આઇફોન ૧૫: છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની
ટૅક વ્યૂ -વિરલ રાઠોડ
ટેક્નોેલોજીની દુનિયમાં આઇફોન એટલે એક એવી વસ્તુ જેનો જોટો જડે એમ નથી. સુરક્ષાના ફિચર્સ હોય કે પછી કેમેરાની કલેરિટી, એક જ બ્રાન્ડના ઉત્પાદનમાં ઘણું આવરી લેવાયું છે. જોકે એના પ્લે સ્ટોર પણ અલગ છે. પણ જે રીતે કોમ્યુનિકેશન થકી જોડે છે એ મોટી વસ્તુ છે. ક્યુરિયોસિટી અંત થયો ૧૨મી સપ્ટેમ્બરે અને નવી ક્રિએટિવિટીની દિશા ખુલી. એમાં નવું શું અને કયું ફીચર આવ્યું એ તો હજુ સુધીમાં સૌને ખ્યાલ આવી ગયો હશે. પણ આજે વાત કરવી છે આ ફોન અને કંપનીના એવા પાસાંની જે આને બાકીની કંપનીની પ્રોડક્ટથી અલગ બનાવે છે. લેટ્સ સ્ટાર્ટ એ જર્ની.
અમેરિકન કંપની એપલે ૧૨ સપ્ટેમ્બર, મંગળવારના રોજ તેની ‘વેન્ડરલસ્ટ’ ઇવેન્ટમાં આઇફોન-૧૫ સિરીઝ લોન્ચ કરી છે. પહેલો આઇફોન ૨૦૦૭માં સ્ટીવ જોબ્સે લોન્ચ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં વિશ્ર્વમાં ૨૩૦ કરોડથી વધુ આઇફોન વેચાઈ ચૂક્યા છે. એપલ કંપની કોઈ દિવસ હરીફ કંપનીનો રિવ્યૂ કરતી જ નથી. પણ પોતાની શોધને એ ઊંચાઈ આપે છે જેની નોંધ જગત આખું લે છે. વર્ષ ૧૯૭૭ માં પહેલું લેપટોપ બનાવ્યું જે ફેઇલ ગયું. પછી વર્ષ ૨૦૧૪માં પહેલી સ્માર્ટ વોચ બનાવી. જેના પરથી બીજી કંપનીઓને રેલો આવ્યો અને ટક્કર આપવા બીજી સ્માર્ટ વોચ માર્કેટમાં ઉતારી. ઇયરફોનના જેક પોઇન્ટ હટાવીને એને દુનિયાને ચોંકાવી દીધી. સ્માર્ટ વોચ બનાવતી કંપનીને વધુ એક હરીફાઈ આપી દીધી. આ પછી વર્ષ ૨૦૨૧ માં એરટેગ ટ્રેકિંગ ડિવાઇસ માર્કેટમાં મૂકીને દરેકને વિચારતા કરી દીધા. હાર્ડવેર અને સોફ્ટવેરની બેસ્ટ ક્વોલિટીના કારણે એપલ કંપનીની દરેક પ્રોડક્ટ ક્લાસ વન કેટેગરીમાં રહી છે. સારી ગુણવત્તાના કારણે જ આ ઉત્પાદનો લાંબા સમય સુધી ટકી રહ્યાં છે. આ ઉપરાંત એપલ કંપની પોતાની ડેટા સુરક્ષા લઈને કોઈ દિવસ પણ બાંધછોડ કરતી નથી. અમેરિકાની તપાસ એજન્સી એસ બી આઈ ને પણ મળેલા આઇફોન લોક ખોલવા માટે કંપની લેખિતમાં ના પાડી દીધી હતી. એપલ કંપનીના દરેક ઉત્પાદનમાં સોફ્ટવેરનો પ્રોગ્રામ એવી રીતે સેટ કરવામાં આવે છે કે કોઈપણ વાયરસ ઝડપથી એના ઉપર હુમલો કરી શકતો નથી.
માત્ર ફોનની વાત નથી, પરંતુ દરેક ઉત્પાદનને અત્યારે સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. માર્કેટમાં જે રીતે કંપનીએ બ્રાન્ડિંગ કર્યું અને પ્રમોશન કર્યું એ ધ્યાન દેતા એવું કહી શકાય કે સર્જનથી લઈને સોશિયલ મીડિયા સુધી એક આખો માહોલ ઊભો કરી દીધો. કંપની ભાષા ઇનોવેટિવ વર્ક કરતા લોકોની ટીમ કરતા એક આખી ફોજ છે એમ કહેવાનું વધારે યોગ્ય છે. હાર્ડવેર અને સોફ્ટવેર માટેની બે અલગ અલગ ટીમ કોઈ ચોક્કસ એક જ ફીચર પર રિસર્ચ કરીને કંઈક નવું બનાવવા માટેના પ્રયાસ કરે છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ફોન સાથે એક સર્વર એપ્લિકેશન જોઈન્ટ કરવામાં આવી છે એટલે શાવજ્ઞક્ષયમાં એક્સેસ થતો તમામ ડેટા કંપનીના સર્વરમાં ખૂબ જ સુરક્ષિત રહે છે આવું અન્ય કોઈ કંપનીમાં થતું નથી. કોટરેટ મોડ ફોટો ફીચર એપલ કંપનીનું ઉત્પાદન છે જે માટે પ્રોફેશનલ કેમેરામેન રોકીને એક સાથે ૪૦ લોકોની ટીમ રિસર્ચ કરીને ફોનમાં મલ્ટિલન્સ કેમેરા કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય એની આખી અલ્ગોરિધમ શ્રેણી
નક્કી કરી હતી. એ પછી લોન્ચ થયેલા શાવજ્ઞક્ષય ૭ માં પોર્ટ્રેડ મોડ ફોટો ફીચર એડ કરવામાં આવ્યું જેમાં પહેલી વખત મલ્ટિલન્સ કેમેરાનો ઉપયોગ થયો. કંપની અત્યાર સુધીના તમામ અપડેટમાં પહેલી વખત બેઝ મોડલમાં ફિચર ચેન્જ કર્યા છે.
અંદરના લૂકની વાત કરીએ તો સમગ્ર સ્ક્રીન ઉપર જાણે થ્રીડી એપ્લિકેશન આંગળીના ટેરવે રમતી હોય એવું લાગે. લુક અને ટ્રાન્ઝેક્શન વોઇસ નવો ફોન એકદમ જક્કાસ છે. નજરની સામે રમતું વર્ચ્યુઅલ વર્લ્ડ જાણે રંગબેરંગી કપડા પહેરીને આવ્યું હોય એવી ફીલિંગ એટલે એપલનો નવો ફોન. બેઝ મોડલમાં પહેલી વખત ટાઈપ્સી ચાર્જર અને ૪૮ મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીના રિપોર્ટની એક ખાસ વાત એ પણ છે કે પહેલી વખત જ્યારે એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી ત્યારે ટેક્નોલોજીની માર્કેટમાં સૌથી વધુ ચર્ચા થઈ હતી. બેટરી લાઇફમાં અને ચાર્જિંગની સ્પીડમાં કોઈ પ્રકારે મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. નવા ફોનની વાતનું વિશ્ર્લેષણ કરીએ તો લાઇટિંગની દ્રષ્ટિએ સૌથી વધુ અત્યાર સુધીનો આકર્ષક આઈફોન છે.
કંપનીની એપ્લિકેશનની દુનિયામાં ડોકિયું કરીએ તો એક વાત એ નજરે ચડે છે કે આવનારા દિવસોમાં આ કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજી ઉપર ખૂબ ઝડપથી સ્વિચ થઈ શકે છે. જોકે કંપનીની અંદર ચાલી રહેલા ટેક્નોલોજી અપગ્રેડેશન વિશે કંપની હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપી શકી નથી. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે તમામ ઉત્પાદનોમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે હાર્ડવેર કે સોફ્ટવેર સાથે કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ નથી કરાયું. બીજી તરફ નવા નવા ફીચરને ઇન્ટ્રોડ્યુસ કરવાના થાય ત્યારે કંપની એક પછી એક ફીચર એના નવા ફોન સાથે સાંકળીને રિલીઝ કરે છે. જેમાં ડિવાઇસ મોનોપોલી તો ઠીક છે પણ એપ્લિકેશનની સિક્યોરિટી પણ એટલી જ જબરજસ્ત હોય છે.
આવનારા દિવસોમાં કંપની કંઈક એવું પગલું લે કે ખરેખર મોબાઇલ માર્કેટમાં ચર્ચાનો ચકડોળ ઊભો થઈ જાય. એપ્લિકેશનની દુનિયામાં કંપની કંઈક મોટું કરે એવા એંધાણ અત્યારથી દેખાઈ રહ્યા છે. પણ કંપની તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આઉટ ઓફ ધ બોક્સ
કોઈપણ નવી વસ્તુનો રોમાંચ હોય છે, પરંતુ જૂની વસ્તુઓની તો વિરાસત હોય છે જેની યાદી દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી હોય છે કોઈપણ જૂની વસ્તુ ઉપર નજર કરી લો.