Uncategorized

સુરતમાં બનાવટી નોટનો પર્દાફાશ: પાંચ લાખના મૂલ્યની 500 રૂપિયાની નોટ્સ જપ્ત

સુરતઃ સુરત એસઓજીએ આ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને મૂળ અમરેલીના રહેવાસી હાલ સુરત રહેતાં પરેશ હડિયાને 5 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા આ શખ્સને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. છેલ્લા 6 વર્ષથી કિરણ ડાયમંડમાં 20,000ના પગારથી નોકરી કરતા પરેશ હડિયા નામના રત્નકલાકારે રાતોરાત અમીર બનવાના મોહમાં નકલી નોટો બજારમાં વટાવવાનું શરૂ કર્યું હતું.

પોલીસ પૂછપરછમાં આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આરોપીઓએ આર્થિક સંકડામણ દૂર કરવાના બહાને તેણે ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો. જો કે, આરોપીને આખરે પોલીસના સકંજામાં આવી ગયો અને ઝડપાઈ ગયો છે. જેના સામે ગુનો નોંધની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કેસમાં પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી વરાછા મીની રોડ પરથી પરેશ હડિયાને ઝડપી પાડ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

25 ટકા કમિશનની લાલચમાં આ કાળો કારોબાર શરૂ કર્યો

પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો, તલાશી લેતા આરોપી પાસેથી 500 ના દરની કુલ 5 લાખની બનાવટીનકલી નોટો મળી આવી હતી. જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દ્વારા પરેશ હડિયાની પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આરોપીએ તેણે 25 ટકા કમિશનની લાલચમાં આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. તેણે છેલ્લા એક વર્ષમાં અંદાજે 25 લાખથી વધુની નકલી નોટો બજારમાં વટાવી દીધી છે. આ નોટોને ખાસ કરીને શાકભાજી માર્કેટ, પાનના ગલ્લા અને ભીડભાડવાળા વિસ્તારોમાં જઈ રાત્રિના સમયે જ ઉપયોગમાં લેતો હતો. આ કૌભાંડમાં તેને વેચાણના 25 ટકા કમિશન મળતું હતું, જ્યારે બાકીના 75 ટકા હિસ્સો મુખ્ય સૂત્રધારને જતો હતો.

આપણ વાંચો:  સુરતમાં 35 વર્ષીય બેંક ક્લાર્કને ક્રિકેટ રમતા આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયા થયું મોત

સંબંધિત લેખો

Back to top button