હું સ્વયંસિધ્ધા
આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે
ઓમકાર ટેલિફિલ્મ્સ સ્ટુડિયોમાં ઓડિશન ટેસ્ટ માટે આજે ઘણા યુવાકલાકારો આવ્યા હતા. ડાયરેકટર રણજિત ચૌધરી આગામી સિરિયલ `હમ હૈ પ્રેમદીવાને’ માટે નવી હીરોઈનને પસંદ કરવાના છે, તે જાણીને દસ-બાર યુવતીઓ વેઈટિંગ એરિયામાં બેઠી હતી. દસમું નામ બોલાયું- પ્રિયા કૌર.
ઓડિશન રૂમમાં દાખલ થતાં પહેલાં પ્રિયાએ પોતાના વાહેગુરુજીના મનોમન દર્શન કરી એમનું સ્મરણ કર્યું, પછી બાજુમાં બેઠેલા સહુને એક મીઠું સ્મિત આપતાં ઓડિશન રૂમ તરફ આગળ વધી.
પ્રિયાના આકર્ષક વ્યક્તિત્વની નોંધ લેતા ડાયરેક્ટર રણજિતે કહ્યું-આપે પૂનાની ફિલ્મટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાંથી એ ગ્રેડ મેળવ્યો છે, અને બે સિરિયલમાં પણ લીડ રોલ કર્યો છે, મોડેલીંગ અને સ્ટેજ શૉ કરો છો. વેરીગુડ.
થેંકસ સર. આય બિલિવ ઈન બેસ્ટ. અને દરેક કામ હું ફુલ ડેડીકેશનથી જ કં છું. પ્રિયાએ સવિનય કહ્યું.
આ ઇન્ડસ્ટ્રીમાં તારો કોઈ ગોડ ફાધર?
નો સર, હું પોતે જ એપ્લાય કરું, હા મારા વાહેગુરુ મારી સાથે.
તમે લીડ રોલની સિરિયલ કેમ છોડી?
સર, ફોર સેક ઓફ માય સેલ્ફડીગ્નીટી.
અમારી ફિલ્મ કંપનીના રૂલ્સ તમે વાંચ્યા છે ને? શૂટિંગ ટાઈમમાં અમે બેદરકારી ચલાવી લેતા નથી. આઉટડોર શૂટિંગમાં તમારી સેફ્ટી કંપની સ્વીકારે છે,પણ કંપની સાથે ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર તમારે સહી કરવી પડશે. રણજિત ચૌધરીએ કહ્યું.
બાજુમાં બેઠેલા એક સિનિયરે કહ્યું-હમ આપકો દો સિચ્યુએશન બતાતે હૈ, આપ કોઈ ભી સિચ્યુએશન પર ડાયલોક લીખો, ઔર એક્ટ કરો.
આપ કો તીન મિનિટ દી જાતી હૈ. સિર્ફ તીન મિનિટ કા અભિનય.
યસ,સર. કહેતા પ્રિયાએ સિનિયરે આપેલો કાગળ હાથમાં લીધો.જેમાં લખ્યું હતું- 1) શહીદ થયેલા પુત્રની માતા.
2) શારીરિક શોષણનો સામનો.
પ્રિયાએ આપેલા સમયમાં સિયાચીનની સરહદે ફરજ બજાવતો પુત્ર વિનય શહીદ થઈને ત્રિરંગામાં લપેટાઈને ઘરે આવ્યો છે, તે હૃદયવિદારક પ્રસંગે પુત્રની શહીદીને છાજે તેવી વીરાંગના માતાનો અભિનય કર્યો.
વેરી ગ્રેટ પરફ્રોમન્સ. યુ આર સિલેકટેડ. કોંગ્રેચ્યુલેશન મિસ પ્રિયા.
આપણે સોમવારે મળીશું. રણજિત ચૌધરીએ કહ્યું.
હમ હૈ પ્રેમદીવાનેના ફિલ્મ શૂટિંગ લોંચ સેરેમનીમાં મુખ્ય હીરો અજય શર્મા સાથે પ્રિયા કૌર પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી.
અજય શર્મા અને પ્રિયાનું ટયુનિંગ અને અદાકારીની શ્રેષ્ઠતાને જોઈ પ્રોડયુસર , મ્યુઝિક કંપોઝિટર, ડે્રસ કોસ્ચ્યૂમ ટીમ બધા ખુશ હતા. પણ, પ્રિયાએ જોયું કે અજયજી રોમાંટિક સીન આપતાં સિરિયસ થઈ જાય છે. કયારેક કોઈ વિચારમાં ડૂબી જતાં એ સીનને રિટેક કરવો પડે છે. આવા મોટા સ્ટારને આવું કેમ થતું હશે?
એક વાર શૂટિંગના અવરમાં અજયે કહ્યું- પ્રિયા, હવે હિટ જોડી તરીકે બધા આપણને જુએ છે. ફર્સ્ટ મુવીમાં જ તારી ટેલેન્ટ ગ્રેટ કહેવાય.
અજયજી ખૂબ આદરભાવથી તમને એક સવાલ પૂછી શકું?
અજયે હકારમાં માથું ધુણાવ્યું- તમે તે દિવસે રોમાંટિક સીનના ડાયલોગને બદલે બીજું કંઈક બોલતા હતા, પછી એકદમ ગુસ્સે થઈને કેમેરામેન પર ભડકી ગયા. ડે્રસિંગ રૂમમાં આવીને તમે ખૂબ નશો કર્યો. શું થયું હતું એ દિવસે. યુ કેન શેર યોર ફિલિંગ્સ વીથ મી. પ્રિયાએ સૌહાદ્ર ભાવે કહ્યું.
પ્રિયા, મને છેહ દઈને ચાલી ગયેલી એક પ્રેયસી, જેને હું ભૂલી શકતો નથી. આ અજયે પોતાનું સર્વસ્વ જેને ચરણે ધરી દીધું હતું. અમેરિકામાં સેટલ થવા માટે એણે મને ત્યજી દીધો. હું જયારે કોઈ રોમાંટિક સીન કરું છું, ત્યારે એ મારા દિલોદિમાગ પર છવાઈ જાય છે. અને હું હતબુદ્ધિ થઈ જાઉં છું. અજયે દીનસ્વરે કહ્યું.
આય એમ સોરી અજયજી. પણ ભૂતકાળનું આ દુ:સ્વપ્ન છે, કયાં સુધી એમાં ડૂબશો. ગ્રેટ લીજેંડ રાજ કપૂર કહે છે તેમ જીના યહાં, મરના યહાં. સમયના વહેણમાં તરવું પડે- તેમાં ડૂબાય નહીં. આપણે મિત્ર બની શકીએ. કહેતા પ્રિયાએ મૈત્રી માટે હાથ લંબાવ્યો.
અજયે હાથ લંબાવતા કહ્યું- પ્રિયા સાચું કહું તો, મને પ્રેમનો કે દોસ્તીનો ડર લાગે છે.
અજયજી, મોહ બંધનમાં નાખે છે જયારે પ્રેમ મુક્તિ આપે છે. ભૂતકાળની ઘટના ભૂલીને જુઓ તો યે દુનિયા હસીન હૈ. પ્રિયાએ સસ્મિત ચહેરે કહ્યું.
યસ, વી આર ફ્રેન્ડસ ઓલવેઝ. કહેતાં બન્નેએ હાથમાં હાથ પરોવ્યા.
અજયજી, નો મોર નશા ઔર નો મોર મીસબીહેવીયર વીથ એની વન, નાવ. આય વોન્ટ ટુ સી યુ એઝ અ સુપરસ્ટાર.
પ્લીઝ બી વીથ મી, પ્રિયા.
અજય હવે વધુ શ્રેષ્ઠ કામ કરવા લાગ્યો. પ્રિયાને એક વાર પ્રપોઝ પણ કર્યું,ત્યારે પ્રિયાએ કહ્યું હમણાં મારે ઇન્ડસ્ટ્રીમાં મારી એક ઓળખ ઊભી કરવી છે. સો ગીવ મી સ્પેસ.
હમ હૈ પ્રેમદીવાને ફલોર પર જતાં પહેલાના વિશેષ શોમાં અજય અને પ્રિયાની એકિટંગના ખૂબ વખાણ થયાં.
રણજીત ચૌધરીએ પ્રિયાને એમના નવા પ્રોડકશનમાં પણ લીડ રોલની ઓફર કરી. પ્રિયાને એ જ સમયે બીજી એક મોટી ઓફર પણ આવી.
ઓમકાર ટેલિફિલ્મ પ્રોડક્ષન સાથે કોન્ટ્રાકટના હવે છ મહિના જ બાકી હોવાથી પ્રિયાએ નવી ઓફર સ્વીકારવાનું નક્કી કર્યું. નવા પ્રોડયુસર સાથે મિટિંગ ચાલુ હતી.
અજય અને પ્રિયાની હિટ જોડીના ફોટા ઈંસ્ટાગ્રામમાં ચમકવા લાગ્યા હતા.
મારી એક પ્રિયતમાએ છેહ દીધો પછી ચાર વર્ષે આ પ્રિયાએ મારો હાથ પકડ્યો છે. હવે એને હું મારી નજરથી દૂર ન કરી શકું. અજય પ્રિયા માટે પઝેશિવ થઈ ગયો હતો. રણજીત ચૌધરીને કહી જ દીધું કે નવી સિરિયલમાં પ્રિયા લીડ રોલમાં હશે તો જ હું કામ કરીશ. રણજિત ચૌધરીએ કહ્યું- પ્રિયાનો ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ પૂરો થાય છે, પણ હું એને ક્નટીન્યુ કરવા સમજાવીશ.
જુહુની તુલીપ સ્ટારમાં શનિવારે ડીનર લેતાં અજયે કહ્યું- નવી સિરિયલમાં આપણે ફરી સાથે લીડ રોલ કરીશું.
અજય યુ નો મારો ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ પૂરો થાય છે. આય એમ લુકિંગ ફોર અ બીગ ઓફર. પ્રિયાએ કહ્યું.
પ્રિયા, નો યુ કાન્ટ લીવ મી. આપણે સાથે જ કામ કરીશું,તું બીજા કોઈ સાથે કામ કરે એ મને મંજૂર નથી. અજયે સત્તાવાહી અવાજે કહ્યું.
અજય વી આર ફ્રેન્ડસ ઓલવેઝ. બટ યુ કાન્ટ બી સો પઝેસીવ. આપણે કલાકાર છીએ. રંગમંચ એ આપણો દેવતા છે. યુ કાન્ટ ડોમિનેટ મી લાઈક ધીસ. પ્રિયાએ કહ્યું.
જો તું મને પ્રેમ કરતી હોય અને લગ્ન અંગે સિરિયસલી વિચારતી હોય તો મારી સાથે જ કામ કર. નવી ઓફર સ્વીકારીશ ને તો… અજયે કહ્યું.
સાચા મિત્ર, સાચો પ્રેમ, ભાગ્યે જ મળે છે. પણ, જેને તમે ચાહો છો એને ઉડવા મુકત આકાશ આપો. અજયજી. મારા નિર્ણય હું જાતે જ લઉં છું. આય એમ અ સેલ્ફ મેઇડ સ્ટાર. હું સ્વયંસિધ્ધા નારી છું.
મને આમ ધમકી ન આપો. ઉ