ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
સિનેમામાં અંગના પ્રકાર

ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે છે વગેરે વગેરે.. આનો અર્થ એવો કરી શકાય કે નાયિકાના અંગોની પ્રશંસા કર્યા વગર તેની પ્રશંસા કરવાનું શક્ય નથી. કેટલાક અંગોની પ્રશંસા વારંવાર કરવામાં આવી છે તો કેટલાક અંગો પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી છે. ફિલ્મોના ગીતો અને સંવાદોમાં જે રીતે અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની જાણકારી આપણે હવે પછીના ભાગોમાં મેળવીશું.

વાળ
વાળ, ઝુલ્ફો, ચોટલો અને લટ એ બધા એક જ વાળના નામ છે. ક્યારે વાળ ઝુલ્ફો અથવા થવા લટ બને છે તે નાયકના મૂડ પર આધાર રાખે છે. જો પહેલી મુલાકાત હોય તો હીરો નાયિકાના વાળને લટ કહી પ્રશંસા કરશે. ‘મારું હૃદય તમારી લટમાં ફસાઈ ગયું છે.’ હીરોનું એક કાર્ય પૂર્ણ થયું.

પછી જેમ જેમ પ્રેમ હીરોનો પ્રેમ વધતો જાય છે તેમ તેમ વાળની સાઈઝ વધે છે, પછી લટ ઝુલ્ફો બને છે, ઝુલ્ફો વધીને ઘટા (વાદળ) બને છે. હીરો વાદળો પાસેથી પ્રેમના વરસાદની અપેક્ષા કરવાનું શરૂ
કરે છે.

ક્યારેક હીરોને બદલે નાયિકા પોતે જ પોતાના વાળની પ્રશંસા કરવા લાગે છે, ‘મારે મારા કાળા વાળનું શું કરવું, સુંદરી, એમાં તારે શું કરવાનું છે? દરેક છોકરીના વાળ કાળા હોય છે. તમારા વાળ કાળા છે, એમાં નવું શું છે? એટલા માટે કહેવાય છે કે વ્યક્તિએ પોતાના વખાણ ન કરવા જોઈએ, તેનાથી મુશ્કેલી થઈ શકે છે. તમે વાળ વિખેરો, વાળ ઉડાડો વખાણ કરવાનું કામ હીરો પર છોડી દો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button