ઉત્સવ

અભિષેક બચ્ચનના ખાતામાં પડી એક ફિલ્મ, બીગ બી સાથે કામ કરેલા ડિરેક્ટર સાથે કરશે કામ

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન છેલ્લેે ફિલ્મ ઘૂમ-રમાં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. પરંતુ ફિલ્મમાં અભિનેતાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ માટે તૈયાર છે. અભિનેતાએ તેની આગામી ફિલ્મ માટે ફિલ્મ નિર્માતા શૂજિત સરકાર સાથે હાથ મિલાવ્યા છે. શૂજીત સરકાર વિકી ડોનર’, પીકુ’ અને સરદાર ઉધમ’ જેવી શાનદાર ફિલ્મો માટે જાણીતા છે.

જો કે, શૂજિત સરકારે હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કર્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં જ એક વેબ પોર્ટલ સાથે વાત કરતા શૂજીત સિરકરે કહ્યું હતું કે આ એક ઈમોશનલ ફિલ્મ છે.

મારી વાર્તાઓ હંમેશા જીવન પર આધારિત હોય છે અને તેમાં રમૂજ હોય છે. મેં હંમેશા જીવનની સફરને મુખ્ય થીમ રાખીને વિવિધ શૈલીઓ સાથે પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં, ચાહકો શૂજીત સરકારની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિષેક બચ્ચન અને શૂજિત સરકારને સાથે કામ કરતા જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

તમને જણાવી દઈએ કે શૂજિતે અભિષેકના પિતા અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. બિગ બીએ શૂજીત સાથે ૨૦૧૫ની કોમેડી ફિલ્મ પીકુ’માં પણ કામ કર્યું હતું. જેમાં દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાન જોવા મળ્યા હતા.

આ સિવાય શૂજિત ૨૦૧૬ના કોર્ટરૂમ ડ્રામા પિંક’ના નિર્માતા અને ક્રિએટિવ ડિરેક્ટર પણ હતા. જેમાં અમિતાભે વકીલની ભૂમિકા ભજવી હતી. બિગ બી અને આયુષ્માન ખુરાના અભિનીત ૨૦૨૦ ની કોમેડી ફિલ્મ ગુલાબો સિતાબો’ પણ શૂજિત સિરકાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. શૂજીત દરેક ફિલ્મમાં મજબૂત વાર્તા બતાવે છે. આવી સ્થિતિમાં, ચાહકો ઉત્સાહિત છે કે આ વખતે પણ શૂજીત એક સારી વાર્તા સાથે ધમાકો કરવા જઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker