ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
લોકેશનમાં અલગ અલગ પ્રકાર

લોકેશન! … જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર એટલે કે પુલ, નદી, ઝરણાં, બગીચા વગેરે. કેટલીક જાણીતી અને પરિચિત, સેંકડો વખત જોવા મળેલા લોકેશન વિશે જાણકારી મેળવીએ

હૉસ્પિટલ
હૉસ્પિટલનું નામ પડતાં જ આ લોકેશનનાં અનેક દૃષ્યો આંખની સામે તરવરવા લાગતાં હોય છે. ડિલિવરી રૂમની બહાર પરેશાનીમાં આંટા મારી રહેલો પિતા, દરવાજા પર લગાવવામાં આવેલી લાલ લાઈટ, અંદરથી બાળકના રડવાનો અવાજ આવે, થોડા સમય પછી એક ડૉક્ટર બહાર આવીને મોં પરથી લીલી પટ્ટી ઉતારીને કહે છે કે ‘મુબારક હો, લડકા હુઆ હૈ.’ આ શબ્દો સાંભળીને ખુશીથી ઉછળી પડતો પિતા.

યાદ આવે છે કે ખલનાયક દ્વારા ઘાયલ દરદીને ઓક્સિજનની નળી ખેંચી કાઢીને મારી નાખવાનું દૃશ્ય. યાદ આવે છે ‘અમર, અકબર અને એન્થની’ ફિલ્મમાં એક અજાણી વૃદ્ધાને લોહી આપવાનું તે દૃશ્ય. તે જ વૃદ્ધા પછી તેમની માતા હોવાનું જાણવા મળે છે. યાદ આવે છે, એક ભાઈએ પોતાની બહેનના ઓપરેશન માટે ચોરી કરવાનું દૃશ્ય.

હોસ્પિટલ એક કરુણામય લોકેશન છે. દરેક લોકેશનનો પોતાનો એક મૂડ હોય છે. બગીચાના લોકેશનથી તમે દર્શકોને ડરાવી શકો નહીં અને સૂની હવેલીમાં રોમાન્સ દેખાડી શકો નહીં. જે મૂડનું લોકેશન હોય, તે જ મૂડના આધારે તે લોકેશન પર શૂટિંગ કરવામાં આવે તો તે લોકેશન પણ ફિલ્મને સહયોગ કરતું જોવા મળે છે. હોસ્પિટલ એવું લોકેશન છે જ્યાં એક કેરેક્ટર દુનિયામાં એન્ટ્રી લે છે અથવા તો આ દુનિયાથી એક્ઝિટ લે છે. આથી દિગ્દર્શકે બહુ સમજી-વિચારીને આ લોકેશનનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો તેને હંમેશા-હંમેશા માટે ફિલ્મ ઉદ્યોગથી એક્ઝિટ લેવાનો વારો આવી શકે છે.

બગીચો
બગીચો બે પ્રકારનો હોય છે, અસલી અને ફિલ્મી. અસલી બગીચામાં વૃદ્ધો અને વડીલો ફરતા જોવા મળતા હોય છે જ્યારે ફિલ્મી બગીચામાં યુવાન યુગલો મળતા હોય છે. અસલી બગીચામાં પ્રેમી પંખીડાઓ અંધારું થયા બાદ આવતા હોય છે, જ્યારે ફિલ્મી બગીચામાં તેઓ સૂરજના પ્રકાશમાં મળતા હોય છે.

બગીચામાં પ્રેમ કરવો એ મુગલ સંસ્કૃતિની દેન છે. અનારકલી સાથે પ્રેમ થતાં જ સલીમ સીધો એને બગીચામાં લઈ જતો હોય છે. તેના પછી તો પ્રેમીઓને માટે બગીચામાં મળવું એક પરંપરા સમાન થઈ ગયું છે. છોકરી, છોકરાને જોઈને જરાક હાસ્ય વેરે એટલે તરત જ આમંત્રણ આપવામાં આવે છે કે, ચાલ બગીચામાં જઈને એક યુગલગીત થઈ જાય. બંધ પડેલો ફૂવારો ફૂટી પડે છે. વાદળ, હવા, ફૂલ, ભમરો, પક્ષી બધા જ આળસ ખંખેરીને અચાનક સક્રિય થઈ જાય છે.

પ્રેમી-પ્રેમિકા સેન્સર બોર્ડ દ્વારા ખેંચવામાં આવેલી લક્ષ્મણ રેખા પર આવીને અટકી જાય છે. તે સમયે પછી પ્રેમી-પ્રેમિકા દ્વારા અધુરા છોડવામાં આવેલા કામ ફૂલ, પક્ષી અને ભમરો કરતા હોય છે. બે ફૂલ હવામાં લહેરાતા એકબીજાના ગળે વળગે છે. બે પક્ષીઓ એક બીજાની ચાંચમાં ચાંચ નાખે છે. એક ભમરો ફૂલમાં કેદ થઈ જાય છે. ધત્ નોટી ભમરો.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…