ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
સિનેમામાં અંગના પ્રકાર

ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા કરે છે વગેરે વગેરે.. આનો અર્થ એવો કરી શકાય કે નાયિકાના અંગોની પ્રશંસા કર્યા વગર તેની પ્રશંસા કરવાનું શક્ય નથી. કેટલાક અંગોની પ્રશંસા વારંવાર કરવામાં આવી છે તો કેટલાક અંગો પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી છે. ફિલ્મોના ગીતો અને સંવાદોમાં જે રીતે અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની જાણકારી આપણે હવે પછીના ભાગોમાં મેળવીશું.

ગાલ
નાયક જ્યારે જ્યારે નાયિકાની પ્રશંસા માટે ગીત ગાવા લાગે છે ત્યારે ઓછામાં ઓછી એક લાઈન તો એના ગાલો માટે ચોક્કસ જ ગાતો હોય છે. જેમ મીઠા વગર ખાવાનું અધુરું છે એવી જ રીતે ગાલોની ચર્ચા કર્યા વગર ગીત અધુરું રહી જાય છે. આમ તો ગાલ નાયકની પાસે પણ હોય જ છે, પરંતુ નાયિકાના ગાલોની વાત તો કંઈ અલગ જ છે. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી.

જેવી રીતે સાવનના અંધાને ફક્ત અને ફક્ત હરિયાળી જ દેખાતી હોય છે તેવી જ રીતે પ્રેમમાં આંધળા આપણા નાયકને તો ફક્ત ગોરા અને ગોરા જ દેખાતા હોય છે. કેમ કે સામાન્ય રીતે એવી માન્યતા અને પરંપરા છે કે નાયિકાના ગાલનો રંગ ગોરો જ હોય છે. નાયિકા ભૂલેચૂકે જો શ્યામળી હશે તો પણ એના ગાલ તો ગોરા જ હશે.

આંખો
ફિલ્મોમાં દર બીજું ગીત આંખો પર ગાવામાં આવી રહ્યું છે. ફિલ્મોમાં આંખ જોવાના કામમાં ઓછી અને મારવાના કામમાં વધારે આવતી હોય છે. તે આંખ વળી નાયિકાની હોય તો તે તીર પણ ચલાવતી હોય છે. તે જ તીરથી નાયક ઘાયલ થઈ જતો હોય છે. કેટલાક દિવસો પહેલાં એક નાયિકાએ આંખોથી ગોળી પણ મારી હતી. ફિલ્મોમાં નાયક અને ખલનાયક જ નથી લડતા હોતા, આંખો પણ લડતી હોય છે. જ્યારે આંખો લડતી હોય તો ઊંઘ ઉડી જાય છે, ત્યારે આંખો, આંખ નથી રહેતી. નૈના બની જાય છે અને પછી નૈનામાં શ્રાવણ-ભાદરવા આવી જતા હોય છે.
નાયિકાને બીજી તરફ નાયકની આંખથી ક્યારેય સંકટ રહેતું નથી, જ્યારે નાયકને તો નાયિકાની આંખોથી હંમેશા જોખમ રહેલું હોય છે. જો તે આંખો ‘ઝીલ સી ગહરી’ (નદી જેવી ઊંડી) હોય તો નાયક તેમાં ડૂબી જાય છે, કાળી-કાળી નશીલી હોય તો નાયક બાવરો બની જાય છે, દિવાનો બની જાય છે. હાલાંકી તેને પાગલખાનામાં ભરતી કરવામાં આવતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button