હેં શું કહ્યું ? શાહરૂખ ચોરીનો માલ વેચી રહ્યો છે?
ચૌંક ગયે…હા બીજા કોઈ નહી્ં કિંગ ખાન શાહરૂખની જ વાત કરીએ છીએ. ગુરૂવારે રિલીઝ થયેલી જવાન ફિલ્મે બે જ દિવસમાં 127 કરોડનું કલેક્શન કરી દીધુ છે પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યુ છે કે જવાન ચોરી કરેલી ફિલ્મ છે.
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને સારા રિવ્યૂ મળી રહ્યા છે. એક્શન અને કહાનીના તગડા કોમ્બિનેશન સાથે ફિલ્મ જોવા માટે લોકો થિયેટર્સમાં જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અમુક લોકોએ દાવો કર્યો છે કે ફિલ્મ સાઉથ ફિલ્મની કૉપી છે અને નિર્દેશક એટલીએ એકવાર ફરી ફિલ્મની ચોરી કરી છે. જો આ વાત સાચી હોય તો પછી કિંગ ખાન ચોરીનો માલ વેચી રહ્યો છે, તેમ કહી શકાય.
ફિલ્મ ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત રજૂ કરે છે. આ ખાસિયત છે કે જેના કારણે લોકો આને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. સાથે જ શાહરૂખ-નયનતારાની જોડીને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહી છે. ટ્વીટર પર યુઝર્સ ફિલ્મને લઈને પોતાનો મત મૂકી રહ્યા છે. ટ્વીટર પર એક યુઝરે ટ્વીટ કરી અને દાવો કર્યો કે આ ફિલ્મ Vidaa Muyarchi ની કોપી છે. અમુક આ ફિલ્મને 1989માં આવેલી તમિલ ફિલ્મ થાઈ નાડૂની કોપી ગણાવી રહ્યા છે. આ ફિલ્મમાં સત્યરાજે ડબલ રોલ કર્યો હતો. એક યુઝરે લખ્યુ- જવાન તમિલનું ઓરિજનલ વર્જન છે. અમુક લોકો શાહરૂખ ખાનની આ ફિલ્મને કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયનની કહાની સાથે ભળતી ગણાવી રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે એટલીની કોઈ ફિલ્મ પર આ પ્રકારનો આરોપ લાગ્યો હોય. આના પહેલા પણ એટલીની ફિલ્મ બિજિલ પર કોપી કરવાનો આરોપ લાગ્યો હતો. તેલુગુના શોર્ટ ફિલ્મમેકર નંદી ચિન્ની રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો. વર્ષ 2017માં પણ એટલી પર ફિલ્મની કહાની ચોરવાનો આરોપ લાગ્યો હતો.
હવે ભાઈ જે હોય તે પણ હકીકત તો એ છે કે એસઆરકે ફરી કિંગ ખાન સાબિત થયા છે. સાઉથની ફિલ્મોને ટક્કર આપે તેવી કમાણી પઠાણ અને જવાને કરી છે. સન્ની દેઓલની ગદર-2ને પણ પાછળ છોડી કિંગ ખાન બાજી મારી ગયા છે.