ઉત્સવ

ખરા ખાનદાન ચોર…

ખાતર પાડવું એ પણ એક કળા છે. તક મળે તો ચોરભાઈઓ કુશળ જાદુગરની જેમ કેવી કેવી વસ્તુઓ અલોપ કરી દે એના કિસ્સા જાણવા જેવા છે

વ્યંગ -ભરત વૈષ્ણવ

 જુના જમાનામાં રાજકુમારોને રાજકાજની તાલીમ આપવામાં આવતી ,જેમાં તીરદાંજી, ઘોડેસ્વારી, તલવારબાજી,મુત્સદ્દીગીરી,વગેરે બધું ફરજિયાત શીખવું પડતુ. મોટા રાજકુમારને યુવરાજ ઘોંષિત કરવામાં આવતા , જે ‘કિંગ ઇન વેઇટિંગ’ કહેવાતો. એ યુવરાજ ઘણીવાર પીએમ ઇન વેઇટિંગ અડવાણીજીની જેમ  રાજા થવાની તકની બુલેટ ટ્રેન ચુકી જતો હતો! 

ઘણાનું નસીબ સૂર્યવંશી હોય છે એટલે કે મોડું જાગે છે. કેટલાકનું મધ્યાહ્ને તો કેટલાકનું તો સૂર્યાસ્તે જાગે . સમજોને કે દુકાન વધાવવાના સમયે મોટી ઘરાકી નીકળે. . ઇંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ એક્યાશી વરસે કિંગ ચાર્લ્સ તૃતીય બન્યા છે)
રાજકુમારને ચોસઠ કળામાં નિપુણ કરવા માટે સઘન, તલસ્પર્શી , સર્વગ્રાહી અને સર્વસમાવેશક તાલીમ આપવામાં આવતી, જેમાં રાણી સાથે ગૃહયુધ્ધમાં કાયમ હથિયાર મ્યાન કરવાની પણ તાલીમ એને મળતી હતી તેમ અમારો ચંદુ ચૌદસ કહે છે. તાલીમમાં મળતી એ ચોસઠ કળામાં ચૌર્ય કલા એટલે ખાતર પાડવાની કળા પણ શીખવાડવામાં આવતી કદાચ રાજકાજ જતું રહે અને આજીવિકાનો પ્રશ્ર થાય ત્યારે સ્વમાનભેર ચોરી કરીને બ્રેડ -બટર કે કેક કમાઇ શકે. કોઇની પાસે હાથ લંબાવવા કરતાં હાથ મરોડી ચંદ સોનામહોર કમાવવી શું ખોટું? હૈ…?!
પહેલાં ચોર લોકો પરંપરાગત પદ્ધતિએ ચોરી કરતા હતા. રાત્રે ગણેશિયાનો ઉપયોગ કરી ઘરમાં ઘૂ સી ચોરી કરતા હતા. ચોર એકલદોકલ રહેતા. જો કે એમઓયુ કરી બે-ત્રણ ચોર લોકો પોલીસની ભાષામાં ઇસમો ગેરકાયદે મંડળી રચીને ગુનાને અંજામ આપતા હતા ’
ચોર કરતાં ડાકુઓનું જયુરિડિકશન (ચોરીનો વિસ્તાર !) થોડો વધારે રહેતો હતો. ઘણીવાર હાઇફાઇ ચોરો ટ્રેન કે બસમાં બેસીને નહીં, પણ વિમાનમાં બિઝનેસ ટિકિટ પર ટ્રાવેલ કરી મેટ્રોપોલિટન શહેરમાં ચોરી કરવા આવે છે. ફાઇવસ્ટાર હોટલમાં રહે છે. ચોર લોકો હાઇફાઇ હાથભેરો કરીને ફલાઇટમાં પરત ફરે…!

બીજી તરફ, ઝારખંડમાં ઝાડ નીચે બેસી સોફટવેરની મદદથી દૂર બેઠેલા અમેરિકનને ચિટ પણ કરે છે. કોલ સેન્ટર ચલાવી ચોર લોકો બડા ખાના કમાય છે.

આવા એક ચિટરે તો ૧૦૯ કરોડ રૂપિયામાં મંત્રી-રાજયપાલ બનાવી આપવાનું બીડું પણ ઉઠાવ્યું હતું!

ચોરીનાઆ કિસ્સા પણ સાંભળી લો…
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં રહેતા અને ખાત્તેગાંવમાં ફરજ બજાવતા એક ડેપ્યુટી કલેકટર ત્રિલોચન ગૌડ સરકારી નિવાસસ્થાનને લોક કરી ફરજ પરના સ્થળે ગયેલા હતા. કદાચ એમણે લખ્યું પણ હતું કે ડેલીએથી પાછા વળજો મા શ્યામ(એટલે કે ચોર) મેં તો ઠાલા દીધા છે મારા બારણા!

સામે છેડે, ચોર પણ સાહિત્ય રસિક હશે… ક્રિકેટર નેટમાં પ્રેક્ટિસ કરે તેમ ચોરને પણ વોર્મ અપ મેચ રમવાની ઇચ્છા થઇ. ડેપ્યુટી કલેકટરના ઘરનું લોક તોડ્યું. ઇન્કમટેકસની જેમ ચપ્પા ચપ્પા મારા…ચોરને સંતોષ થાય તેવું કંઇ નગદનારાયણ કે ઘરેણાનારાયણ ન મળ્યા. એ પછી ચોરે ઘરની ખુરશી પર શુધ્ધ હિન્દી ભાષામાં લીટીવાળી નોટબુકના પાના પર એણે ઘરમાલિકને ધમકાવતા લખ્યું: અહીં કાંઇ લૂંટાવવા જેવું નથી તો લોક કેમ માર્યું?’ શનિ સીંગણાપુર જેમ દરવાજા ખુલ્લાં કેમ ન રાખ્યા…? ભવિષયમાં આ વાત ધ્યાનમાં રાખજો !

હમણા બિહારના બેગુસરાય જિલ્લામાં આવેલા બરૌની રેલવે સ્ટેશનમાં એક ટ્રેન થોડા સમય પહેલાં રિપેરિંગ માટે લાવવામાં આવી હતી. તસ્કરોએ ભોંયરું ખોદીને એ ટ્રેનના એન્જિનને ચોરી લઈને ભંગારમાં વેચી માર્યું ! નાખ્યું હતું. પોલીસ તપાસ પછી ૩ચોરને એન્જિનના પાર્ટસના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા.

આવી એક વધુ કિસ્સો વાંચો…બિહારમાં સાસારામ જિલ્લાના નાસરીગંજ ક્ષેત્રમાં આવેલા અમિયાવર ખાતેથી લોખંડના પુલની ચોરી થઈ છે.

આરા મુખ્ય નહેર ઉપર બાંધવામાં આવેલા ૬૦ ફૂટ લાંબા, ૧૦ ફૂટ પહોળા અને ૧૨ ફૂટ ઊંચા પુલને જેસીબી વડે ઉખાડીને કોઈ વાહનમાં ભરીને લઈ જવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, પ્રશાસન અને જળ સંસાધન વિભાગને આ ચોરી અંગે કોઈ જ અણસાર પણ નહોતો આવ્યો.

હમણા વિદેશમાં પણ આવી ચોરીનો કિસ્સો બન્યો છે..દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનની એક બંધ પડેલી સેક્ધડરી સ્કૂલનો ભવ્ય એન્ટ્રી ગેટ, હોલ, પાંચ કલાસ બે ટોઇલેટ, ફર્નિચર અને વીજળીનો સામાન,ઈત્યાદિ ચોરો છ મહિનાના ગાળામાં ક્ર્મશ: ચોરી ગયા.

જો કે, ચોરો ખાનદાન હતા. એ ચોરભદ્ર ચોર બધું ચોરી ગયા, પણ ત્યાની જમીન છોડી દીધી…એમનું જો ચાલત તો એ જમીન સુધ્ધાં સગેવગે કરી દેત…!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત