પીએમઓ, રાજ્યપાલ અને વીવીઆઇપીઓ પર થાય છે આટલા કરોડનો ખર્ચ, બજેટમાં ફાળવણી કરાઇ

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવમું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વિવિધ સેક્ટર અંગે ફાળવણી કરવામાં આવી હતી. તેની સાથે જ બજેટમાં મંત્રીઓના પગાર, રાજકીય મહેમાનો અને ભૂતપૂર્વ રાજ્યપાલો પર ભારે નાણાં ખર્ચ્યા છે.
જ્યારે કેન્દ્રીય બજેટ 2026-27 માં મંત્રીઓના પગાર, રાજકીય મહેમાનો અને ભૂતપૂર્વ રાજ્યપાલોના મનોરંજન જેવા ખાસ ખર્ચ માટે 1102 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ ગયા વર્ષના સુધારેલા અંદાજ રૂપિયા 987. 20 કરોડ કરતા વધારે છે.
આપણ વાચો: બજેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી
વીવીઆઇપીઓ માટે એક્સ્ટ્રા-સેશન ફ્લાઇટ ઓપરેશનનો ખર્ચ સામેલ
બજેટમાં મંત્રી પરિષદના ખર્ચ માટે રૂપિયા 620 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ અને ભૂતપૂર્વ વડા પ્રધાનોના પગાર, ભથ્થાં અને મુસાફરીનો સમાવેશ થાય છે. આમાં વીવીઆઇપીઓ માટે એક્સ્ટ્રા-સેશન ફ્લાઇટ ઓપરેશનનો ખર્ચ સામેલ છે.
પીએમઓના વહીવટી ખર્ચ માટે 73. 52 કરોડ રૂપિયા ફાળવાયા
પીએમઓના વહીવટી ખર્ચ માટે 73. 52 કરોડ રૂપિયા ફાળવાયા છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને તેના અવકાશ કાર્યક્રમના વહીવટી ખર્ચ માટે રૂપિયા 256.19 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલય અને રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનના ખર્ચ માટે રૂપિયા 65 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આતિથ્ય અને મનોરંજન હેઠળ વિદેશી રાજકીય મહેમાનોના મનોરંજન, રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા સ્વાગત અને અન્ય રાજ્ય કાર્યક્રમો માટે 5, 76 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય રાસાયણિક શસ્ત્રો સંમેલન સત્તામંડળ (NACWC)ના વહીવટી ખર્ચ માટે રૂપિયા 800 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ રાજ્યપાલોને સચિવાલય સહાય માટે રૂપિયા 15.3 કરોડની ફાળવણી કરવામાં આવી છે.



