Uncategorized

પતિની હત્યાની સોપારી પત્નીએ આપી અને…

ઊડતી વાત – ભરત વૈષ્ણવ “બાબા. બાબા. બાબા” એક વ્યક્તિ બોલી. “આગે તો બોલો” બાબાએ સૂચના આપી. “બાબા બાબા બાબા બાબા!” લોંગ પ્લે રેકર્ડની પીન ચોંટી જાય તેમ પેલી વ્યક્તિની જીભ બાબામાં ફસાઇ ગઇ. માનો કોઇ પતંગ વૃક્ષની ડાળી પાંદડાંમાં ફસાઇ જાય. “ક્યા બાબા બાબા લગા રખા હૈ. યહાં કોઇ નૌટંકી ચલ રહી હૈ? ઇગ્નિશન યાને સ્ટ્રાટિગ પ્રોબ્લમ હૈ? બાબાકા ટાઇમ લોકસભાકા ટાઇમ થોડી હી કી તુમ્હે ઓપોઝિશનવાલો કી તરહ બરબાદ કરને પર તુલે હો! સમસ્યા બતાની હૈં તો જલ્દી બતાવો વર્ના દફા હો જાઓ.” બાબા બાગેશ્વર ધામની જેમ બાબાના મગજનો બાટલો ફાટ્યો. “બાબા બાબા બાબા બહુત પરેશાન હૂં. ઓફિસમાં બોસ અને ઘરે બૈરી તંગ કરતી હૈ. મૈં તંગ આ ગયા હૂં. બાબા રાસ્તા દિખાઇયે.” એક પતી ગયેલા પતિ નિર્મલ બાબાના સત્સંગ તરીકે ઓળખાતા દરબારમાં ગયો. બાબાને ગુહાર લગાવી . “બચ્ચે બેલન દેખતા હૈ!” અંતર્યામી બાબાએ કહ્યું. “બાબા સિર્ફ બેલન જ દિખતા હૈ?” પેલો દુખી બોલ્યો. “હા બચ્ચા!” બાબાએ તેનું વાક્ય દોહરાવ્યું. “બાબાજી, આંખો ચેક કરાવો. લઘુગુ દ્રષ્ટિની તકલીફ છે. કદાચ મોતિયો પાકી ગયો હોય.” પત્ની પીડિત પતિ બોલ્યા. “એમ કેમ કહે છે? વત્સ” બાબાએ અકળાઇને પૂછયું. “બાબા. વેલણ, સાણસી, ચીપિયો, તાવેથો, દસ્તો, આડણી પણ જુઓને! પત્ની આ શસ્ત્ર-અસ્ત્રથી નિશસ્ત્ર પર પ્રહાર કરે છે. આ કપાળમાં ઢીમચા દેખાય છે તે પત્નીના અમાનુષી ત્રાસને કલાત્મક રીતે બયાન કરે છે” પતિએ દર્દનાક ચિત્કાર કર્યો . “દો બેલન ખા લેના ઔર ગરીબ કો બેલન બાંટ દેના કિરપા કાયમ રહેગી” આમ કહી બાબા કોઇને સંભળાય નહીં તે રીતે સ્વગત બબડ્યા. `હું તો તમારો ઉપાય કરીશ. મને વીસનોરીથી કોણ બચાવશે?’ પત્ની પર થતા અત્યાચારો જગજાહેર છે. મહિલામંડળો, ફેમિનિસ્ટ વગેરે બિચારી અબળા પર ઇમોશનલ અત્યાચાર વગેરે કાગારોળ મચાવે છે. દહેજ માટે, પુત્ર માટે, લગ્ન બાદ પત્ની ગમતી ન હોય, પતિના અંતરના તાર વોહ સાથે જોડાઇ ગયા, લગ્ન બાદ પતિનો પ્રેમિકા સાથેનો સંબંધ તરોતાજો થયો હોય, પતિ વ્યસની હોય-વ્યસન માટે પત્નીની મારઝૂડ કરતો હોય, પતિ ઘર ખર્ચના પૈસા આપતો ન હોય, પતિ કમાતો ન હોય, નણંદ-સાસુ-જેઠાણી- દેરાણીનો ત્રાસ હોય આવાં કેટલાંક કારણો હોય. આ બધાં કારણો ચકાસો તો નવાણું ટકામાં નારી જ નારીની દુશ્મન હોય. પારસ્પરિક અસહિષ્ણુતા કે અશાંતિમય સહ અસ્તિત્વ કારણભૂત હોય! પતિ તો બાપડો પતી ગયેલો હોય. (હવે તો કાંઇક બોલો. મેં વેલ બિગનિંગ એટલે સારી શરૂઆત કરી. હવે તો મોરચો સંભાળો ગોરધનો. હાસ્ય કવિ સુરેન્દ્ર શર્મા, પત્ની અત્યાચાર વિરોધી મોરચા સંઘના દેવેન્દ્રભાઇ અને ગિરધરલાલ ગરબડીયાએ તમામ દુણાયેલા, દુભાયેલા, કચડાયેલા, અથડાયેલા , વીખરાયેલા ગોરધનની તરફેણમાં બોલવાની સોપારી કે અખરોટ લીધા છે? રેઇઝ યોર વોઇસ!) એની રહનસહન, વર્તન, જમતી વખતે નિષ્પન્ન થતો ચબડચબડ નાદ-નિનાદ પત્નીને પસંદ ન હોય, ઊંઘમાં નસ્કોરા બોલે તો પત્નીનું મગજ પ્રેશરકૂકરની જેમ ફાટે. એકવાર મગજ ફાટે પછી ધરતીકંપની જેમ આફટર શોક નોનસ્ટોપ નોનસેન્સ આવ્યા કરે. “શું રસોઇ બનાવવું?” તેવી પૃચ્છા પત્ની ઘણીવાર કરે. પતિ જે જે વાનગી સૂચવે તેના પર પત્ની ચોકડી લગાવી રિજેકટ કરે. જુગારમાં ખેલી જેમ બ્લાઇન્ડમાં છેલ્લે પત્તા શૉ કરે તેમ પતિની ખીચડી બનાવવા પર મંજૂરીની મહોર મારે. બેન તારે ખીચડી કરવી હતી તો પછી પતિનો મત લેવાનું કમઠાણ શા માટે કરે છે? કેટલાક પતિઓએ તમામ રોગોના લવાજમ ભરેલા હોય છે. પતિના શરીરને હોટલ લીલા કેમ્પેન્સકી સમજીને રોગો રોકાણાર્થે આવતા-જતા રહે છે. એક કિસ્સામાં એક પતિ હતા. પતિ ડાયાબિટિક હતા. તેમ છતાં મનસ્વી પત્નીએ બટાટાનું શાક બનાવ્યું. વાસ્તવમાં સુખી દામ્પત્યની એકતરફી ચાવી મુજબ પતિએ ચૂપચાપ બટાટાનું શાક ડોજરામાં ભરી લેવાનું હોય. પછી ડાયાબિટીસની ગોળીનો એકસ્ટ્રા ડોઝ લઇ લેવાનો હોય પતિ સાહેબ મંગલ પાંડે થવા ગયા. “બટાટાનું શાક કેમ બનાવ્યું” એવું માસૂમિયતથી પત્નીને પૂછયું. વિવાદિત બટેટાનું શાક ખાવાનો ઇનકાર કર્યો. જેના લીધે પત્ની રણચંડી બની ગઇ. અબળા સબળા બની ગઇ. વગર વાદળે વગર ચોમાસે શ્રીકાર ગાળ વર્ષા થઇ. કડાકાભડાકા થયા. પત્નીએ પતિને મેલાં કપડાં માની સાબુ-પાવડર વિના ધોઇ નાંખ્યો. પતિને હાથે ફ્રેકચર થયું. હવે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. એક સરકારી અધિકારી સામે તેની પત્નીએ છેક મંત્રી સુધી ફરિયાદ કરતો પત્ર લખી તેની તે ઓફિસમાંથી અન્ય ઓફિસમાં બદલી કરવા અનુરોધ કર્યો હતો. તેનાં કારણમાં તે મહિલાએ જણાવ્યું હતું કે તેને તે ઓફિસની એક મહિલા કર્મચારી સાથે ગેરકાયદે સંબંધો છે, પરંતુ તે ફરિયાદમાં સરકારને કોઇ વજૂદ ન લાગતાં તેને યથાસ્થાને રહેવા દીધો હતો. આથી ઝનૂને ભરાઇ તે મહિલા ઘણીવાર તેની ઓફિસમાં પહોંચી જઈ અભદ્ર ભાષામાં તેને ઓફિસના અન્ય કર્મચારીઓની હાજરીમાં જ ખખડાવી નાખતી હતી. આથી તંગ આવી જઈ તે વ્યક્તિએ, ફેમિલી કોર્ટમાં ફરિયાદ નોંધાવી અને છૂટાછેડાની માગણી કરી હતી જે રાયપુરની ફેમિલી કોર્ટે સ્વીકારતાં તે મહિલાએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે ચુકાદો આપતાં હાઇ કોર્ટે રાયપુરની ફેમિલી કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું! સામાન્ય રીતે પતિ અને પ્રેમિકા વચ્ચે પત્ની નડતર બનતી હોય છે. એટલે પતિ પત્નીનું કાસળ કાઢવા અને પ્રેમિકા સાથે ગુલછર્રા ઉડાડવા પ્રોફેશનલ શાર્પ શૂટરને સોપારી આપતો હોય છે. ક્યારેક પ્રેમિકાની વધતી જતી ડિમાન્ડને લીધે પરણિત પ્રેમી કંટાળી જાય અને પ્રમિકાનો કાંટો દૂર કરવા પ્રોફેશનલ કિલરને સોપારી આપતો હોય છે. બેંગલોરમાં હમણાં ઉલટી ગંગા વહી. (બેંગ્લોરમાં ગંગા કયાંથી વહે ગિરધરલાલ? બેંગ્લોરમાં ગોદાવરી વહી એમ કહો તો વાત ગળે ઊતરે!) એક મહિલાએ તેના પતિનું અપહરણ કરીને હત્યા કરવા માટે ત્રણ ગુંડાઓને સોપારી આપી હતી. મહિલાને લાગ્યું કે આના માધ્યમથી તે પોતાની ખતરનાક યોજનાને પાર પાડી શકશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. કહાનીમાં ટવિસ્ટ આવ્યો! મારાઓ એટલે કે પ્રોફેશનલ શૂટર મિત્ર બની ગયા. ખડ્ડુસ નેતાની માફક પાટલી બદલી. પેલી બેનની ખટિયા ખડી થઇ ગઇ! સોપારી લેનારા ગુંડાઓએ તેના પતિનું અપહરણ કર્યું, પરંતુ તેનાથી ઊલટાનું એની સાથે મિત્રતા કરી. મહિલાના પતિ સાથે જોર શોરથી પાર્ટીઓ કરીને તેના શરીર પર ટોમેટો કેચપ મૂકીને તેને સુવડાવી દીધી. ત્યારપછી તેની કેટલીક તસવીરો લઈને મહિલાને મોકલી અને કહ્યું કે અમે તારા પતિને મારી નાખ્યા છે. હવે પોલીસે એ મહિલાની ધરપકડ કરી છે, જેણે તેના પતિની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ સિવાય તેની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે. પતિ, પ્રેમિકા અને પત્નીનો પ્રણય ત્રિકોણ કે પ્રમેય કે સમીકરણ સમજવા ગહન હોય છે. તે પ્રશાંત મહાસાગર કરતાં પણ ઊંડા અને ભૂંડા હોય છે. અલબત, પ્રોફેશનલ કિલરોએ મૂહુર્તના સોદા પેટે લીધેલી રકમ પરત કરી કે કેમ તે સસ્પેન્સ, થ્રીલર અને કિલર ડ્રામા છે! ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button