Gujarat માં કયારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગે કરી આ આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં સવારે અને સાંજ પછી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જ્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. ગઈકાલે મંગળવારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી 26 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજ્યમાં મંગળવારે સૌથી ઠંડા શહેર ગાંધીનગર અને નલિયા રહ્યા હતાં.
તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવતા લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, લઘુતમ તાપમાનના પારામાં ઘટાડો થઈ જવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…..2 કલાકની જહેમત- અંતે કોસ્ટગાર્ડે પાકિસ્તાનની પકડથી બચાવ્યા સાત માછીમારો: આ રીતે કામ પાડ્યું પાર!
હિમવર્ષાની અસર ગુજરાત પર પડી
આ ઉપરાંત વડોદરામાં લધુત્તમ તાપમાન 17 ડિગ્રી, રાજકોટમાં 17 ડિગ્રી, ડીસામાં 18.4 ડિગ્રી, પોરબંદરમાં 19 ડિગ્રી, અમરેલીમાં 20 ડિગ્રી, ભુજમાં 20 ડિગ્રી, ભાવનગરમાં 20 ડિગ્રી લધુત્તમ તાપામાન નોંધાયુ હતુ.હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી છે. ઠંડા પવનો પણ ફુકાવા લાગતા આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.