ઉત્સવ

નવા વર્ષે વેપારમાં તાજગી ઉમેરીએ તો?

જવાબમાં તમે કહેશો : તો..તો સોનામાં સુગંધ પણ આવી સુગંધ લાવશું કઈ રીતે?

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

આજે વર્ષ ૨૦૨૩નો છેલ્લો દિવસ… આપણે આવનારા વર્ષ માટે ઘણું વિચારી રાખ્યું હશે. વર્ષનું આગમન નવી ઉર્જા લઈને આવે છે. વીતેલા વર્ષને ભૂલી નવી શરૂઆત કરવાનો સમય એટલે નવું વર્ષ.

નવા આયોજનો- નવાં સંકલ્પો કરવાનો સમય એટલે નવું વર્ષ. આપણે નવા વર્ષ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે તેને લોકો સમક્ષ નવા અવતારમાં આવવાની તક તરીકે જોઈએ છીએ.
સામાન્યત: આપણે જયારે વ્યવસાયના ધ્યેય નવા વર્ષ માટે નક્કી કરીએ ત્યારે કેટલું ટર્નઓવર કરીશુ કે પછી નવી લાઈન શરુ કરીશુની વાતો આવરી લઈએ છીએ, પણ શું આ વાત આપણા વેપારને નવો અભિગમ આપે છેનાવીન્યતા આપે છે?

 વેલ, આવનારા વર્ષમાં વેપારની વૃદ્ધિ માટે વિચાર જરૂરી છે,  પણ તમારી હયાત બ્રાન્ડમાં નાવિન્યતા લાવવી વધુ જરૂરી છે, કારણ તે ના ફક્ત તમારા હયાત વેપારને સંભાળશે, પણ તેને વધારવામાંય  મદદ કરશે.

નાવીન્યતા એતલે કે ફ્રેશ અપ્રોચ જેને આપણે કહીયે છીએ તે જરૂરી છે, કારણ કે માણસ સહજ સ્વભાવ છે કે તેને હંમેશા કશુંક નવુ જોવું છે- જોઈએ છે- જાણવું છે. આપણે કોઈકને મળીયે ત્યારે પુછીએ છીએ : શું નવુ જાણવા જેવું
છે…?’ આ જ કારણ છે કે આપણો વોર્ડરોબ થોડા થોડા સમયે નવા કપડાથી બદલીએ છીએ. આજ કારણ છે કે રેસ્ટોરાં થોડા થોડા સમયે પોતાનાં મેનુ બદલાવે છે. આપણા માર્કેટિંગમાંય એવું છે. બ્રાન્ડ માટે નાવીન્ય આવશ્યક વ છે. એને લાવવાનું મહત્વનું કારણ તે કે, તમારી પાસે લોકોને નવુ કહેવા માટે નવી વાત હશે. કોઈપણ વેપાર કે બ્રાન્ડની મર્યાદા હોય. તમારું ઉત્પાદન કે
સેવા તેજ રહેવાના છે, લોકોએ તે વાપર્યું છે અને અનુભવ્યું છે. આ ઉપરાંત તમે એકની એક વાત અલગ રીત કેટલી
વાર કરી શકો,જેથી તમારા ગ્રાહક તમારી સાથે-તમારી પાસે જ રહે. એમને પકડી રાખવા પડ્શે,જેથી એ તમારા પ્રતિસ્પર્ધી પાસે ન જાય માટે તમારે સમયે સમયે કંઈ ને ક્ંઈ નવું લાવવાની જરૂર છે.
ગુગલનું ઉદાહરણ લો.. સૌથી વધારે જો કોઈ વેબ સાઈટ સર્ફ થતી હશે તો તે ગુગલ છે. દિવસમાં તમે ઘણી વખત તેના પર જતા હશો તો સ્વાભાવિક છે કે તમે તેના ઇન્ટરફેસથી કંટાળી પણ જાવ અને આમ ન થાય તેથી ગુગલ પોતાનું ઇન્ટરફેસ મહાન વ્યક્તિઓના જન્મદિન નિમિત્તે- ઉત્સવો દરમિયાન -અમુક મોટી ઇવેન્ટ હોય ત્યારે એને અનુલક્ષીને બદલે છે.

હવે પ્રશ્ન થશે કે તે નવુ શું હોઈ શકે? નવીનતાની વાત આવે ત્યારે સૌપ્રથમ આપણે બ્રાન્ડનો લોગો-
કલર-સ્ટેશનરી-વેબસાઈટ- પેકેજીંગ વગેરે બદલવાની કોશિશ કરીયે. આ પણ એક પ્રકાર છે બ્રાન્ડમાં નવીનતા લાવવાની,જેની લોકો નોંધ પણ લેશે. આ ઉપરાંત, અમુક વાત તમારે એવી વિચારવી પડશે,જે તમારી બ્રાન્ડને અને વેપારને નવો તાજગી ઉમેરી શકે.

એવી ઘણી કંપનીઓ હશે ,જે તમે કરો છો તે કરતી હશે. એને આપણે પ્રતિસ્પર્ધી તરીકે ઓળખીયે છીએ. સૌપ્રથમ એક ટેબલ બનાવો, તમારા સ્પર્ધકને પ્રથમ કોલમમાં સૂચિબદ્ધ કરો, જેટલા પરિબળોને
આવરી શકાય તે બધાનો સમાવેશ કરો. ઉદાહરણ તરીકે, કિંમત, પેકેજીંગ, ડિસ્ટ્રીબ્યુશન, એડવર્ટાઇઝિંગ મેસેજ અને માધ્યમો, ઉત્પાદનોના ફીચર્સ વગેરે. આ તમને તમારા બીજા સ્પર્ધકો શું કરે છે એ સરળ રીતે દર્શાવશે. તમે ક્યાં અલગ પડો છો અથવા તમારા સ્પએથી તમારાથી શું અલગ કરે છે અને તેના થકી એમને જો ફાયદો થતો હોય તો તે વાતને નોંધીને તમારામાં ઉમેરો.
તમારા બન્ને વચ્ચે અમુક વાત ચોક્કસ પણે અલગ હશે જ , જે તમને અને તમારા પ્રતિસ્પર્ધીને જોઈતા ઘરાકો આપે છે. આમ નવી વાત તમારા હયાત ઘરાકને તમારી સાથે જોડી રાખશે અને કદાચ તમારા પ્રતિસ્પર્ધીના ઘરાકોને તમે નવી વાતથી આકર્ષી પણ શકો.

તમે હાલમાં તમારો માલ કોને વેચો છો, તમારા સેગ્મેન્ટનો અભ્યાસ કરો. તમારા કસ્ટમર્સ શું ઇચ્છે છે અને એમની જરૂરિયાત શું છે તેની ખાતરી કરો. એમાં શુ બદલાવ આવ્યો છે તે પણ જાણો. સમય સાથે તમારો ગ્રાહક પણ બદલાઈ રહ્યો છે તેથી જો તમારી બ્રાન્ડમાં એની જરૂરિયાત પૂરી નહીં થાય તો એ તમને છોડતા અચકાશે નહીં …. આવી પરિસ્થિતિમાં કાં તો નવા સેગ્મેન્ટ ઉમેરો અથવા તો તમારા હયાત ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે તમારી પ્રોડક્ટમાં બદલાવ લાવો…
અત્યારસુધી તમે રાબેતા મુજબ તમારો માલ દુકાનમાં વેંચતા હતા.

આજે ગ્રાહકો સુપર માર્કેટમાં, ઓનલાઈન અને સોશ્યિલ કોમેર્સ પર ખરીદી કરે છે તો શું તમે તમારા ઉત્પાદનોને આ ચેનલોના સહારે વેચી ન શકો? એ દિશામાં વિચારો. તમારા ઉત્પાદનને તમારા ટાર્ગેટ ગ્રાહકો માટે વધુ ઉપલબ્ધ બનાવવા માટે વિવિધ સર્જનાત્મક તક વિશે વિચારો.

આ ઉપરાંત જો તમે તમારા ઉત્પાદનમાં કઈ નવું ઉમેરી શકો, તેમાં કોઈ ઇનોવેશન લાવી શકો તો તે ઘણું મદદરૂપ થશે. લોકો તેને નવા ઉત્પાદન તરીકે જોશે અને તેના વિષે વાત થશે. ઉદાહરણ તરીકે, તમે સાદી નુડલ્સ બનાવો છો પણ હવે મસાલા નુડલ્સ માર્કેટમાં લાવો. આ નવીનતા તમને તમારા ઉત્પાદન પૂરતી સીમિત પણ રાખશે અને નવીનતા પણ આપશે. આનાથે ઘરાકને ગુમાવવાનું જોખમ ઓછું હશે
અહીં આપણે ચર્ચેલી બધી વાત તમને નવીનતા આપી શકે છે લોકોને લાગશે કે તમે કંઈક નવું આપી રહ્યા છો …ગ્રાહકને હંમેશા નવું જોઈએ છે.એ નવીનતાથી આકર્ષાય છે. જો નવા વર્ષમાં તમે તમારી બ્રાન્ડમાં અને તમારા વ્યવસાયમાં થોડી તાજગીનો પરિચય આપશો તો તમારા ગ્રાહકને તો આકર્ષશેજ અને તમને પણ નવું
કરવાની તક મળશે.. તમે પણ ફ્રેશ થશો, બ્રાન્ડ ફ્રેશ થશે, ગ્રાહક ફ્રેશ થશે અને નવા વર્ષમાં તમારી પાસે લોકોનો સહજ પ્રશ્ન નવું શું છે?’ નો જવાબ પણ તૈયાર હશે…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ