ભારત પર અમેરિકાએ વિંઝ્યો કોરડો, રદ કરી 22 મિલિયન ડૉલરની ફંડિંગ

અમેરિકાએ ભારત સહિત ઘણા દેશોને આપવામાં આવતા વિદેશી ભંડોળમાં ઘટાડો કર્યો છે. અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની આગેવાની હેઠળના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિસ (DOGE)એ ભારતમાં વોટર ટર્નઆઉટ માટે આપવામાં આવતી 22 મિલિયન ડોલરનું ભંડોળ રદ કર્યું છે. બાંગ્લાદેશ અન્ય દેશોને આપવામાં આવતી સહાયમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય નિર્ણય હેઠળ ઈલોન મસ્કે સરકારી ખર્ચ ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે બજેટ કાપને પ્રાથમિકતા આપી છે. DOGEના વડા ઈલોન મસ્ક વારંવાર જણાવ્યું છે કે ફેડરલ ખર્ચમાં નોંધપાત્ર કાપ નહીં કરવામાં આવે તો અમેરિકા નાદાર થઈ જશે. તેમણે ભારતની ચૂંટણીમાં મતદારોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે આવનારી 21 મિલિયન ડોલરની સહાયને રદ કરી દીધી છે.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 8 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા
ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલી મુલાકાતમાં થોડા દિવસો બાદ જ આ નિર્ણય કહેવામાં આવ્યો છે. બંને દેશ નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં અમેરિકા ભારતના સંબંધો મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી. જોકે તેમને સત્તાવાર નિવેદનો સહાય રદ કરવાનો મુદ્દો નહોતો.
આ જાહેરાત બાદ ભારતમાં રાષ્ટ્રીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. આના પર પ્રતિક્રિયા આપતા ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ સહાય સામે સવાલ ઉઠાવ્યો હતો કે શું ભારતમાં મતદાન માટે ૨૧ મીલિયન ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી રહી હતી? આ તેમણે આ બાબતને ભારતને ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ પણ ગણાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે આનાથી શાસક પક્ષને તો કોઈ ફાયદો નથી તો કોને ફાયદો થશે. તેમને દલીલ એવી હતી કે આનાથી વિરોધ પક્ષોને જ ફાયદો થશે.
આ પણ વાંચો: અમેરિકાના રાજ્યોએ DOGEના વડા તરીકે મસ્કની ભૂમિકા સામે દાવો માંડ્યો
ભારતીય ચૂંટણી સાથે જોડાયેલા યુએસ ફંડિગના ખુલાસાથી ભાજપની વિદેશી હસ્તક્ષેપની ચિંતા વધી ગઇ છે. સામાન્ય રીતે જોવા જઇએ તો ભારતમાં ચૂંટણી હોય તો તેને માટે નાણા ખર્ચવાની અમેરિકાને શું જરૂર પડે? ભારત પોતાના ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ છે. જોકે, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભારતની ચૂંટણીમાં અશાંતિ કે અરાજક્તા સર્જાવીને તખ્તા પલટ માટે કદાચ આ ભંડોળ ફાળવવામાં આવ્યું હોઇ શકે છે. એ જે હોય તે પણ ભારત અને અન્ય દેશો માટે ફાળવવામાં આવેલા ભંડોળને રદ કરવાનો અમેરિકાનો નિર્ણય મહત્વની ઘટના છે, જેની અસર વૈશ્વિક રાજકારણ પર પડી શકે છે. આ અંગે ભારતના વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રસપ્રદ રહેશે.