Uncategorized

ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું પણ સોશિયલ મીડિયા પર કરોડો લોકોએ આપી આ પ્રતિક્રિયાઃ ગંભીરે આ વાત કહી

નવી દિલ્હીઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના લાગલગાટ દસ વિજયરથને ઓસ્ટ્રેલિયાએ અટકાવ્યો હતો, જ્યારે કાંગારુએ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. આ હાર સાથે વર્લ્ડ કપ જીતવા માટે ટીમ ઈન્ડિયાની સાથે 140 કરોડ દેશવાસીઓનું સપનું ચકનાચૂર થવાથી લોકો નિરાશ થયા હતા, પરંતુ ટીમ ઈન્ડિયાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સોશિયલ મીડિયા પર કરોડો લોકોએ તેમને જોરદાર સમર્થન આપ્યું હતું. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ સહિત અન્ય સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેની નોંધ લઈને અલગ રીતે સન્માન્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સે પણ ટીમ ઈન્ડિયાની મહેનતની પ્રશંસા કરી હતી, જેમાં મહેન્દ્ર સિંહે ધોનીથી લઈને ગૌતમ ગંભીરે મહત્વનું નિવેદન આપ્યું હતું.

‘સ્પોર્ટસ કલ્ચર’ કે સ્પોર્ટસમેનશિપના નાતે પણ લોકોએ દરેક બેટર હોય કે બોલરના રેકોર્ડની નોંધ લઈને તેમને બિરદાવ્યા હતા. આઈસીસીએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરી હતી, જેમાં છ ભારતીય ખેલાડીની જાહેરાત કરી હતી. આઈસીસી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ફક્ત બે ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. આ ટીમનું સુકાન પણ રોહિત શર્માને સોંપ્યું હતું.

વર્લ્ડ કપ હાર્યા પછી સોશિયલ મીડિયાના માફક બોલીવુડની ઈન્ડસ્ટ્રી હોય કે ઉદ્યોગપતિઓએ પણ તેમને બિરદાવ્યા હતા. બોલીવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન હોય કે કિંગ ખાન કે અભિનેત્રીઓમાં કાજોલ સહિતની અન્ય અભિનેત્રીઓએ હાર્યા પછી ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી હતી. ઈન્ડિયન સેલિબ્રિટીઝ સાથે દુનિયાના જાણીતા ક્રિકેટરોએ ભારતીય ટીમની દસ વખતની જીત સાથે ઓસ્ટ્રેલિયા સામેની હારને વધાવી હતી.

આજથી દસથી પંદર વર્ષ પહેલા વર્લ્ડ કપ અથવા અન્ય ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની હાર પછી ચાહકો ગુસ્સામાં હિંસા પર ઉતરી આવતા. ખેલાડીઓના પુતળા બાળવાની સાથે ખેલાડીઓને પણ ધમકીઓ આપવામાં આવતી હતી, જેમાં 2007ના વર્લ્ડ કપ પછી સચિન તેંડુલકરે મુનાફ પટેલને ફોન કરીને તેની પૂછપરછ કરી હતી. આ વખતે ભારતીય લોકોના ચહેરા પર હારની નિરાશા જોવા મળી હતી, પરંતુ એ ગુસ્સામાં પરિણમી નહોતી. રોજ જીત થાય પણ નહીં, પણ ક્યારેક હાર પણ થાય એ નાતે લોકોએ પોતાના દિલને આશ્વાસન આપ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button