રોકાણકારો માટે મોટી અપડેટ: ટાટા મોટર્સના શેર શેરબજારમાં આ નામ સાથે દેખાયા

મુંબઈ: ગત વર્ષે ટાટા ગ્રુપે તેના પેસેન્જર અને કોમર્શિયલ વેહિકલ બિઝનેસને અલગ કરવાની જાહેરાત કરી હતી. આ મહીને ડિમર્જર થયા બાદ શેરબજાર પર ટાટા મોટર્સના શેરનું નામ સત્તાવાર રીતે બદલીને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (TMPV) કરવામાં આવ્યું છે. સ્ટોક એક્સચેન્જ પર ટાટા મોટર્સનું સ્ક્રિપ્ટ આઈડી ‘TMPV’ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે.

ટાટા મોટર્સના બોર્ડે ગયા વર્ષે ઓગસ્ટમાં તેના કોમર્શિયલ અને પેસેન્જર વ્હીકલ ડિવિઝનને બે અલગ-અલગ લિસ્ટેડ એન્ટિટીમાં વિભાજીત કરવાનો નિર્ણય લીધો હતો. ડિમર્જર પછી, પેસેન્જર વ્હીકલ એન્ટિટીનું નામ બદલીને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (TMPVL) રાખવામાં આવ્યું હતું. કોમર્શિયલ વ્હીકલ એન્ટિટીનું નામ ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ(TMLCV) રાખવામાં આવ્યું.
TMPVL કાર, ઇલેક્ટ્રિક વેહિકલ (EVs) અને જગુઆર લેન્ડ રોવર (JLR) જેવા સેગમેન્ટના બિઝનેસ પર ધ્યાન આપશે, જ્યારે TMPVL ટ્રક અને બસ બિઝનેસ પર ધ્યાન આપશે.
ડિમર્જર પછી, TMPV ના શેરના શેર આજે શુક્રવારે સામાન્ય ઘટાડા સાથે ₹ 403.3 પર બંધ થયો હતો, TMLCVના શેર નવેમ્બરમાં શેરબજાર પર લીસ્ટ થાય એવી શક્યતા છે.
શેરધારકોને મળશે 1 શેર:
રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે 13 ઓક્ટોબર, 2025 ના રોજ નવું સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન જાહેર કર્યું હતું. ડિમર્જ થયેલી કંપનીના શેર ક્યા શેરધારકોને મળશે એ નક્કી કરવા માટે રેકોર્ડ ડેટ 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી.
14 ઓક્ટોબરના રોજ જે રોકાણકારોએ પાસે ટાટા મોટર્સના શેર હતાં, તેમને દરેક શેર માટે ડિમર્જ થયેલી TMLCV નો એક શેર મળશે. TMLCV નવેમ્બરમાં BSE અને NSE પર લીસ્ટ થાય એવી શક્યતા છે.
આપણ વાંચો: ગ્રીન સિગ્નલમાં શરૂઆત બાદ શેરબજારમાં ઘટાડો; આ કારણો રહ્યા જવાબદાર



