ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
શિર્ષકના વિભિન્ન પ્રકાર
ફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું નામ પાડવામાં આવે છે. જ્યારે ફિલ્મોમાં આનાથી ઊંધું હોય છે, પહેલાં નામ રાખવામાં આવે છે અને ફિલ્મ પછી તૈયાર થાય છે.

બખ્તાવર સિંહ જેવું શીર્ષક
જેવી રીતે સારું નામ ધરાવતો માણસ પણ ખરાબ માણસ નીકળી શકે છે, તેવી જ રીતે બહુ સારુું નામ ધરાવતી ફિલ્મ પણ એકદમ રેઢિયાળ નીકળી શકે છે. એટલે કે બખ્તાવર સિંહ નીકળી શકે છે. બન્યું એવું કે એક વખત મારા ગામમાં કોઈ બખ્તાવર સિંહજી આવવાના હતા. તેમનું નામ સાંભળીને મેં એક ભવ્ય અને દિવ્ય વ્યક્તિની કલ્પના કરી નાખી હતી. હું બધા કામ છોડીને બખ્તાવર સિંહની રાહ જોઈ રહ્યો હતો. જેવી રીતે અમિતાભ બચ્ચનના પુનરાગમન બાદ લોકો ‘મૃત્યુદાતા’ની રાહ જોઈ રહ્યા હતા તેવી જ રીતે. જ્યારે બખ્તાવર સિંહ આવ્યા ત્યારે તેમને જોઈને મેં કપાળે હાથ માર્યો હતો. સાડાચાર ફૂટની ઊંચાઈ ધરાવતા બખ્તાવર સિંહ લંગડા પણ હતા. નિર્માતા અનેક વખત પોતાની બધી ઊર્જા અને પ્રતિભા ફિલ્મનું નામ નિર્ધારિત કરવામાં જ લગાવી દેતા હોય છે અને પછી ફિલ્મની સફળતા પ્રત્ય નિશ્ર્ચિંત થઈ જતા હોય છે. આવી ફિલ્મો અનેક વખત ‘બખ્તાવર સિંહ’ જેવી સિદ્ધ થાય છે.

પ્રેમ કહાનીનો સંકેત આપતા શીર્ષક
કેટલાક શિર્ષકો પરથી ફિલ્મની થીમ ખબર પડી જતી હોય છે કે તે પ્રેમ કહાની છે કે પછી પારિવારિક ફિલ્મ છે. આવી જ રીતે કેટલાક શિર્ષક પ્રેમ કહાનીનો સંકેત આપનારા હોય છે. જેમ કે પ્યાર હી પ્યાર, દિલ, મોહબ્બત, ઈશ્ક ઈશ્ક ઈશ્ક, પ્યાર કિયે જા, મૈંને પ્યાર કિયા વગેરે વગેરે. આવી ફિલ્મોનો એક ઘણો મોટો અને વિશાળ દર્શક વર્ગ છે. યુવતીઓ દ્વારા ઠુકરાવવામાં આવેલો અને ઉપેક્ષિત પ્રેમીઓનો વર્ગ. આ વર્ગ પોતાની ઉપેક્ષાને કારણો શોધવા માટે આવી ફિલ્મો જોવા જતો હોય છે. પ્રેમીઓનો આ વર્ગ જ્યારે અંગ્રેજ બની જાય ત્યારે લવ ઈન શિમલા અને લવ ઈન ટોકિયો જોવા માટે જતો હોય છે. પ્રેમ ચાહે શિમલામાં થાય કે પછી ટોકિયોમાં, એક જેવો જ થતો હોય છે. ખાડામાં તમે રોહતકમાં પડો કે પછી રોમમાં પડો, માર તો સરખો જ લાગતો હોય છે. ઉ

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker