વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાને આપી નવી અપડેટ, જાણો સુવિધાઓ | મુંબઈ સમાચાર

વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાને આપી નવી અપડેટ, જાણો સુવિધાઓ

સેમી હાઈ સ્પીડ ટ્રેન દેશમાં રેલવે કનેક્ટિવિટીની દિશા બદલી નાખશે

નવી દિલ્હી/ભાવનગરઃ ભારતીય રેલવેની સૌથી વધુ ઝડપી લોકપ્રિય બનેલી અને દેશના ખૂણે ખૂણે પહોંચેલી વંદે ભારત ટ્રેન પછી હવે વંદે ભારત સ્લીપર ટ્રેનની પ્રવાસીઓને પણ ઇંતજારી છે. આ નવી સેમી હાઈ સ્પીડ ટ્રેન દેશમાં રેલવે કનેક્ટિવિટીની દિશા બદલી નાખશે, જ્યારે નાઈટ જર્ની મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આ સૌથી સુરક્ષિત સુવિધા પૂરી પાડશે, જે એકાદ મહિનામાં તૈયાર થઈ જાય તો નવાઈ નહીં.

હાલના તબક્કે દેશભરમાં સીટિંગ બર્થવાળી વંદે ભારત ટ્રેન દેશના દરેક રાજ્યમાંથી દોડાવવા માટે રેલવે મંત્રાલય કમર કસી રહ્યું છે ત્યારે આગામી મહિનાઓમાં દેશમાં સ્લીપર વંદે ભારત ટ્રેન લોન્ચ કરવામાં આવશે. ભાવનગરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન સપ્ટેમ્બરમાં આવી શકે છે.

આ પણ વાંચો: આનંદોઃ મહારાષ્ટ્રને એક નહીં, બે વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ મળી શકે…

રેલવે બોર્ડ રુટનો નિર્ણય લેશે

વંદે ભારત સ્લીપર ટ્રેનના રુટની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આ રુટને નક્કી કરવામાં આવ્યો નથી. અંતિમ નિર્ણય તો રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 16 કોચ હશે, જે ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવશે.

કલાકના 180 કિલોમીટરની ઝડપ હશે

વંદે ભારત સ્લીપર ટ્રેન

આ આધુનિક ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી હશે. ટ્રેનમાં પેસેન્જર કેપેસિટી 1,128 હશે, જ્યારે ટ્રેનની સ્પીડ લગભગ કલાકના 180 કિલોમીટરની ઝડપથી દોડાવી શકાશે. ટ્રેનની સુવિધામાં વર્લ્ડ ક્લાસ ઈન્ટિરિયર હશે, જેમાં યુએસબી ચાર્જિંગ પોઈન્ટથી લઈ કોચમાં સીસીટીવી કેમેરા, રીડિંગ લાઈટ્સ, ઈન્ટરનલ ડિસ્પ્લે પેનલ, મોડ્યુલર પેન્ટ્રી વગેરેનો સમાવેશ થાય છે.

ટ્રેનના માળખામાં ફેરફાર કરશે

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં નમો ભારત, અમૃત ભારત, વંદે ભારત અને આગામી વંદે ભારત સ્લીપર ટ્રેન દેશના રેલવેના ટ્રેનના માળખામાં મોટો બદલાવ લાવશે. રેલવે પ્રધાને આજે એક સાથે ત્રણ ટ્રેનને લીલી ઝંડી આપતા ગુજરાતવાસીઓને ડાયરેક્ટ અયોધ્યા ટ્રેનની ભેટ આપી હતી.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button