‘રેડ-ટૂ’ ફિલ્મ પૂર્વે જોઈ લો વાણી કપૂરના આ ગ્લેમરસ લૂકને ભૂલી નહીં શકો

બોલીવુડની જાણીતી અભિનેત્રી વાણી કપૂર અત્યારે રેડ-ટૂને લઈને લાઈમલાઈટમાં છે. અજય દેવગનની આગામી ફિલ્મમાં રાણી કપૂર જોવા મળશે. ફિલ્મોમાં જ નહીં, પરંતુ રિયલ લાઈફમાં પણ વાણી કપૂર એકદમ બોલ્ડ અને ચુલબલી અભિનેત્રી તરીકે ગણતરી કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં પણ પોતાની વ્યક્તિગત વાત હોય કે ફેશનેબલ આઉટફીટને લઈને ચર્ચામાં રહે છે.

બોલીવુડની જાણીતી બોલ્ડ અભિનેત્રીઓમાં હવે વાણી કપૂરના અંદાજને અવગણી શકાય નહીં. તેના બોલ્ડ અંદાજની બિકિની હોય કે બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને પણ ચર્ચામાં રહી હતી. આ અગાઉ વાણી કપૂરે ઓફ શોલ્ડર ફ્લોરલ શોટ્સમાં જોવા મળી હતી. બ્લેક બૂટ્સમાં જોવા મળેલી વાણીના લોકોએ ભરપુર વખાણ કર્યાં હતા.

એટલું જ નહીં, વાણી કપૂરે એક ઈવેન્ટમાં ડીપનેક ડ્રેસ પહેરીને છવાઈ ગઈ હતી. ખુલ્લા વાળ રાખીને બ્લેક કલરના ડીપનેક ડ્રેસમાં પોતાના સ્ટાઈલિશ લૂકને કારણે વાણી કપૂરના ગ્લેમરસ અંદાજ પણ લોકોને વિશેષ પસંદ પડ્યો હતો.
આ પણ વાંચો: ‘હાઉ ડેર યુ’ કરીના કપૂરને કેમ ટાર્ગેટ કરી કિયારાએ અડવાણીએ ? જાણો
એના અગાઉ વાણી કપૂરે ગ્રીન કલરની બિકિનીમાં ફોટો સેશન કરાવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયું હતું. બિકિનીમાં ભાગ્યે જ જોવા મળતી વાણી કપૂરે બ્લુ જીન્સ સાથે ગ્રીન કલરની બિકિની પહેરીને ફોટો શૂટ કરાવતા સોશિયલ મીડિયા પર તરખાટ મચાવ્યો હતો. એના સિવાય વાણી કપૂરના બેકલેસ ડ્રેસ હોય કે પછી બેડરુમના સ્પેશિયલ ફોટો શૂટે પણ લોકોના દિલોદિમાગમાં છવાઈ ગઈ હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વાણી કપૂરના રેડ-ટૂ પ્રોજેક્ટ સિવાય ખેલ ખેલ મૈં પણ જોવા મળશે. આ ઉપરાંત, ચંદીગઢ કરે આશિકી, બેલ બોટમ, શમશેરાનો ભાગ છે. આ અગાઉ વાણી કપૂરના અભિનયની વાત કરીએ તો બેફિક્રે અને વોરમાં નોંધ લેવામાં આવી હતી. ઉપરાંત, સુશાંત સિંહ સાથે શુદ્ધ દેશી રોમાંસમાં પણ જોવા મળી હતી.
