ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કેતકી તરીકે પણ ઓળખાતા આ ફૂલની ઓળખાણ પડી? ભારતીય અત્તર ઉદ્યોગમાં તેનું મૂલ્ય ઊચું ગણાયું છે.
અ) કરેણ બ) પલાશ ક) કેવડો ડ) કેસુડો
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
પ્રતિપાદન ખંડન, વિરોધ
પ્રતિભા મૂર્તિ
પ્રતિમા તેજ, કાંતિ
પ્રતિવાદ દરવાન
પ્રતિહાર સાબિત કરવું
ગુજરાત મોરી મોરી રે
આપણી સૂર્યમાળામાં આવેલા વિવિધ ગ્રહમાંથી અમુકના નામ અંગ્રેજીમાં વધુ પ્રચલિત છે. જ્યુપિટર અથવા ગુરુનો ગ્રહ અન્ય કયા નામે પણ ઓળખાય છે એ કહો.
અ) વરુણ બ) અરુણ ક) બૃહસ્પતિ ડ) મંગળ
જાણવા જેવું
ઇકેબાના એટલે જીવંત પુષ્પો ગોઠવવાની વિશિષ્ટ પ્રકારની કળા. આ શબ્દ મૂળ જાપાની ભાષાનો છે. એમાં પુષ્પો કે પુષ્પગુચ્છોના ત્રણ સ્પષ્ટ સ્તર હોય છે : સૌથી ઉપરનો સ્તર સ્વર્ગનો, વચલો સ્તર પૃથ્વીનો અને નીચલો સ્તર નરકનો સૂચક ગણાય છે. એની ગોઠવણીમાં એક બાજુ સ્વર્ગ, તેની પછી પૃથ્વી અને પછી નરક અથવા વચમાં સ્વર્ગ, એક બાજુ પૃથ્વી અને બીજી બાજુ નરક એવું પુષ્પ-આયોજન પણ કરી શકાય.
ચતુર આપો જવાબ માથું ખંજવાળો
ભૂકંપ અને ધરતીના પેટાળમાં થતા કંપનો અને એને પગલે થતા ધરતીકંપ અંગે કરવામાં આવતો અભ્યાસ ક્યા નામે ઓળખાય છે એ આપેલા વિકલ્પોમાંથી જણાવો.
અ) એન્થ્રોપોલોજી
બ) મિટીરીયોલોજી
ક) સિસ્મોલોજી
ડ) એન્થોલોજી
નોંધી રાખો
સત્યથી જ વિશ્વાસ જન્મ લે છે અને એનાથી જ એ ટકી શકે છે. લોકવાણી કહે છે કે વિશ્વાસના વસ્ત્રો સીવવા માટે દોરો સચ્ચાઈનો હોય તો સિલાઈ ફાટતી નથી.
માઈન્ડ ગેમ
પાંચ કરોડ રૂપિયાની લોટરી લાગ્યા પછી 35 ટકા ટેક્સ કપાઈ જે રકમ હાથમાં આવી એ રકમના 25 ટકા સખાવત કર્યા પછી કેટલા પૈસા પાસે રહ્યા એ જણાવો.
અ) 2,10,00,000 બ) 2,43,75,000
ક) 2,75,80,900 ડ) 3,00,00,000
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
દુબારા ફરીથી
દુભાગવું અડધું કરવું
દુભાવવું સંતાપ આપવો
દુમ પૂંછડી
દુપટ્ટો ઉપરણું
ગુજરાત મોરી મોરી રે
ચૂંદડીનો રંગ
ઓળખાણ પડી?
ફિરોઝશાહ મહેતા
માઈન્ડ ગેમ
15,48,000
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કયું કી સાસ ભી કભી બહુ થી