ઉત્સવ
ઐતિહાસિક પળ

આપણા સૌના લાડકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના ગૌરવસમા અખબાર મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવની ઊજવણી નિમિત્તે બીકેસી ખાતે આવેલા જિયો ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું અને એ સમયે તેમણે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે જોડવાની અપીલ મુંબઈ સમાચારને કરી હતી. આ વર્ષે દિવાળી દુબઈની વિશેષાંક બહાર પાડીને મુંબઈ સમાચારે એ દિશામાં એક પગલું માંડ્યુ છે.