ઉત્સવ

આઉગે પટજી આઉગી ભાષા

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

હિકડ઼ા બિનકચ્છી (અકાદમીજા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ) પ્રોગ્રામમેં બોલ્યા, “કચ્છી બોલી મહારાણી, બિઈયું બોલિયું ભરે પાણી. કચ્છી ભાસાજી ગ઼ાલ અજ઼ વિસ્તારસે કરંણી આય, કારણ? પ્રડેસજે ઇતિહાસમેં પેલી વાર સાહિત્યજો જાજરમાન ઓચ્છવ ઉજ્વાઇ વ્યો. અકાદમી તીં કચ્છી શ્રેષ્ઠીએંજે બર નેં આબર થકી કચ્છીભાષાકે સુઠો વખત નિસીભ થ્યો નેં હિન થકી કચ્છી ભાષાજી સમૃદ્ધિજો કર ખજાનું પધરો થિઇ સગ઼્યો. ઇની પ્રયાસેંમેં સાહિત્યજો ઓચ્છવ ગુજરાત સાહિત્ય અકાદમી ભરાં સંચાલિત કચ્છી સાહિત્ય અકાધમીવારા ઠેઠ ગાંધીનગરનું અચી કચ્છજે અંઙણતે ઉજવી વ્યા. અબાલવૃદ્ધ મિણીંકે ભેરા રિખી; પંજી કલાકેંજે હિન સબધયજ્ઞમેં બો ડીં સુધી કિઇક આયામ ઉજવાણાં. કચ્છી સાહિત્યજા માતર પ્રિકાર, તેંજો ઇતિહાસ-વારસો તીં સંગીત – નૃત્યજો પ સાથ ગ઼િનેમેં આયો.

જુકોતુકો પ્રડેસજો સાહિત્ય તપાસ્યોં ત લોકજીયણજી નાડ઼ હથમેં અચે નેં વાસ્તવ તીં કલ્પના બીંજો ભાવાત્મક ભેરપો અનુભવેલા મિલેં. માતૃભાષા ઇ જાત-કોમજી ઓરખાણ આય. સજી સૃષ્ટિમેં ગમે તિતરી ગતિ-પ્રગતિ થિએ ક અભકે ઉભરે પણ હિન મિણીંમેં ભાસાજો માધ્યમ જ રેલો આય. ઇતરો જ ન માડૂએંજી સંસ્કૃતિજેં મુરમેં ભાસા જ રેલી આય. કલા ક ધર્મજે આગમન કનાં ભાસાજો આગમન ગ઼ચ જૂનો આય, નેં ભાસા થકી જ સમાજજો અસ્તિત્વ આય. માડૂજો જીયણ જીં જીં પોરસંધો-પાંગરધો અગિયાં હલ્યાં તીં તીં અખર-સબધ જો આરાધ ઘૂંટજી-ઘૂંટજીનેં ઘાટો થીંણ લગેતો. માડૂજો હાલ, માહોલ, થાન સમજ ને સમય પ્રમાણેં સબધેજો ઘડતર થીંણ લગો. જુધી જુધી બોલીએંજા રૂપ બંધજણ લગા, ઘડજણ લગા નેં હી વિકાસ અવિરત થીયણ લગો. કચ્છી બોલી ૫ હિન ભાસા વિકાસક્રમ મેં હિકડ઼ો હિસ્સો આય. પટ પટજી રીતેં ઘણેં સબદેંજી અરથ મુલવણી તીં ઉચ્ચાર ૫ નિડારા -નિડારા થીએં તા, તેંસેં કરે ઉ સચો ક ખોટો, ઇન બાબતજ્યું ધલીલૂં છડે પાં મિણીકે સ્વીકારીયું ત જ ભાષાજો પેટાર પુખતો નેં મુગતો થિઇ સગ઼ે નેં કચ્છલા હી જરૂરી પ આય. જેંસે પાંજી મિઠડ઼ી માબોલીજી ડીંયાં-ડીં ચડ઼તી થિઇ સગ઼ે.

કવિ ન્હાનાલાલજે સબધમેં, ‘કચ્છ’જો ભૂજિયો સિંહાસન આય’ નેં હિન સિંહાસનતે યોજલ કીર્તિમાન ઘટના ઇતરે સાહિત્યજો ઉત્સવ. બાબાણીજે સાહિત્યજી કલા ખાતર કલા નેં જિયણ ખાતર કલા, બોંયજો વિસ્તાર રજૂ કરેંમેં આયો. ટેકનોલોજીજી, રમૂજી તીં રસસભર ગ઼ાલીયું પ થિઇયું. હિન મથાં ભારતીભેંણજી બારેંજી વાર્તા ક, છાપેમેં છપાઇંધો, ટીવીમેં વતાઇંધો, ફેસબુકતેં પોસ્ટ વિંજંધો, ગુગલતેં અપલોડ કરીંધો’ જેડ઼ીયું ગ઼ાલીયું ક યુવા મુશાયરેજી નંદભાજી રમુજી સંગર જાધ આવઇ ક,
ખણી બોલપેન પન્નો નંદ લિખેલા વિઠો સંગર
ધુધાટ પંખેજી હવામેં છૂટી વ્યો પગર
મગજ થઈ રયો આય ભંધ, બેણી અધ ખાઈ વ્યો ચિમનપ્રાસ
લિટીયું ભરીભરી પન્ના ફાડ્યા કિત ન મિલ્યો પ્રાસ
વિઠે વિઠે વ્યા તે ખાર, ક અખર નતા સોજે ચાર
ઓચ્ધડ઼ે આયો હિકડ઼ો વિચાર, તડે થ્યો હલકો ભાર
શબદ આયો હિકડ઼ો મગજતે
વલા લિખી વિજ અજ઼ કચ્છતે
ભાસાજી ખાસિયતું, અજ઼્જી પરિસ્થિતિ તીં પડકાર નેં ઇની સામે ઇનજા ઉપાય પ સત્રમેં ચર્ચાણા વા તેર રવિ પેથાણીજી ગ઼ાલ જાધ અચેંતી ક, વિવેકપૂર્વક ચક વિજે ઇ ચોવાજે વિવેચક. કોક ઇ કરમધરમ સાચવી વ્યા ત કોક માફીસોંત ઉઘાડ઼ કરે વ્યા. હિન અનુભવ મથાં ચોણૂં આય ક, નઇ પેઢી પટસેં ગ઼ાલીયું કરીંધે સાહિત્યમેં લાટ પ્રિદાન ડેજી કોસિસ કરી રિઇ આય તેર ઇનીજો ‘મોરલ’ સાચવે ગિનજા નકા હિન પેઢી કે નિજાનંદ સિવા બિઇ કો તમન્ના ન હૂંધે સમુરી ઓસરી વેંધી. ભલે સાહિત્યજ્યું ગ઼ાલીયું હિકડ઼ે -બો ડીંમેં પુરી ન થિઈ સગ઼ે તય હી પ્રોગ્રામજે કારણ અજ઼જી નઇં પેઢીકે ગ઼ચ પ્રોત્સાહન મિલ્યો આય. બાકી પેલી વાર વડે પાઇયેં પ્રોગ્રામ થિએ તેર ટેમ જકાં માડૂ અગ઼િયા-પૂંઠીયાં થિએ તીં સ્વભાવિક આય નેં થીંણા જ ખપે જેંસે અગ઼િયા વધેજી ઉમેધ તીં હિમત બોય વધી સગ઼ે. લેખમેં નાંલેકે ધ્યાનમેં ગ઼િને વિગર સબધ – સાહિત્ય તીં અનુભવજેં મુધે કે જ઼ મહત્વ ડિંનેંમેં આયો આય.

ભાવાનુવાદ: એક બિનકચ્છી (અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ) પ્રોગ્રામમાં બોલ્યા, ‘કચ્છી બોલી મહારાણી, બીજી બોલિયું ભરે પાણી’. કચ્છી ભાષાની વાત આજે વિસ્તારથી કરવી છે. કારણ? પ્રદેશના ઇતિહાસમાં પહેલીવાર સાહિત્યનો જાજરમાન ઉત્સવ ઉજવાઈ ગયો. અકાદમી અને કચ્છી શ્રેષ્ઠીઓના બળ અને પ્રાત્સાહન થકી કચ્છીભાષાને આ રૂડો અવસર નસીબ થયો અને તે થકી કચ્છી ભાષાની સમૃદ્ધિનો ખજાનો જાહેર થઇ શક્યો. આ પ્રયાસોમાં સાહિત્યનો ઉત્સવ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંચાલિત કચ્છી સાહિત્ય અકાદામીવાળાઓ છેક ગાંધીનગરથી આવીને કચ્છના આંગણે ઊજવી ગયા. અબાલવૃદ્ધ સૌને ભેગા રાખી; પચીસ કલાકના આ શબ્દયજ્ઞમાં બે દિવસ સુધી અનેક આયામો ઉજવાયા. કચ્છી સાહિત્યનાં લગભગ તમામ પ્રકારો, તેનો ઈતિહાસ વારસો તથા સંગીત- નૃત્યનો પણ સાથ લેવામાં આવ્યો હતો.

જે તે પ્રદેશનું સાહિત્ય તપાસીએ તો લોકજીવનની નાડ હાથમાં આવે અને વાસ્તવ તેમ જ કલ્પના બંનેનો ભાવાત્મક સંયોજન અનુભવવા મળે. માતૃભાષા એ જ્ઞાતિ-કોમની ઓળખાણ છે. સમગ્ર માનવ સૃષ્ટિ ગમે તેટલી ગતિ-પ્રગતિ કરે કે આકાશને અવલંબે પણ તે બધામાં ભાષાનું માધ્યમ જ રહેલું છે. અને માનવીની સંસ્કૃતિ અને બધી વિદ્યાઓના મૂળમાં ભાષા જ રહેલી છે.કલા કે ધર્મના ઉદ્ભવ કરતાં ભાષાનો ઉદ્ભવ વધારે પ્રાચીન છે, અને ભાષાને કારણે જ સમાજનું અસ્તિત્વ છે. લોકોનું જીવન જેમજેમ પોષાતું -પાંગરતું આગળ હાલે છે, તેમ તેમ અક્ષર-શબ્દની આરાધના ઘૂંટાઈ-ઘૂંટાઈને ઘટ્ટ થવા લાગે છે. લોકોના હાલ-હવાલ, સ્થાન સમજ અને સમય પ્રમાણે શબ્દોનું ઘડતર થવા લાગ્યું. જુદી જુદી બોલીઓનાં રૂપો બંધાયાં, ઘડાયા ને આ વિકાસ અવિરત ચાલુ રહ્યો. કચ્છી ભાષા પણ વિકાસક્રમમાંનો એક હિસ્સો છે. પટપટની રીતે ઘણાં શબ્દોના અર્થ, મુલવણી તેમ જ ઉચ્ચાર પણ જુદા જુદા થાય છે. તેના લીધે સાચું કે ખોટું એ બાબતોની દલીલો છોડીને આપણે સૌને સ્વીકારીશું તો જ ભાષાનો ખજાનો પુખ્ત ને મુગ્ધ થઇ શકશે, અને કચ્છ માટે આ જરૂરી પણ છે. જેનાથી આપણી મીઠડી માબોલીની દિવસોદિવસ ચડતી થઇ શકશે.

કવિ ન્હાનાલાલના શબ્દોમાં, ‘કચ્છ’નો ભુજીયો સિંહાસન છે’ અને આ સિંહાસન પર યોજાયેલ આ કીર્તિમાન ઘટના એટલે સાહિત્ય ઉત્સવ. માબોલીના સાહિત્યની કલા ખાતર કલા અને જીવન ખાતર કલા, બંનેનો વિસ્તાર રજૂ કરવામાં આવ્યું.. ટેકનોલોજીની, રમૂજી રસસભર વાતો પણ થઇ. એ ઉપરથી ભારતીબહેનની બાળવાર્તા કે, છાપામાં છપાશે, ટીવીમાં દેખાશે, ફેસબુક પર પોસ્ટ નખાશે, ગૂગલ પર અપલોડ કરાશે જેવી વાતો તો યુવા મુશાયરાની નંદભાઈની રમૂજી સંગર યાદ આવી ગઈ કે,
લઇ બોલપેન પાનું નંદ લખવા બેઠો સંગર
જોરદાર પંખાની હવામાં છુટયો પરસેવો
મગજ થઈ ગયો છે બંધ, બેણી અડધી ખાઈ ગયો ચ્યવનપ્રાસ
લીટીઓ ભરીભરી પન્ના ફાડ્યા ક્યાંય ન મળ્યો પ્રાસ
બેઠા બેઠા જતા હતા ખાર, કે અક્ષર નથી સુજતા ચાર
અધવચ્ચે આવ્યો એક વિચાર, ત્યારે થયો હલકો ભાર
શબ્દ આવ્યો એક મગજમાં
વ્હાલા લખી નાખ અજ કચ્છ પર
ભાષાની ખાસિયતો અને આજની પરિસ્થિતિ તેમજ પડકાર અને તેની સામેના ઉપાયોની પણ સત્રમાં ચર્ચા થઇ હતી ત્યારે રવિ પેથાણીની વાત યાદ આવે છે કે, વિવેકપૂર્વક ચક નાખે એ કહેવાય વિવેચક. કોઈક આ કરમધરમ સાચવી ગયા તો કોક માફી સાથે ઉઘાડ કરી ગયા. આ અનુભવ પરથી કહેવું જોઈએ કે, નવી પેઢી હજુ પટથી વાતો કરતાં સાહિત્યમાં સુંદર પ્રદાન આપવાની કોશિશ કરે છે ત્યારે એમનો ‘મોરલ’ સાચવી લેજો નહીંતર આ પેઢીને નિજાનંદ સિવાય બીજી કોઈ તમન્ના ન હોતા સાવ ઓસરી જશે. ભલે સાહિત્યની વાતો એક-બે દિવસમાં પૂરી ન થઇ શકે તોય આ પ્રોગ્રામને લીધે આજની નવી પેઢીને ઘણી પ્રેરણા
મળી છે. બાકી પહેલી વાર મોટા પાયે પ્રોગ્રામ થાય ત્યારે સમય અને લોકો આગળ-પાછળ થાય તે સ્વાભાવિક છે અને જરૂરી પણ છે જે થાકી આગળ વધવાની ઉમ્મીદ અને હિંમત બંને વધી શકે. લેખમાં નામોને પ્રાધાન્ય આપ્યાં વગર માત્ર શબ્દ – સાહિત્ય અને અનુભવના મુદ્દાઓને મહત્વ આપવામાં
આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી