જો રેખાએ એ સમયે મને કહ્યું હોત તો હું જયાજીને ચોક્કસ મનાવી લેત…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને રેખાની લવ સ્ટોરી તો જગજાહેર છે અને આજે પણ ફેન્સ બંનેને એક સાથે જોવા માટે એકદમ આતુર હોય છે. એ ઘડી ક્યારેય આવશે એ તો રામ જાણે. આજે આપણે અહીં એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. પરંતુ એ કિસ્સો જાણવા માટે આપણે થોડા એ પહેલાંનું બેકગ્રાઉન્ડ જાણી લેવું પડશે.
વાત ફિલ્મ કૂલીના સમયની છે. આ ફિલ્મમાં બિગ બીને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ બિગ બીની પલ્સ રેટ પર મિનિટ 72થી વધીને 180 પર મિનિટ થઈ ગયો હતો અને તે કોમામાં જતા રહ્યા હતા. ઓપરેશન કરી રહેલાં ડોક્ટરોએ જોયું કે બિગ બીના પેટની એક નસ ફાટી ગઈ હતી. આ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 3થી 4 કલાક જ જીવી શકે છે. પરંતુ બિગ બી આ સ્થિતિમાં ત્રણ દિવસ સુધી ટકી રહ્યા. એ સમયે બિગ બીને પહેલાંથી જ કેટલીક બીમારીઓ હતી જેને કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.
આ પણ વાંચો: રેખાએ આ એક્ટર સાથે ફિલ્મમાં કર્યો બાથટબમાં રોમેન્સ, થિયેટરમાં બંનેનો રોમેન્સ જોઈને…
આખરે એર બસથી બિગ બીને બેંગલોરથી મુંબઈ લાવવામાં આવ્યા અને બિગ બીને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા બચ્ચન આ સમયે બિગ બી માટે પ્રાર્થના કરવા માટે સિદ્ધિવિનાયક પહોંચી હતી, જ્યાં પહેલાંથી જ હજારો ફેન તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. એવું કહેવાય છે કે એ સમયે હોસ્પિટલમાં રેખાને અંદર જવા પર પાબંદી મૂકવામાં આવી હતી. જયા બચ્ચન જરાય નહોતા ઈચ્છતા કે રેખાનો પડછાયો પણ બિગ બી પર પડે.
રેખાને સમાચાર મળતાં જ સવારે તેઓ સફેદ સાડી પહેરીને પહોંચી ગઈ હતી. યાસિર ઉસ્માને લખેલા પુસ્તકમાં ફિલ્મ મેકર પ્રકાશ મહેરાએ આ વિશે વાત કરી હતી. પ્રકાશ મહેરાએ જણાવ્યું હતું કે જો મને રેખાએ આ વિશે જણાવ્યું હોત તો હું જયાજીને મનાવી શક્યો હોત. અહીં કોઈ વ્યક્તિ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે બધું ભૂલી જવું જોઈએ. કંઈ નહીં તો એક કો-સ્ટારના હેસિયતથી પણ રેખાને બિગ બીને મળવાની પરવાનગી આપવી જોઈએ.