ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
સિનેમામાં ઋતુના પ્રકાર
ફિલ્મો પર ઋતુનો અને મોસમ પર ફિલ્મોનો પ્રભાવ પહેલેથી પડતો આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે વર્ષની ચાર ઋતુઓ હોય છે. ઠંડી, ગરમી, વરસાદ અને વસંત, પરંતુ ફિલ્મોમાં આ ચારેય ઋતુઓ જેવી દર્શાવવામાં આવે છે એવા જ આ મોસમ હોય એવું આવશ્યક તો નથી. ચાલો તો આપણે જોઈએ કે કેવા હોય છે ફિલ્મોમાં ઋતુઓના પ્રકાર-

વસંત
વરસાદની જેમ જ વસંત પણ ફિલ્મવાળાઓની પ્રિય ઋતુ માનવામાં આવે છે અને તેથી એક વર્ષમાં એકથી વધુ વખત આ ઋતુ ફિલ્મોમાં જોવા મળતી હોય છે. ફિલ્મી વસંતને સારી રીતે સમજવા માટે આપણે તેને ત્રણ ભાગમાં સમજવી પડશે.

વસંત, પાર્ટ-૧
એક નાની બાળકી ભાગીને જઈ રહી છે, કેમેરા તેની પાછળ દોડી રહ્યો છે અને અચાનક થોડી વારમાં કેમેરા સરસવના ખેતરોમાં પહોંચી જાય છે. જ્યાં સરસવના પીળા ફૂલો આવી ગયા હોવાથી અત્યંત સુંદર વાતાવરણ લાગી રહ્યું છે. અચાનક પાછો કેમેરા તે જ બાળકી પર આવે છે જે હવે બાળકી રહી નથી, યુવતી બની ગઈ છે. ખેતરમાં વસંત ઋતુ મહોરી રહી છે અને નાયિકા પર યુવાની મહોરી રહી છે.

એટલે કે વસંત, પાર્ટ-૧ નાયિકાને યુવાન બનાવવા માટે આવે છે. આને લીધે જ તે આખી ફિલ્મમાં ઉપરની વસંત ઋતુ ફક્ત એક જ વખત આવે છે. આમ તો દરેક નાયિકા વસંત ઋતુ આવે ત્યારે જ યુવાન થતી હોય છે, પરંતુ કોઈ નાયિકા વસંતના આગમન પહેલાં જ યુવાન બની જાય તો તે ફિલ્મમાં વસંત, પાર્ટ-૧નું આગમન થતું નથી, કેમ કે જે કામ માટે તેનું આગમન થવાનું હતું તે કામ તો પહેલાં જ થઈ ગયું છે.

વસંત, પાર્ટ-૨
વસંત, પાર્ટ-૨ એવી વસંત ઋતુ છે જે એક વખત આવે તો કાયમ માટે વસવાટ કરી નાખે છે, પછી તે પાછી જતી જ નથી. એકદમ હઝરતેં દાગની જેમ, જ્યાં બેસી જાય ત્યાં કાયમ માટે બેસી જ જાય. નાયિકા યુવાન થઈ ત્યારે વસંત હતી. ચાર મહિના પછી જ્યારે નાયિકા ગીત ગાઈ રહી હતી, ‘બાગ મેં કલી ખીલી બગિયા મહેકી, પર હાય રે અભી ઈધર ભંવરા નહીં આયા.’ ત્યારે પણ વસંત ઋતુ હતી. કેમ કે કળી, ભમરો, પતંગિયા વગેરે તો વસંત ઋતુના લક્ષણો છે. ચાર મહિના પછી જ્યારે નાયિકાની નાયક સાથે મુલાકાત થઈ ત્યારે પણ વસંત જ હતી. કેમ કે નાયકે નાયિકા પર એ ફૂલો ફેંક્યા હતા, જે વસંત ઋતુમાં જ ખીલતા હોય છે.

આમ વસંત પાર્ટ-૨ ફિલ્મવાળાઓ માટે એક બંધુઆ મજૂરની જેમ બંધુઆ વસંત છે. ગમે ત્યારે આ વસંત ઋતુને ફૂલો ખીલવીને તૈયાર જ રહેવું પડતું હોય છે. ખબર નહીં કે ક્યારે નાયક આદેશ આપી દે કે ‘બહારોં ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ.’

વસંત, પાર્ટ-૩
વસંત, પાર્ટ-૩ એટલે કે આ વસંત વાસ્તવમાં જેન્યુઈન (વાસ્તવિક) વસંત ઋતુ હોય છે. આ વસંત ઋતુ મનોજ કુમારની લગભગ દરેક ફિલ્મમાં પીળી પાઘડી, પીળી ચૂંદડી અને પીળા-પીળા સરસવના ફૂલો સાથે જોવા મળતી હોય છે.

આ વસંત ઋતુ સાર્વજનિક વસંત જેવી લાગતી હોય છે. કોઈ નાયકની ગુલામ હોતી નથી. આખા ગામ અને વાતાવરણ પર એકસાથે જોવા મળે છે.

આમ તો એક રીતે આ વસંત ઋતુ જ અસલી વસંતનો આભાસ આપે છે. ભલે આખા વર્ષમાં એક જ વખત આવતી હોય. આ શું કે નાયકે આલાપ લીધો, કોયલ ટહુકી અને વસંત આવી ગઈ. નાયિકાએ અંગડાઈ લીધી, પતંગિયું ઉડ્યું અને વસંત આવી ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button