ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

શિર્ષકના વિભિન્ન પ્રકાર
ફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું નામ પાડવામાં આવે છે. જ્યારે ફિલ્મોમાં આનાથી ઊંધું હોય છે, પહેલાં નામ રાખવામાં આવે છે અને ફિલ્મ પછી તૈયાર થાય છે.

ક્યારેક ક્યારેક ફિલ્મનું શીર્ષક ફિલ્મના કલાકારની ઈમેજ અને તેની છબિને ધ્યાનમાં રાખીને રાખવામાં આવતા હોય છે અથવા તો કહો કે રાખવા પડતા હોય છે. જેમ કે શમ્મી કપૂરની ફિલ્મનું શીર્ષક ‘જંગલી’ હોય તો ચાલી શકે છે, પરંતુ ‘દેવદાસ’ હોય તો નહીં ચાલી શકે. ‘દેવદાસ’માં દિલીપ કુમાર શોભે, શમ્મી કપૂર નહીં. આવી જ રીતે દિલીપ કુમારની ફિલ્મનું નામ ‘જંગલી’ રાખી શકાય નહીં.
ફિલ્મનું નામ ‘રૂસ્તમ-એ-હિંદ’ હોય અને તેમાં હીરો આમિર ખાન હોય તો સાંભળીને કેવું લાગે? અથવા તો ફિલ્મનું નામ હોય ‘દિલ’ અને તેમાં નાયક તરીકે દારા સિંહને લેવામાં આવ્યા હોય તો સાંભળીને કેવું લાગશે? જોકે આમ જોવા જાઓ તો દારા સિંહની છાતીમાં પણ દિલ છે. આમ છતાં તેમની ઈમેજમાં ક્યાંય દિલ સામેલ થઈ શકે નહીં, ફક્ત ફોલાદી શરીર જ આવી શકે છે. ફિલ્મોના નામ રાખતી વખતે ઉપરોક્ત બાબતોનું પણ ધ્યાન રાખવું અત્યંત આવશ્યક હોય છે, અન્યથા વીર રસની ફિલ્મમાં હાસ્ય રસનું નિર્માણ થઈ જઈ શકે છે.

ઠગ શીર્ષક
જેવી રીતે દુનિયામાં ઠગ હોય છે, એવી જ રીતે ફિલ્મોના નામમાં પણ ઠગ શીર્ષકો જોવા મળતા હોય છે. જેવી રીતે ઠગ તમારી સાથે ઠગાઈ કરે છે, તેવી જ રીતે ઠગ શીર્ષકો પણ દર્શકોની સાથે છેતરપિંડી કરતા હોય છે. સામાન્ય રીતે કાચી ઉંમરના દર્શકો આવા નામના શિકાર બનતા હોય છે. ‘પ્યાસી જવાની’, ‘જવાની કી ભૂલ’, ‘જવાની કી પ્યાસ’ વગેરે વગેરે ઠગ શીર્ષકની શ્રેણીમાં આવે છે.
વાસ્તવમાં આવી ફિલ્મોમાં ન તો જવાની હોય છે, કે ન તો કોઈ જાતની પ્યાસ હોય છે, ન તો કોઈ ભૂલ હોય છે. હોય છે તો બસ શીર્ષકની જાળ હોય છે. જેમાં નવો દર્શક ફસાઈને ઠગાઈ જાય છે. આથી જ ઠગોથી વધારે ઠગ નામ ધરાવતા શીર્ષકોથી સાવધાન રહેવાની
આવશ્યકતા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker