈથેરિયમ જેવી અન્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન કરતાં વધારે સારી રીતે કાર્ય કરે છે.

ગેરકાયદેસર પ્રવૃત્તિ
એ વાત ખરી છે કે બ્લોકચેન નેટવર્ક પરની ગુપ્તતા યૂઝર્સને હેકિંગ સામે રક્ષણ આપે છે. તેમ છતાં નેટવર્ક પર ગેરકાયદેસર ટ્રેડિંગ અને પ્રવૃત્તિઓને છૂટ મળે છે. કેફી દ્રવ્યોના ગેરકાયદેસર વ્યાપાર માટે અને મની લોન્ડરિંગ માટે તેના ઉપયોગની સંભાવના નકારી કાઢવામાં નથી આવતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…