જેઠાલાલના રિયલ લાઈફ ફાધરને જોયા કે? વીડિયો થઈ રહ્યો છે વાઈરલ…

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરત મનોરંજન કરી રહી છે અને આ સિદ્ધિને સિરીયલની સ્ટાર કાસ્ટ અને મેકર્સ ખૂબ જ જોરશોરથી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ જ સેલિબ્રેશનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં શોના લીડ અને લોકપ્રિય આર્ટિસ્ટ જેઠાલાલ ચંપકલાલ ગડા એટલે કે દિલીપ જોષીનું તેમના રીલ નહીં પણ રિયલ લાઈફ ફાધર સાથેનું સુંદર ઈમોશનલ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. આ સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલની સક્સેસ પાર્ટીમાં શોના મેકર આસિત કુમાર મોદી પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. પરંતુ આ પાર્ટીમાં લોકોએ દયાબહેન એટલે કે દિશા વાકાણીને ખૂબ જ મિસ કર્યા હતા. જોકે, આ બધા વચ્ચે જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પણ પોતાના પેરેન્ટ્સ સાથે આ ખાસ પ્રસંગે પહોંચ્યા હતા. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Tarak Mehta Ka Ooltaah Chashmahની સક્સેસ પાર્ટીમાં જેઠાલાલ આ કોની સાથે પહોંચ્યા? વીડિયો થયો વાઈરલ…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિલીપ જોષી પોતાના પિતાનું ખૂબ જ ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને સતત તેમનો હાથ પકડીને ચાલી રહ્યા છે. દિલીપ જોષીના પિતાની ઉંમર વધારે હોવાથી તેમને ચાલવામાં તકલીફ પડી રહી છે, પરંતુ આવી સ્થિતિમાં એક દીકરાની ફરજ નિભાવતા દિલીપ જોષી એક પણ સેકન્ડ માટે તેમના એકલા છોડતા નથી. આ ઈવેન્ટમાં જેઠાજીના રિયલ લાઈફ અને રીલ લાઈફ ફાધર જોવામળ્યા હતા. તેમની પત્ની પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા.
આ ઈવેન્ટમાં દિલીપ જોષીના પિતાને ખાસ સન્માન આપવામાં આવ્યું હતું. શોના 17 વર્ષ પૂરા થતાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને આ કેક કટિંગ શોના સ્ટાર કાસ્ટ સાથે મળીને દિલીપ જોષીના માતા-પિતાએ આ કેક કટ કર્યું હતું.
આ પણ વાંચો: ન ડાયેટ ન જીમ તો પણ જેઠાલાલનું 16 કિલો વજન કઈ રીતે ઉતર્યુઃ જાણો અભિનેતાએ શું કહ્યું
સોશિયલ મીડિયા પર યુઝર્સ દિલીપ જોષીના આ સ્વીટ ગેસ્ચરના વખાણ કરતાં નથી થાકી રહ્યા છે. યુઝર્સ દિલીપ જોષીના સંસ્કાર અને ફેમિલી વેલ્યુના વખાણ કરતા નથી થાકી રહ્યા. કેટલાક યુઝર્સ તો તેમને બેસ્ટ સનનો ખિતાબ આપી રહ્યા છે તો કેટલાક લોકો તેમને આધુનિક શ્રવણ ગણાવી રહ્યા છે.