સ્પેશિયલ ફિચર્સ

ફોનમાં બંધ કરી દો આ સેટિંગ અને જુઓ જાદુ, મૂડ તો સુધરશે અને સાથે મગજ પણ…

આજકાલ નાનાથી મોટા લઈને તમામ લોકો મોબાઈલ ફોનનો એટલો ઉપયોગ કરે છે કે નહીં પૂછો વાત. મોબાઈલ ફોન વિના એક મિનિટ પણ રહેવું અશક્ય બની જાય છે. હાલતા-ચાલતા ફરતાં-ખાતા લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ મોબાઈલ ફોન જેમ તમારા કામ સરળ બનાવે છે એ જ રીતે તમારા માટે મુશ્કેલીનું કારણ પણ બને છે. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેને કારણે તમારી મુશ્કેલીઓનો અંત આવશે અને તમારો મૂડ પણ સારો રહેશે. આવું અમે નહીં પણ હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું.

Also read : તમે પણ લાંબો સમય સુધી મોબાઈલ ફોન સાથે ચોંટેલા રહો છો? આ વાંચી લો…

હાલમાં જ કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે જો થોડાક સમય માટે તમારા ફોનમાં એક સેટિંગ ઓફ કરી દેવામાં આવે તો તમારો મૂડ સારો રહેશે અને આ સાથે જ માણસનું મગજ પણ 10 વર્ષ સુધી વધારે જુવાન બની જાય છે. એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો હતો.

અમેરિકા અને કેનેડાની કેટલીક યુનવર્સિટી દ્વારા એક મહિના સુધી 467 આઈફોન યુઝર્સ પર અધ્યયન કર્યું હતું. તેમણે રિસર્ચમાં સામેલ થનારા લોકોના ફોનનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાને બદલે ઈન્ટરનેટ યુઝ ન કરવાની સલાહ આપવામાં આવી. આ તમામ લોકોના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરવામાં આવી જે મોબાઈલનું ઈન્ટરનેટ બ્લોક કરે છે.

અધ્યયના જ બે જ અઠવાડિયા બાદ લોકો પર મોબાઈલ ઈન્ટર બંધ રાખવાની અસર જોવા મળી. રિસર્ચમાં સામેલ લોકોએ જણાવ્યું કે તેઓ પહેલાંથી વધારે ખુશ છે. પોતાના જીવનથી વધારે સંતુષ્ટ છે અને માનસિક રીતે સ્વસ્થતા અનુભવી રહ્યા છે. આ સુધારો કોગ્નેટિવર બિહેવિયરલ થેરેપી સમાન હતા. રિસર્ચમાં સામેલ લોકોએ જણાવ્યું કે તેમની એકાગ્રતામાં સુધારો જોવા મળ્યો છે અને અટેન્શન ટેસ્ટમાં તેમણે 10 વર્ષ યુવાન મગજના લોકો જેવું પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં તેમણે સરેરાશ રોજ 17 મિનીટ વધુ ઊંઘ લીધી હતી.

Also read : What’sApp પરથી જ તમે હવે કરી શકશો આ કામ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજના જમાનામાં ફોન એક જરૂરી સાધન બની ગયું છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો તો મુશ્કેલ છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ બાબતે સંતુલન જાળવી રાખવું ખૂબ જ આવશ્યક છે. તેમણે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ઈન્ટરનેટના યુઝ માટે દરરોજનો સમય નક્કી કરવો, ડિસ્ટ્રેક્શનવાળી એપ્સ બ્લોક કરવી, વીક-એન્ડ પર ઈન્ટરનેટનો ઉપયોગ ના કરવો અને નોટિફિકેશન ઓફ રાખવા જેવી સલાહ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button