ઉત્સવ

સિનેમાની સફ્રર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

લોકેશનમાં અલગ અલગ પ્રકાર
લોકેશન! … જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર એટલે કે પૂલ, નદી, ઝરણાં, બગીચા વગેરે. કેટલીક જાણીતી અને પરિચિત, સેંકડો વખત જોવા મળેલા લોકેશન વિશે જાણકારી મેળવીએ.

મેળો
મેળો ફિલ્મમાં મુલાકાત અને વિખુટા પડવા માટે આદર્શ લોકેશન માનવામાં આવે છે અથવા તો એમ કહી શકાય કે ફિલ્મોમાં મેળો એટલા માટે જ લાગે છે કે તેમાં બે અજાણ્યા દિલ મળી શકે અથવા તો બે સગા ભાઈઓ વિખુટા પડી શકે. મેળામાં એક જલેબીની દુકાન, એક મોટું ચકડોળ, ભીડ અને કેટલીક બંગડીઓની દુકાનો જરૂર હોય છે.
પ્રેમ કહાની હશે તો પાત્રોમાં નાયક, નાયિકા, તેની સખીઓ તેમ જ એક કોમેડિયન ચોક્કસ મેળામાં જોવા મળશે. જ્યારે વિખુટા પડવાની કથા હશે તો તેમાં એક પિતા અને બે નાના બાળકો જોવા મળશે. દીકરાઓના ગળામાં બે તાવિજ હશે અથવા તો બંનેના બાવડા પર સૂરજના નિશાન બનાવ્યા હશે. સૂરજના નિશાન નહીં હોય તો બંનેની પીઠ પર કાળા નિશાન હશે. બંનેની પીઠ પર કાળા નિશાન નહીં હોય તો.. શરત મારી દો કે તેઓ મેળામાં વિખુટા પડશે નહીં.

મંદિર
મંદિરના લોકેશને પણ અનેક ફિલ્મોને અનેક નાટ્યાત્મક દૃશ્યો આપ્યા છે. એક સીન જોઈ લો, નાયિકા ગીત ગાઈને દેવી માતા સામે પોતાનાં દુખડાં રડી રહી છે. તે રોઈ રહી છે અને દર્શકો સ્તબ્ધ થઈને જોઈ રહ્યા છે. મૂર્તિ, ત્રિશુળ અને દેવી માતાના હાથોને ઠક-ઠક-ઠક કરીને અનેક ક્લોઝ શોટ લેવામાં આવે છે. નાયિકાની વિનંતી પૂરી થાય છે અને દેવી માતાના હાથમાંથી નાયિકાની ઝોળીમાં એક ફૂલ આવીને પડે છે. હોલમાં તાળીઓ વાગે છે. દેવી માતાએ પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો.

ફિલ્મોમાં એવું નથી કે ભગવાન જ પોતાના ભક્તને સંકટમા નાખે છે, ક્યારેક ક્યારેક ભક્તો પણ ભગવાનને સંકટમાં મૂકી દેતા હોય છે. તેમના અસ્તિત્વને જ પડકારી નાખે છે. એક પ્રસંગ-
‘ભગવાન, હું આજ સુધી તારા મંદિરમાં આવ્યો નથી. આજ સુધી મેં ક્યારેય તારી પાસેથી કશું જ માગ્યું નથી.’ (‘તો આજે કેમ તકલીફ ઉઠાવી?’)
‘મારી માતા સખત બિમાર છે. તેને સાજી કરી નાખ ભગવા-ન.’ (‘કોશિશ કરું છું.’)
‘જો એને કશું થઈ ગયું તો હું સમજીશ કે તું ભગવાન નથી. આજ પછી કોઈ તારું નામ પણ લેશે નહીં.’ (‘અરે! મારી પરીક્ષા લઈ રહ્યો છે! મને ધમકી આપી રહ્યો છે.’)
સાચું જ કહ્યું છે કે નાગાઓથી તો ભગવાન પણ ડરતા હોય છે. વાસ્તવિક જીવનમાં હોય કે પછી ફિલ્મમમાં.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button