Uncategorized

Rajasthan ના સિરોહીમાં મોટો અકસ્માત, 9 લોકોના મોત 15 ઇજાગ્રસ્ત

સિરોહીઃ રાજસ્થાનના(Rajasthan) સિરોહી જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે લોકોને ઉદયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં મજૂરોને લઈ જઈ રહેલી જીપ રોંગ સાઈડથી જઇ રહી હતી અને સામેથી આવતી ટ્રકને ટક્કર મારી હતી. આ તમામ લોકો પાલી જિલ્લામાં મજૂર તરીકે કામ કરવા જઈ રહ્યા હતા.

બે ઇજાગ્રસ્તોને ઉદેપુર રીફર કરાયા
આ સમગ્ર દુર્ઘટના પિંપવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કંટાલ પાસેની જણાવવામાં આવી રહી છે. આ ઘટનામાં એક મૃતક શિવગંજનો અને એક મૃતક સુમેરપુરનો હતો. બાકીના તમામ ઉદયપુર જિલ્લાના ઓગાના પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે.

ડ્રાઇવર અને કોન્ટ્રાક્ટરનું પણ મોત થયું
આ જીપમાં મજૂરો પાલી જિલ્લામાં કામ પર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકનું કહેવું છે કે જીપ રોંગ સાઈડથી આવી હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં જીપચાલક અને કોન્ટ્રાક્ટરનું પણ મૃત્યુ થયું છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker