IPL 2024સ્પોર્ટસ

IPL RCB vs SRH: બેંગલુરુમાં હૈદરાબાદનો હાહાકાર, ટ્રેવિસ હેડની 39 બોલમાં સદી

આઈપીએલમાં બનાવ્યો નવો રેકોર્ડ, આરસીબીને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો

બેંગલુરુઃ અહીંના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચેની સિઝનની 30 આઈપીએલની મેચમાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી. આરસીબીના સુકાની ફાફ ડુ પ્લેસીસની આગેવાની હેઠળની આજની ટીમમાં મેક્સવેલ ગેરહાજરી હતી. પેટ કમિન્સની કેપ્ટનશિપ હેઠળની હૈદરાબાદે પહેલી બેટિંગમાં ધમાકેદાર બેટિંગ કરી હતી, જેમાં હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. જીત માટે બેંગલુરુને 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ સામે હૈદરાબાદે ત્રણ વિકેટે 277 રન બનાવ્યા હતા, જે પણ એક સંયોગ છે.

હૈદરાબાદ વતીથી રમવા આવેલા ઓપનિંગમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ પહેલી ઓવરથી ધુઆંધાર બેટિંગ કરી હતી, જેમાં બેંગલુરુના તમામ બોલરની ધુલાઈ કરી હતી. નવમી ઓવર (8.1)માં 108 રને અભિષેક શર્માની પહેલી વિકેટ પડી હતી, જેમાં શર્માએ બે સિક્સર અને બે ચોગ્ગા સાથે 22 બોલમાં 34 રન કર્યા હતા.

ત્યાર બાદ રમતમાં હેનરિક ક્લાસેન રમતમાં આવ્યો હતો, જેમાં ટ્રેવિસ હેડે એક પડખે આક્રમક રમત રમવાનું ચાલુ રાખ્યું હતું. સૌથી પહેલા ટ્રેવિસ હેડે 20 બોલમાં હાફ સેન્ચુરી કરી હતી, ત્યાર બાદ ટ્રેવિસ હેડે 39 બોલમાં શાનદાર સેન્ચુરી કરી હતી. સદી ફટકાર્યા પછી તરત લોકી ફર્ગુસને હેડની વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. ટ્રેવિસ હેડે 41 બોલમાં 102 રન કર્યા હતા. ટ્રેવિસ હેડ આ સિઝનમાં હૈદરાબાદ સામે સૌથી વધુ રન માર્યા હતા, ત્યાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ (61) ચેન્નઈ (31), પંજાબ (21), ગુજરાત ટાઈટન્સ (19), કર્યા હતા.

આઈપીએલની ફાસ્ટેસ્ટ સેન્ચુરીમાં પહેલા ક્રમે ક્રિશ ગેઈલ છે. 2013માં ગેઈલે 30 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે એના પહેલા યુસુફ પઠાણે 37 બોલ, ડેવિડ મિલરે 38 બોલ, એડમ ગિલક્રિસ્ટે 42 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે આ કલબમાં ટ્રેવિસ હેડ (39 બોલમાં 101)નું નામ ઉમેરાયું છે.

આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો હતો, જેમાં આ સિઝનની પહેલી સદી ફટકારી હતી, જ્યારે 43 બોલમાં 108 રનની ભાગીદારી નોંધાવી હતી. પાવરપ્લેમાં વિના વિકેટે 76 રન કર્યા હતા. આ ઉપરાંત, પાવરપ્લેમાં હાફ સેન્ચુરી મારનારા ખેલાડીમાં પણ ટ્રેવિસ હેડે નવો વિક્રમ (59) બનાવ્યો છે.

જોકે, ટ્રેવિસ હેડ પછી રમતમાં એડન માર્કરામ આવ્યો હતો, જેને હેનરિક ક્લાસેન સાથે આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. હૈદરાબાદની ટીમવતીથી હૈનરિક ક્લાસેને પણ આક્રમક બેટિંગ કરી વિકેટ ગુમાવી હતી, જેમાં 31 બોલમાં 67 રન કર્યા હતા, જેમાં સાત સિક્સર અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ ચોથી એડન માર્કરામ 17 બોલમાં 32 રન કર્યા હતા. ત્રણ વિકેટ પછી રમતમાં કાશ્મીરી યુવા બેટર અબ્દુલ સમદ આવ્યો હતો, જેને 19મી ઓવરમાં હૈદરાબાદે 25 રન લીધા હતા. સમદે વ્યક્તિગત રીતે 370ની સ્ટ્રાઈક રેટથી 10 બોલમાં 37 રન કર્યા હતા. હૈદરાબાદે 20 ઓવરમાં 22 સિક્સરનો રેકોર્ડ બનાવીને 287 રન બનાવ્યા હતા, જેમાં પંદર રન એક્સ્ટ્રા હતા, જ્યારે બેંગલુરુને જીતવા માટે 288 રન કરવાના રહેશે.

https://twitter.com/IPL/status/1779897526990065970

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button