આજથી બદલાઈ રહ્યા છે Credit Card, LPG, UPI ના સબંધિત નિયમ… જાણી લેશો તો ફાયદામાં રહેશો…

દર મહિનાની જેમ જ આજથી શરૂ થયેલા ઓગસ્ટમાં મહિનમાં કેટલાક મહત્ત્વના નિયમો બદલાવવા જઈ રહ્યા છે, જેની અસર સીધેસીધી તમારા ખિસ્સા પર જોવા મળી શકે છે. દર મહિનાની જેમ જ આજે પહેલી ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડના નિયમ, યુપીઆઈ, એલપીજી, પેટ્રોલ-ડિઝલ અને બીજા કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આજે આપણે અહીં આવા જ કેટલાક નિયમો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેની તમારા મંથલી બજેટ પર ચોક્કસ જોવા મળશે. આવો જોઈએ કયા છે આ નિયમો-
SBI Credit Cardના બદલાશે નિયમ
જો તમારી પાસે એસબીઆઈ (SBI)નું ક્રેડિટ કાર્ડ છે તો તમને આ મહિનાથી મોટો આંચકો લાગી શકે છે, કારણ કે 11મી ઓગસ્ટથી એસબીઆઈ અનેક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર મળનારા ફ્રી એર એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર બંધ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી એસબીઆઈ દ્વારા યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પીએસબી, કરૂર વૈશ્ય બેંક, અલાહાબાદ બેંક સાથે મળીને કેટલીક એલિટ અને પ્રાઈમ કાર્ડ્સ પર એક કરોડ કે 50 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવતું હતું.

એલપીજીની કિંમતોમાં ઘટાડો?
દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ, કમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. પહેલી જુલાઈના 19 કિલો કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને 60 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો. અનેક કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતું, પરંતુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં પહેલી ઓગસ્ટથી ગેસની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

યુપીઆઈના નિયમમાં થયો ફેરફાર
યુપીઆઈ પર બેલેન્સ ચેકને લઈને પણ પહેલી ઓગસ્ટથી લિમિટ સેટ કરવામાં આવી છે. યુપીઆઈ એપ્સ પર હવે દિવસમાં 50 વખત જ બેલેન્સ ચેક કરી શકાશે. આ ઉપરાંત આવનારા દિવસોમાં યુપીઆઈ યુઝર્સ જોઈ શકશે કે તેમનું બેંક કયું બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર સાથે લિંક છે. યુપીઆઈની ઓટો પે ટ્રાન્ઝેક્શનમાં પણ પહેલી ઓગસ્ટથી મહત્ત્વનો ફેરફાર જોવા મળશે.

હવે યુઝર્સ ઈચ્છે તો તેઓ ઓટો પે ટ્રાન્ઝેક્શનનો ટાઈમ સ્લોટ ફિક્સ કરી શકશે. પહેલી ઓગસ્ટ બાદ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. નવા ફેરફાર અનુસાર યુઝર્સ હવે દિવસમાં 3 વખત જ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ ચેક કરી શકશે, પણ એમાં પણ 90 સેકન્ડનું અંતર હોવું ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો…રક્ષાબંધન પર ટ્રાવેલ ટિકિટોનો પણ સેલ! આ પ્લેટફોર્મ પર અડધા ભાવે મળશે બસ, ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ