એન્ટિલિયા પહેલાં Mukesh Ambani-Nita Ambani ક્યાં રહેતા હતા? કેવું હતું પહેલાંનું ઘર?
એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને એમનો પરિવાર સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં મુકેશ અંબાણી દુનિયાના સૌથી મોંઘા અને શાનદાર ઘર એન્ટિલિયામાં રહે છે એ વાત તો બધા જ જાણે છે. આ ઘર તમામ આધુનિક સુવિધાઓથી અને એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ છે. પરંતુ શું તમે જાણો છો કે એન્ટિલિયામાં શિફ્ટ થતાં પહેલાં અંબાણી પરિવાર ક્યાં રહેતો હતો? ચાલો તમને જણાવીએ-
આજે અંબાણી પરિવાર 27 માળના હાઈક્લાસ ઘરમાં રહે છે અને અહીં આખો પરિવાર એક જ ફ્લોર પર રહે છે. પરંતુ શું તમને ખબર છે કે એન્ટિલિયા પહેલાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Nita Ambani) સંતાનો સાથે કોલાબા ખાતે આવેલા ઘરમાં રહેતા હતા. જ્યાં તેમની સાથે કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani), નાના ભાઈ અનિલ અંબાણીનો આખો પરિવાર પણ રહેતો હતો.
સી વિંડની નામની આ ઈમારત 14 માળની છે અને આ ઈમારતમાં પરિવારના દરેક સભ્ય માટે સ્વતંત્ર ફ્લોર હતો. બાદમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એન્ટિલિયા ખાતે શિફ્ટ થયા અને અનિલ અંબાણી આજે પણ મમ્મી કોકિલાબેન સાથે આ સી વિંડ એપાર્ટમેન્ટમાં જ રહે છે. કફ પરેડ ખાતે આવેલું આ ઘર 14 માળનું છે જ્યાં આખો અંબાણી પરિવાર એક સાથે રહેતો હતો.
આ પણ વાંચો…..કુકમાની મહિલા સરપંચના તલાટી પુત્રને ચાર્જશીટ બાદ જામીનનો ઈન્કાર
જોકે, એ વાત એ ક્લિયર નથી કે મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે આ ઘરમાં કેટલો સમય રહ્યે છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આ સી વિંડ એપાર્ટમેન્ટ લાંબા સમય સુધી અંબાણી પરિવારના સપનાનું આશિયાના રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકો સહિત પરિવારના દરેક સદસ્ય માટે સ્વતંત્ર માળ હતો. જ્યારે હવે એન્ટિલિયામાં આખો અંબાણી પરિવાર એક સાથે એક જ ફ્લોર પર રહે છે.
એન્ટિલિયાની ગણતરી દેશ જ નહીં પણ દુનિયાના આલિશાન અને મોંઘા કહી શકાય એવા ઘરોમાં કરવામાં આવે છે, જ્યાં તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના આલિશાન ઘરની એક ઝલક જોવા માટે લોકો ખૂબ જ ઉત્સુક હોય છે.