Uncategorized

રાહુલ ગાંધીના બચાવમાં ઉતર્યા પ્રિયંકા ગાંધી, કહ્યું ભાઈ આર્મીને ક્યારેય બદનામ ના કરી શકે…

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં આપેલા નિવેદન પર હોબાળો મચ્યો છે. તેની બાદ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મારો ભાઈ આર્મીને ક્યારેય બદનામ ના કરી શકે. તેઓ ભૂતપૂર્વ આર્મી ચીફના પુસ્તકમાંથી એક અંશ વાંચી રહ્યા હતા. તેમાં બદનામ કરવાની વાત જ કયા આવે છે. નિયમ એ છે કે પબ્લિક સોર્સ હોવો જોઈએ તે પછી ભલે તે પુસ્તક હોય કે મેગેઝિન હોય. આ એક પુસ્તકમાંથી એક અંશ છે જે મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. આમાં કોઈ અપ્રમાણિત સોર્સ નથી. તો મોદી સરકાર શા માટે ડરી રહી છે

ચીન સામે 56 ઇંચની છાતીનું શું થયું?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકારને એ બાબતનો ડર છે કે જો પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના પુસ્તકની સામગ્રી જાહેર થશે તો દેશ બંને ટોચના ભાજપના નેતાઓ વિશે લોકો સત્ય જાણી જશે કે ચીન સામે ’56 ઇંચની છાતી’ના નિવેદનનું શું થયું .લોકસભામાં હંગામો ચાલુ રહેતા બંને ગૃહને બે મુલતવી રાખ્યા પછી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…સંસદ બહાર રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા…

હું સંસદમાં એ વાક્ય બોલીશ મને કોઈ રોકી શકશે નહીં : રાહુલ ગાંધી

ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ રાહુલ ગાંધીએ સંસદ સંકુલમાં દાવો કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને આખી સરકાર ફક્ત એક જ વાક્યથી ડરી ગઈ છે. હું સંસદમાં એ વાક્ય બોલીશ મને કોઈ રોકી શકશે નહીં. તેમણે પાછળથી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભૂતપૂર્વ સેના પ્રમુખના નિવેદનથી ખુલાસો થશે કે પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનાને કેવી રીતે નિરાશ કરી છે.

ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ : ભાજપ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ કાલ્પનિક નિવેદનો અને સેના પર સવાલ ઉઠાવીને ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું, દેશનું અપમાન કરીને રાહુલ ગાંધી શું કહેવા માંગે છે. તે એવું કહી રહ્યા છો જેનો કોઈ સોર્સ નથી. તેમજ રાહુલ ગાંધીએ એવું કશું ના બોલવું જોઈએ જેનાથી સેનાનું મનોબળ ઓછું થાય.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button