Uncategorized

હિન્દુ મરણ

અનાવિલ
ગામ દશવાડા હાલ કાંદીવલીના મેહુલ નાયક (ઉં.વ. 50), તેઓ ગં.સ્વ. કોકિલાબેન અને સ્વ. જયંતીલાલ મોહનજી નાયકના પુત્ર. મનીષાબેનના પતિ. ચિ. નિધિ તથા ચિ. બંસરીના પિતા. બીજલ (બબલુ)ના મોટાભાઇ. ગામ પલસાણા નિવાસી સ્વ. મધુરીબેન અને સ્વ. હિમતલાલ રણછોડજી દેસાઈના જમાઈ. શનિવાર, તા. 9-9-23ના દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 12-9-23ના 4 થી 6. બોરીવલી કપોળ વાડી, એમ.જી. ક્રોસ રોડ નં. 1, જી. એચ. સ્કૂલની સામે, બોરીવલી પૂર્વ.
કપોળ
ફોર્ટ સોનગઢવાળા સ્વ. કૃષ્ણલાલ નાનાલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. મુકતાબેન મહેતા (ઉં.વ. 93) તા. 11/9/23ના સોમવારે ફોર્ટ સોનગઢ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અરવિંદભાઈ, અશોકભાઈ, શૈલેષભાઈ, લતા કિશોરકુમાર, જ્યોત્સના ભરતકુમાર, જયશ્રી ભદ્રેશકુમાર, રૂપા રાજેશકુમારના માતૃશ્રી. તે જયંતીલાલના ભાભી. તે ગં.સ્વ. મધુ, મૃદુલા તથા બીનાના સાસુ. તે સ્વ. ગીરધરલાલ દેવરાજ પારેખના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ફોર્ટ સોનગઢ મુકામે તા. 12/9/23ના કપોળ વાડીમાં સાંજે 4 થી 5.
લેહુવા પાટીદાર
ધર્મજ 6 ગામ હાલ મુંબઈ દેવકુમાર શાંતિલાલ પટેલનું અવસાન 10મી સપ્ટેમ્બર 2023ના થયું છે, પત્ની સ્વ. વાસંતીબેન પટેલ, પુત્રીઓ ભાવિષા ચેતન શાહ અને નિમિષા અનીશ શાહ, પૌત્રો નીવ, ઈશાન અને અર્જુન, ભાઈ હરીશભાઈ પટેલ અને ગુણેશભાઈ પટેલ, બહેનો સ્વ. રમાબેન પટેલ, સ્વ. નીલાબેન દેસાઈ અને સુનિલાબેન પટેલ પ્રાર્થનાસભા: 14મી સપ્ટેમ્બર (ગુરુવાર), 5:30 થી 7: સેવા સદન સોસાયટી, 30/31 પંડિતા રમાબાઈ રોડ, એમટીએનએલ ઓફિસની સામે (નાનાચોક) ગામદેવી, મુંબઈ.
હાલાઇ ભાટિયા (વેલા પમુવાળા)
અ. સૌ. રશ્મિ તે રમેશ લક્ષ્મીદાસ ચાંપશીની પત્ની. સ્વ. લક્ષ્મીદાસ ચાંપશીની પુત્રવધૂ, મનિષના માતા. અ. સૌ. રેણુના સાસુ. મયંકના દાદી. સ્વ. વીરમતી અને સ્વ. વિઠ્ઠલદાસ જમનાદાસ ઉદેશીની પુત્રી. સ્વ. પુષ્પાબેન અને સ્વ. ડુંગરશી જમનાદાસ ઉદ્દેશીની ભત્રીજી તા. 11-9-23 સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા, તા. 13-9-23ના બુધવારના જૂની હાલાઇ ભાટિયા મહાજનવાડી (એ.સી.હોલ) 4-30થી 6. પ્રાર્થનાસભા બાદ લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
દેવજી મુળજી સચદે ગામ ઢોરીવાળાના પુત્ર રાજેશ (રાજુ) (ઉં.વ. 50) તા. 11-9-23ના રામશરણ પામેલ છે. (આંબીવલીવાળા) ભારતીબેનના પતિ. કેતન, ધનંજય, જયનમના પિતા. દયાળજી હીરજીભાઈ ચાગપારના નાના ભાઈના પુત્ર. હીરાલાલના દોહિત્ર. દિલીપ વિવેકાંત શાહના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. સાવીત્રીબેન (ઉં. વ. 92) તે કચ્છ ભુજવાળા હાલે મસ્કત-દુબઇ મુંબઇ નિવાસી તે ગં. સ્વ. ઝવેરબાઇ અને સ્વ. પુરુષોતમ કાનજી પવાણીના જયેષ્ઠ પુત્રવધૂ. તે સ્વ. દયારામ પુરુષોત્તમ પવાણીના ધર્મપત્ની. તે ગં. સ્વ. સાકરબાઇ અને સ્વ. કાનજી વેલજી કોઠારીના સુપુત્રી રવિવાર, તા. 10-9-23ના પરમધામ પામેલ છે. પ્રાર્થના રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચેવલી ભણસાળી
સ્વ. શાંતાબેન તથા સ્વ. આત્મારામ સેવકલાલ ભણસાળીના પુત્ર સતીષ ભણસાળી (ઉં. વ. 92) તા. 10-9-23ના દેવલોક પામેલ છે. તે ચિત્રાબેનના પતિ. રેસ્મા, લલિતના પિતા. દક્ષા, મોનીસ, અભિનવના સસરા. સ્વ. રશ્મીકાન્તભાઇ, વસંતભાઇ, અનિલભાઇ, તરુલતાબેન, શીલાબેન, નિરંજનના બેન. નલીનભાઇના મોટા ભાઇ. ચિત્રીકા, ક્રિષના દાદાજી. ક્રિતીકા, સિદ્ધિકાના નાનાજી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button