ઉત્સવ

અબુધાબીમાં ગુજરાતી સમાજને ધબકતો રાખનાર

તુષાર પીટની

મુંબઈ સમાચાર ટીમ
દુબઈની બાજુમાં ધબકતું રમણીય અબુધાબી. દુબઈનો દબદબો છે તો અબુધાબી અદભુત છે. ૨૧ હજારથી વધારે ગુજરાતીઓ અબુધાબીની શાન છે અને એના મુગટનું મોરપીંછ એટલે અજંતા જ્વેલર્સના માલિક તુષાર પટ્ટણી. મૂળ રાજકોટ પાસે નાનકડું એવું નવાગામ નામે ગામડું. ૧૯૬૮ માં પિતાની આંગળી પકડી અને સાઉદી અરેબિયાથી દુબઈ રોજગાર અર્થે ગયા, આંગળીઓમાં હુન્નર અને હૈયામાં હામ, પછી નસીબ કરે એનું કામ. કંઈક આવું જ તુષારભાઈ સાથે બન્યું. શરૂઆત હંમેશા તકલીફથી જ થાય.પરંતુ નીતિથી અને મહેનતથી કાર્ય કરો એટલે નસીબે ચમકવું જ પડે. પિતાજીની નાનકડી શરૂઆત આજે ૫૫ વર્ષ પછી અજંતા જ્વેલર્સ નામે ઝળહળે છે.

ગુજરાતી સમાજની ધરોહર સમા તુષારભાઈ છેલ્લા ૫૫ વર્ષથી અબુધાબીમાં ગોલ્ડ જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા છે. સ્વભાવના સાલસ, નિખાલસ અને મળતાવડા તુષારભાઈ દિવસ આખો ગ્રાહકો થી ઘેરાયેલા રહે છે. પરંતુ ગુજરાતી તહેવારો કે સંસ્કૃતિની વાત આવે ત્યારે સમગ્ર ગુજરાતી સમાજ માટે સંસ્કૃતિની જાળવણી કરવા સુંદર કાર્યક્રમનું આયોજન પણ કરે છે.સાથે મળી અને દરેક તહેવારો ઉજવાય છે. કાર્યક્રમનું આયોજન થાય છે.લોકો હળેમળે છે અને આનંદ કરે છે.

તુષારભાઈનું માનવું છે કે કોઈપણ દેશમાં જઈ અને વસો પરંતુ માતૃભાષા કે માતૃભૂમિને ક્યારેય ભુલાય નહીં.દેશમાં રહેતા હોય ત્યારે આપણે તમામ તહેવારો ઉજવતા જ હોઈએ છીએ. લોકોને, સગા-સંબંધીઓને મળતા હોઈએ છીએ.પરંતુ હજારો કિલોમીટર દૂર વિદેશમાં કદાચ પરિવાર સાથે ન હોય ત્યારે ગુજરાતી સમાજ ભેગો થાય એટલે આપણે દેશમાં હોઈએ તેવું જ લાગે.પરિવારની લાગણીનો અનુભવ થાય. વળી સંસ્કૃતિ પણ સચવાય. આજે પણ બહારથી આવતો કે અબુધાબીમાં રહેતો કોઈપણ ગુજરાતી તકલીફમાં હોય તો તેની જીભે પહેલું નામ તુષાર પટ્ટણીનું આવે. કોઈપણ પ્રકારની મુશ્કેલીમાંથી તેઓ રસ્તો કાઢી શકે છે. પરદેશમાં વસવા છતાં વતનમાં તેમના દાદાના નામની સ્કૂલ આજે પણ ઘણા વર્ષોથી તેઓ જ સંભાળે છે.અને શાળાની જરૂરિયાતનું પૂરતું ધ્યાન રાખે છે. પરિવારમાં પત્ની જેઓ ગૃહિણી છે અને ઘર ઉપરાંત બાળકોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી પરિવારને મજબૂત બનાવ્યો છે.બે સંતાનો અને તે પણ ગોલ્ડ બિઝનેસ સાથે જોડાઈ ગયા છે. સંપૂર્ણ અંગ્રેજી માધ્યમમાં ભણેલા છોકરાઓ શુદ્ધ ગુજરાતી બોલી શકે છે અને સવાર-સાંજ ઠાકોરજીની પૂજા પણ કરે છે. છેલ્લા૧૫ વર્ષથી તુષારભાઈ ના ખભ્ભે ગુજરાતી સમાજની જવાબદારી છે.અબુધાબીનો ગુજરાતી સમાજ એક સરસ કમિટી દ્વારા તમામ ગુજરાતીઓની જરૂરિયાત, મુશ્કેલીઓ, સેવાઓ માટે ખૂબ કાળજી લે છે.

તુષાર પટ્ટણીની એક મુલાકાત તેના સ્વભાવને કારણે સામેવાળાની કાયમની આદત બની જાય છે મળવા જેવા માણસ તરીકે તેના જીવનમાં કાયમ અંકિત રહે છે.

ત્રણ પેઢીથી જ્વેલરીના ધંધા સાથે સંકળાયેલા છે.ઠાકોરજીની અસીમ કૃપા છે, પરંતુ નાનામાં નાના માણસને પણ તુષારભાઈને મળવું સરળ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…