ગાંધીનગર

ગુજરાત સરકારે ડ્રગ્સના દૂષણને રોકવા લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

ગાંધીનગરઃ ગુજરાતમાં સમયાંતરે કોઈને કોઈ જગ્યાએ ડ્રગ્સ પકડાતું રહે છે. રાજ્ય સરકારે ડ્રગ્સના દૂષણને રોકવા મહત્વનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે રાજ્યભરમાં રોલિંગ પેપર્સ, સ્મોકિંગ કોન, પેકેજ્ડ રોલિંગ કીટ અને અન્ય સામાન વસ્તુઓના વેચાણ, સંગ્રહ, વિતરણ, જાહેરાત, પ્રમોશન અને પ્રદર્શન પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો હતો.

Gujarat government took an important decision to stop drug contamination, know the details

તાત્કાલિક અસરથી લાગુ થયો નિર્ણય

ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, આ ઉત્પાદનોમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, કૃત્રિમ રંગો અને ક્લોરિન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોવાનું જાણવા મળ્યું છે, જે જાહેર આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. આ આદેશ તાત્કાલિક અસરથી સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોને આ વસ્તુઓનું વેચાણ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં નશાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હતું. જેને લઈ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને તાત્કાલિક અસરથી રાજ્યભરમાં ગોગો પેપર, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલ જેવી સામગ્રીના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો હતો. સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે યુવાનો અને સગીરો ચરસ-ગાંજા જેવા માદક પદાર્થોનું સેવન કરવા માટે આ પ્રકારના પેપર્સ અને કોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ પેપર્સ માત્ર નશાને પ્રોત્સાહન નથી આપતા, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ઘાતક છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ પેપર્સમાં ટાઇટેનિયમ ઓકસાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી રાસાયણિક પદાર્થો હોય છે. આ રસાયણો માનવ શરીર માટે ધીમા ઝેર સમાન છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સરળતાથી મળતી નશાની સામગ્રી પર રોક લગાવવાનો અને યુવા પેઢીને બરબાદ થતી અટકાવવાનો છે. સરકારના આ પગલાને વાલીઓ અને સામાજિક સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે. પોલીસ તંત્રને પણ આ જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

જો કોઈ વેપારી કે વ્યક્તિ આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા ઝડપાશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આપણ વાંચો:  રાજકોટમાં પાણીની તંગી મુદ્દે ધારાસભ્ય ઉદય કાનગડના ઘરે મહિલાઓના ધરણા…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button