મનોરંજન

Rajkumar Raoની Shrikantએ બે દિવસમાં આટલી કમાણી કરી

રાજકુમાર રાવ આ દિવસોમાં રાજકુમાર રાવ તેની ફિલ્મ શ્રીકાંતને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ગઈ કાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ દેશના લોકપ્રિય અંધ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવની એક્ટિંગ દર્શકોને પસંદ આવી રહી છે. ફિલ્મમાં તેની એક્ટિંગ હિટ છે અને ફિલ્મ પણ હિટ બનવા તરફ આગળ વધી રહી છે. અમે આ ફિલ્મની 2 દિવસની કમાણીનાં આંકડા પોઝિટીવ જણાઈ રહ્યા છે.

ટ્રેડ રિપોર્ટ અનુસાર શ્રીકાંતએ પહેલા દિવસે 2.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. વિકેન્ડના પહેલા દિવસે એટલે કે શનિવારે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, શ્રીકાંતએ બીજા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે બે દિવસમાં ફિલ્મે કુલ 6.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. લગભગ 40 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ડિરેક્ટર તુષાર હિરાનંદાનીની ફિલ્મ શ્રીકાંતને વીકએન્ડના બીજા દિવસે એટલે કે રવિવારે પણ ફાયદો મળી શકે છે.


શ્રીકાંત સિવાય, આ અઠવાડિયે સિનેમાઘરોમાં બીજી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી, તેથી આશા છે કે ફિલ્મ આગામી દિવસોમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

અભિનેત્રી જ્યોતિકા શ્રીકાંત બોલાની બાયોપિક શ્રીકાંતમાં રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી રહી છે. જ્યોતિકા હાલમાં જ અજય દેવગનની સુપરનેચરલ હોરર થ્રિલર શૈતાનમાં જોવા મળી હતી. આ સિવાય અલયા એફ અને શરદ કેલકર જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન તુષાર હિરાનંદાનીએ કર્યું છે, જ્યારે ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, નિધિ પરમાર હિરાનંદાની શ્રીકાંતના નિર્માતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button