ટોપ ન્યૂઝનેશનલ

Women’s reservation bill: લોકસભાની 181 જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની 96 બેઠકો પર મહિલા અનામત: આવું હશે બદલાયેલું રાજકીય સમીકરણ

મુંબઇ: સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને નારી શક્તી વંદન કાયદો એવું નામ આપવામાં આવ્યું છે. તેથી હવે આવનારા સમયમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હશે. જેમાં લોકસભાની વાત કરીએ તો 543માંથી 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જ્યારે રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકોમાંથી 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.

નારી શક્તી વંદન કાયદાને કારણે લોકસભા અને વિધાનસભાની બેઠકોનું ગણીત બદલાશે. જેને કારણે લોકસભા અને વિધાનસભામાં દર ત્રણ સભ્યએ એક મહિલા હશે. આ કાયદાના અમલ મુજબ લોકસભાની 543 બેઠકોમાંથી 181 બેઠકો મહિલાઓ માટે અનામત હશે. હાલમાં માત્ર 82 મહિલા સાંસદ છે. આ બિલ લાવવાનું એક માત્ર કારણ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે.


મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં મહિલાઓ માટે 96 બઠકો અનામત હશે. જ્યારે વિધાનપરિષદ માટે આ કાયદો લાગૂ નહીં થાય.


હાલમાં લોકસભામાં 84 બેઠકો અનુસૂચિત જાતી અને 47 બેઠકો અનુસૂચિત જનજાતી માટે અનામત છે. જોકે નવા બિલ અનુસાર અનુસૂચિત જાતીની 28 બેઠકો જ્યારે અનુસૂચિત જનજાતીની 16 બેઠકો મહિલાઓ માટે અનામત હશે.
મહિલા અનામત બિલ મુજબ મહિલાઓ માત્ર તેમના માટે અનામત બેઠક પરથી જ ચૂંટણી લડી શકશે એમ નથી મહિલાઓ તેમના માટે અનામત ન હોય એવી બેઠક પરથી પણ ચૂંટણી લડી શકશે.


આ બિલમાં ઓબીસી મહિલાઓ માટે અલગ અનામત આપવામાં આવ્યું નથી. નોન રીઝર્વ અથવા તો મહિલાઓ માટે અનામત બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકશે.

ક્યાં રાજ્યમાં મહિલા અનામતની કેટલી બેઠકો

રાજ્યવિધાનસભા બેઠકમહિલા અનામત બેઠક
આંધ્ર પ્રદેશ17558
મધ્ય પ્રદેશ23077
મણિપુર6020
ઓડિશા14749
દિલ્હી7023
નાગાલેન્ડ60 20
મિઝોરમ4013
પોંડીચેરી3010
પંજાબ11739
રાજસ્થાન200 67
સિક્કિમ32 11
તમીલનાડૂ23478
તેલંગણા119 40
ત્રિપુરા6020
પશ્ચિમ બંગાળ29498
મહારાષ્ટ્ર22896
કેરલ140 47
મેઘાલય60 20
અરુણાચલ પ્રદેશ60 20
અસમ12642
બિહાર24381
છત્તીસગડ9030
ગોવા4013
ગુજરાત18261
હરિયાણા9030
કર્ણાટક


ઝારખંડ
224


82
75


27

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button