સ્પેશિયલ ફિચર્સ

GPayની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલિટ કરવી છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…

ગૂગલ પે (Google Pay-GPay)એ હાલની સૌથી મનગમતી ડિજિટલ પેમેન્ટ એપ બની ગઈ છે. દરરોજ કરોડો યુઝર્સ આ એપની મદદથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરે છે. ગૂગલ પે પરથી કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ એપમાં સેવ થઈ જાય છે અને તમે ઈચ્છો તો પણ આ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલીટ નથી કરી શકતા, કારણ કે આ એપમાં હિસ્ટ્રી ડિલિટ કરવાનું ડાયરેક્ટ ઓપ્શન દેખાવવાનું જ નથી.

આવી સ્થિતિમાં જો તમે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલિટ કરવા માંગો છો આજે અમે અહીં તમને એની એક સિમ્પલ ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ. આ ટ્રીકની મદદથી તમે ખૂબ જ સરળતાથી તમારી ગૂગલની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલિટ કરી શકો છો-

આપણ વાંચો: UPI Transcation : NPCI એ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે ને આપી આ મોટી રાહત

ગૂગલ-પેની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે તમારે આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે-

⦁ સૌથી પહેલાં તો તમારા સ્માર્ટફોનમાં ગૂગલ-પેની એપ ઓપન કરો.
⦁ હવે જમણી બાજુ પર રહેલાં તમારા પ્રોફાઈલ પર ટેપ કરો.
⦁ નીચે સ્ક્રોલ કરશો અને સેટિંગ્સનું ઓપ્શન દેખાય એટલે એના પર ટેપ કરો.
⦁ પ્રાઈવસી અને સિક્યોરિટી ઓપ્શન પર ટીક કરો
⦁ હવે તેમાં ડેટા એન્ડ પર્સનલાઈઝેશન પર ટેપ કરીને ગૂગલ એકાઉન્ટ લિંક પર ટેપ કરો
⦁ તમે જેવું આ ઓપ્શન પર ટેપ કરશો એટલે તમારી સામે ગૂગલ એકાઉન્ટ પેજ ઓપન થશે
⦁ આ પેજ પર નીચે સ્ક્રોલ કરતાં જ તમારી સામે એક બીજું નવું પેજ ઓપન થશે અહીં તમારે પિન એન્ટર કરવું પડશે
⦁ અહીં તમને પેમેન્ટ ટ્રાન્ઝેક્શન અને એક્ટિવિટીનું સેક્શન ઓપન થશે
⦁ હવે આ એક્ટિવિટીના પેજને તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે ટ્રાન્ઝેક્શનની ડિટેઈલ્સ દેખાશે.
⦁ આ ડિટેઈલ્સની જમણી બાજુમાં તમને ચોકડીની નિશાની પણ જોવા મળશે. તમે તમને જે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલીટ કરવી હશે તેની જમણી બાજુએ રહેલી ચોકડીની નિશાની પર ટેપ કરીને એન્ટ્રી ડિલિટ કરી શકો છો
⦁ ગૂગલ પે યુઝર્સને એક્ટિવિટી ડિલિટ કરવા માટે લાસ્ટ વન અવર, લાસ્ટ ડે, ઓલ ટાઈમ અને કસ્ટમ રેન્જ એમ ચાર ઓપ્શન આપવામાં આવે છે.
⦁ આ ચારેય ઓપ્શનની મદદથી તમારે કેટલા સમયની હિસ્ટ્રી ડિલિટ કરવાની છે એ પસંદ કરી શકો છો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button