પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

મનુ મિશન: ભારતીય મહિલા શૂટર હવે ત્રીજા મેડલને નિશાન બનાવશે

પૅરિસ: 33મી ઑલિમ્પિક્સમાં ભારતે પહેલા ત્રણેય બ્રૉન્ઝ મેડલ શૂટિંગમાં મેળવ્યા ત્યાર પછી હવે વધુ એક મેડલ નિશાનબાજીમાં આવી શકે અને એ માટેનું મિશન ઐતિહાસિક મેડલ-વિજેતા મનુ ભાકર દ્વારા શુક્રવારે શરૂ થવાનું છે. તે અને ઇશા સિંહના હાથે ભારતને મેડલ મળી શકે. ભારતના શૂટિંગના ત્રણમાંથી બે બ્રૉન્ઝ મનુ ભાકર જીતી છે અને એક બ્રૉન્ઝ સ્વપ્નિલ કુસાળે જીત્યો છે.

આ પણ વાંચો: લક્ષ્ય ભારતના જ પ્રણોયને હરાવી ક્વૉર્ટરમાં પહોંચી ગયો

મેન્સ હૉકીમાં શુક્રવારે ભારતનો વધુ એક ચડિયાતી ટીમ સામે મુકાબલો છે. ગુરુવારે વર્લ્ડ નંબર-વન બેલ્જિયમ સામે 1-2થી હારી ગયા બાદ વર્લ્ડ નંબર-સિક્સ ભારતની શુક્રવારે વર્લ્ડ નંબર-ફોર ઑસ્ટ્રેલિયા સાથે ટક્કર છે.

આ પણ વાંચો: સ્વપ્નિલની ઐતિહાસિક સિદ્ધિથી પ્રત્યેક ભારતીય આનંદિત છે: મોદી

ઍથ્લેટિક્સમાં પણ ભારતના પડકારની હવે શરૂઆત થઈ રહી છે. ખાસ કરીને મહિલાઓની 5000 મીટર દોડમાં અંકિતા ધ્યાની અને પારુલ ચૌધરી ભારતના પડકારની શરૂઆત કરશે. ગોળા ફેંકમાં ભારતનો ટોચનો શૉટ પૂટર તેજિન્દરપાલ સિંહ તૂર હરીફોને પોતાની તાકાતનો પરચો કરાવશે.

પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ

દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
ચીન117321
ફ્રાન્સ 810826
જાપાન 83415
ઑસ્ટ્રેલિયા 76417
અમેરિકા 6131231
ગ્રેટ બ્રિટન 67720
સાઉથ કોરિયા63312
ઇટલી 36413
કૅનેડા 2237
જર્મની 2226
ભારત 0033

શુક્રવારે ભારતીયોનો શેમાં પડકાર?

ગૉલ્ફ
-મેન્સ ઇન્ડિવિજ્યૂઅલ ફાઇનલ્સ (રાઉન્ડ-2), શુભાંકર શર્મા અને ગગનજીત ભુલ્લર, બપોરે 12.30

શૂટિંગ
-મહિલાઓની પચીસ મીટર પિસ્તોલ, ક્વૉલિફિકેશન, પ્રીસિઝન, મનુ ભાકર અને ઇશા સિંહ, બપોરે 12.30
-મેન્સ સ્કીટ ક્વૉલિફિકેશન, દિવસ-1, અનંતજીત સિંહ નારુકા, બપોરે 1.00

તીરંદાજી
-મિક્સ્ડ ટીમ (1/8 એલિમિનેશન્સ), ભારત (ધીરજ બોમ્માદેવારા, અંકિતા ભકત) વિરુદ્ધ ઇન્ડોનેશિયા, બપોરે 1.19

રૉવિંગ
-મેન્સ સિંગલ સ્કલ્સ, ફાઇનલ, બલરાજ પન્વાર, બપોરે 1.48

જુડો
-મહિલાઓનો 78 કિલો વર્ગ (32નો એલિમિનેશન રાઉન્ડ), તુલિકા માન વિરુદ્ધ ઇડાલિસ ઑર્ટિઝ (ક્યૂબા), બપોરે 2.12

સેઇલિંગ

  • મહિલા ડિન્ગી રેસ-3, નેત્રા કુમાનન, બપોરે 3.45
  • મહિલા ડિન્ગી રેસ-4, નેત્રા કુમાનન, બપોરે 4.53
  • પુરુષ ડિન્ગી રેસ-3, વિષ્ણુ સર્વનન, સાંજે 7.05
  • પુરુષ ડિન્ગી રેસ-4, વિષ્ણુ સર્વનન, રાત્રે 8.15

હૉકી

  • મેન્સ ટૂર્નામેન્ટ (ગ્રુપ સ્ટેજ), ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, સાંજે 4.45

બૅડમિન્ટન

  • મેન્સ સિંગલ્સ, ક્વૉર્ટર ફાઇનલ, લક્ષ્ય સેન વિરુદ્ધ ચોઉ ટિન ચેન (ચાઇનીઝ તાઇપેઇ), સાંજે 6.30

ઍથ્લેટિક્સ

  • મહિલા, 5000 મીટર (હીટ-1), અંકિતા ધ્યાની, રાત્રે 9.40
  • મહિલા, 5000 મીટર (હીટ-2), પારુલ ચૌધરી, રાત્રે 10.06
  • પુરુષ વર્ગ, ગોળા ફેંક (ક્વૉલિફિકેશન), તેજિન્દરપાલ સિંહ તૂર, રાત્રે 11.40
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…