Uncategorized

IND vs BAN 1st Test: આવી રહી ભારતની પ્રથમ ઇનિંગ, અશ્વિને દીલ જીત્યા, જાડેજા સદીથી ચુક્યો

ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ (IND vs BAN 1St test)ગઈ કાલે ગુરુવારથી ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી, પરંતુ 144 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ આર આશ્વિન (R Ashwin) અને રવીન્દ્ર જાડેજા(Ravindra Jadeja)એ બાજી સંભાળી હતી, જેની મદદથી ભારતીય 376 રનનો સ્કોર બનાવી શકી હતી. બાંગ્લાદેશી ટીમ પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. બાંગ્લાદેશની ટીમની ત્રણ વિકેટ પડી ગઈ છે.

ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન (113) અને રવિન્દ્ર જાડેજા (86) બેટિંગમાં સ્ટાર રહ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી 24 વર્ષના હસન મહમૂદે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.

ચેન્નઈ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ઇનિંગ્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતની ત્રણ વિકેટ 34 રનમાં પડી ગઈ હતી, આ ત્રણ વિકેટટ રોહિત (6), ગિલ (0), કોહલી (6)ની હતી, ત્રણેયને હસન મહમૂદે આઉટ કર્યા હતા. રિષભ પંત (39) ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તેને પણ હસન મહેમૂદે આઉટ કર્યો.

સામે છેડે યશસ્વી જયસ્વાલ પીચ ટકી રહ્યો અને તેણે 56 રનની ઇનિંગ રમી, પરંતુ 144ના સ્કોર પર તે નાહિદ હુસૈનના બોલ પર સ્લિપમાં ઉભેલા શાદમાન ઇસ્લામના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ કે એલ રાહુલ 52 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ભારતની ઇનિંગ સંભાળી હતી.

મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા તેની 86 રન સાથે પીચ પર આવ્યો હતો, પરંતુ તે 86 રન પર જ આઉટ થઇ ગયો હતો. જાડેજા સકીન અહેમદના બોલ પર લિટન દાસના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે જાડેજા આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 343/7 થઈ ગયો હતો. જાડેજા અને અશ્વિન વચ્ચે 199 રનની પાર્ટનરશીપ થઈ હતી. આ સાથે જાડેજા તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારતા ચૂકી ગયો હતો.

જાડેજા પછી આકાશદીપ બેટિંગ કરવા આવ્યો, જેણે કેટલાક સારા શોટ રમ્યા બાદ 17 રન પર તસ્કીન અહેમદના બોલ પર બાંગ્લાદેશી કેપ્ટન શાંતોના હાથે કેચ આઉટ થયો. જ્યારે આકાશદીપ આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 367/8 થઈ ગયો હતો. આ પછી રવિચંદ્રન અશ્વિન (113)ના સ્કોર પર આઉટ થયો અને ટીમનો સ્કોર 374/9 થઈ ગયો. થોડા સમય બાદ જસપ્રીત બુમરાહ (7) આઉટ થયો હતો. આ રીતે ભારતીય ટીમ 376 રનમાં સમેટાઈ ગઈ હતી.

હસન મહમૂદની પાંચ વિકેટ ઉપરાંત તસ્કીન અહેમદે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મેહદી હસન મિરાજ અને નાહીદ રાણાને 1-1 સફળતા મળી હતી. હસન મહમૂદ બાંગ્લાદેશ તરફથી ભારતની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે.

Also Read –

Back to top button
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker