Uncategorizedનેશનલ

મમતા બેનર્જીને I-PAC ઇડી દરોડા કેસમાં ફટકો, હાઇકોર્ટે અરજી ફગાવી દીધી

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં I-PAC ઇડી દરોડા કેસમાં મમતા બેનર્જીને આંચકો લાગ્યો છે. આ અંગે ટીએમસીએ કોલકાતા હાઇકોર્ટમાં કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેમજ ઇડીએ કોર્ટમાં કહ્યું છે કે આ કેસમાં તેમણે કોઇ દસ્તાવેજ જપ્ત નથી કર્યા. આ ઉપરાંત કોર્ટે ઇડીનું નિવેદન નોંધ્યું હતું કે તેણે 8 જાન્યુઆરીએI-PAC ડિરેક્ટર પ્રતીક જૈનના ઓફિસમાં તપાસ કરી હતી.

મમતા બેનર્જીએ તમામ દસ્તાવેજ છીનવી લીધા હતા

આ અંગે ઇડી વતી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય એજન્સી દ્વારા જપ્ત કરાયેલી દરેક વસ્તુ છીનવી લીધી છે. આ અગાઉ ઇડીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે I-PAC ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર અને કાર્યાલય પર ગયા અઠવાડિયે કરવામાં આવેલા દરોડા સંદર્ભમાં દાખલ કરાયેલી અરજીઓને મુલતવી રાખવી જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું કે પાર્ટી ફક્ત તેના ડેટાને સુરક્ષિત રાખવા માંગે છે.

આપણ વાચો: બંગાળમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા! I-PAC પર EDના દરોડા, મમતા બેનર્જી ફાઈલ લઇને પહોંચ્યા

એજન્સી હાઇકોર્ટના કેસને મુલતવી રાખવાની માંગ કરી હતી

ઇડીએ હાઇકોર્ટમાં પોતાની અરજીમાં મુખ્યમંત્રીને પક્ષકાર તરીકે નામ આપ્યું છે. ઇડીના એડવોકેટ એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ બેંચને જણાવ્યું હતું કે એજન્સી હાઇકોર્ટના કેસને મુલતવી રાખવાની માંગ કરી હતી. કારણ કે તેણે આ જ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે દલીલ કરી હતી કે હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ કેસની સુનાવણી ન કરવી જોઈએ.

તમામ દસ્તાવેજ ઇડીને સોંપવાની માંગ

આ ઉપરાંત ઇડીએ તમામ ડિજિટલ ઉપકરણો, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ, સ્ટોરેજ મીડિયા અને દસ્તાવેજોને તાત્કાલિક જપ્ત કરવા, સીલ કરવા, ફોરેન્સિક જાળવણી કરવા અને ઇડીની કાનૂની કસ્ટડીમાં પરત કરવાની પણ માંગ કરી હતી. જે ગેરકાયદે રીતે છીનવી લેવામાં આવ્યા હતા.

ટીએમસીએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી

આ અંગે ટીએમસીએ કોલકાતા હાઈકોર્ટમાં I-PAC પર ઈડીના દરોડાને પડકારતી અરજી દાખલ કરી છે. ટીએમસીની અરજીમાં જણાવાયું હતું કે અરજદાર, ટીએમસી, બંગાળમાં SIR સામે અવાજ ઉઠાવી રહી છે અને વિરોધ કરી રહી છે. તેથી ઈડી ટીએમસીના પોલિટિકલ સ્ટ્રેટેજી ઓફિસ (I-PAC) અને સહ-સ્થાપકના ઘરે શોધખોળ અને જપ્તી કરી રહી છે. ટીએમસીની અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એજન્સીએ ગેરકાયદે રીતે ગુપ્ત ડેટા જપ્ત કર્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button