મહારાષ્ટ્રમાં 2 અલગ અલગ અકસ્માતમાં સાતનાં મોત, 16 ઘાયલ
જાલમાં બસ-ટ્રકની સામસામી ટક્કર: છનાં મોત, ૧૪ ઘાયલ

મુંબઈ-જાલના: મહારાષ્ટ્રમાં અલગ અલગ અકસ્માતના બનાવોમાં સાત જણનાં મોત થયા છે, જ્યારે 16 જણને ઈજા પહોંચી હતી. જાલના જિલ્લાના બીડ માર્ગ પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. ઓવરટેક કરવાના ચક્કરમાં ટ્રક બસ સાથે અથડાઇ હતી જેમાં છ જણનાં મૃત્યુ અને ૧૪ જણ ઘાયલ થયા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બન્ને વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતીનુસાર તે બસ ગેવરાઇથી અંબડ તરફ જઇ રહી હતી, જ્યારે મોસંબીથી ભરેલી ટ્રક જાલનાથી આવી રહી હતી. વડીગોદી હાઇવે પર મઠ તાંડા ગામ પાસે બસ અને ટ્રકની સામસામે ટક્કર થિ હતી. ટ્રક દ્વારા અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહનનો ભૂખો વળી ગયો હતો.
અકસ્માતના સમયે બસમાં ૩૦ પ્રવાસી હતી જેમાંથી છ જણનાં મોત અને ૧૪ જણ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક નાગરિકો તાત્કાલિક મદદે આવ્યા હતા. જખમી પ્રવાસીઓને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માત થયો કેવી રીતે એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની તૈયારીઃ આ નેતાએ ભાજપ-કોંગ્રેસને ઉખાડી ફેંકવાની કરી વાત…
મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર અકસ્માતઃ એકનું મોત, બે ઘાયલ
મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર શુક્રવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણ વાહનો વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં એક પ્રવાસીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે બે જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. પનવેલમાં આ ઘટના બની હતી.
ટ્રક, ટેન્કર અને કાર એકબીજા સાથે અથડાયા હતા. પૂરવેગે આ વાહનો જઇ રહ્યા હતા જેમાં ટ્રક ઊંભી વળીને કાર ઊપર પડી હતી. અકસ્માત બાદ પનવેલ પોલીસ, હાઇવે ટ્રાફિક પોલીસ, એમ્બ્યુલન્સ અને અન્ય બચાવી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અત્યાર સુધી પીડિતોની ઓળખ કરાઇ નથી. તપાસ હજી ચાલુ છે